મંગળવાર, 16 મે, 2017

૮૨ કરોડના ખર્ચે  ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવામાં આવશે...


વ્યારા ખાતે તાપી અને સુરત જિલ્લાના યોજાયેલ સંયુક્ત કૃષિ મહોત્સવમાં આદિજાતિ વિકાસ અને વનમંત્રીએ વાપી જિલ્લાના ૪ તાલુકા માટે રૃ।. ૧૦૦૦ કરોડની સિંચાઇની નવી યોજના તથા સુરત જિલ્લાના વન વિસ્તારના તાલુકા માટે ૮૦૦ કરોડની સિંચાઇ યોજનાની જાહેરાત કરી છે.

ગુજરાતમાં ૮૨ કરોડના ખર્ચે  ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવવામાં આવશે. કૃષિ મહોત્સવ સ્થળે વિવિધ ૧૦૫ સ્ટોલના પ્રદર્શનો રાખવામાં આવ્યા હતાં.


દીપ્તિ  શર્મા-પૂનમ રાઉતે ઈતિહાસ સર્જી દીધો...

દક્ષિણ આફ્રિકા ખાતે યોજાઇ રહેલી ચાર દેશની વન-ડે ટુર્નામેન્ટમાં આયર્લેન્ડ સામેના મુકાબલા દરમિયાન ભારતની ઓપનર્સ દીપ્તિ  શર્મા-પૂનમ રાઉતે ઈતિહાસ સર્જી દીધો છે. દીપ્તિ શર્મા-પૂનમ રાઉતે પ્રથમ વિકેટ માટે ૪૫.૩ ઓવરમાં ૩૨૦ રનની ભાગીદારી નોંધાવી હતી. વિમેન્સ વન-ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારીનો આ વર્લ્ડ રેકોર્ડ છે.

રેકોર્ડબુક

-     દીપ્તિ શર્મા- પૂનમ રાઉત વચ્ચે પ્રથમ વિકેટ માટે ૩૨૦ રનની ભાગીદારી નોંધાઇ. જે વિમેન્સ વન-ડે ક્રિકેટમાં કોઇ પણ વિકેટ માટેની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે. ૨૬૮ રન સાથે અગાઉનો રેકોર્ડ ઇંગ્લેન્ડની ટિફિન્સ-એટકિન્સને નામે હતો. 
-     મેન્સ વન-ડે ક્રિકેટમાં પ્રથમ વિકેટની શ્રેષ્ઠ ભાગીદારીનો રેકોર્ડ (૨૮૬ રન) જયસૂર્યા-તરંગાને નામે છે. 
દીપ્તિ શર્માએ ૧૮૮ રન નોંધાવ્યા. જે વિમેન્સ વન-ડે ક્રિકેટમાં બીજો શ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. બેલિન્ડા ક્લાર્ક (૨૨૯* વિ. ડેન્માર્ક, ૧૯૯૭) સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ ધરાવે છે. 

દુનિયાભરમાં 'ડાન્સિંગ હિલેરી' અને 'પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક' વાઇરસનો ખતરો

દુનિયાભરમાં ડાન્સિંગ હિલેરી અને પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક જેવા વાયરસનો પણ ખતરો કરોડો યુઝર્સ ઉપર મંડરાઈ રહ્યો છે.

-     એક ઓટો જનરેટ મેઈલ કેટલાક ઈ-મેઈલ એડ્રેસમાં આવી શકે છે, જેમાં લખેલુ હોય છે : પોસ્ટકાર્ડ ફ્રોમ હોલમાર્ક. હોલમાર્ક કંપનીએ કોઈ ગ્રીટિંગ કાર્ડ મોકલ્યું હશે એમ સમજીને જો એના પર ક્લિક કરીએ કે તરત જ એ કમ્પ્યુટરની સાથે જેટલી પણ સિસ્ટમ જોડાયેલી હોય એ તમામનો ડેટા ગુમ થઈ જતો હોવાની ચેતવણી વહેતી થઈ છે. 

-     બીજો જેનું નામ છે - ડાન્સિંગ હિલેરી. વીડિયો કે જીઆઈએફ ફાઈલના સ્વરૃપે રહેલો આ વાયરસ એવો છે કે ઉપરથી કોઈ વીડિયો હોવાનું લાગે, પણ તેના પર ક્લિક થાય એ સાથે જ એ વાયરસ એક્ટિવ થઈ જાય છે અને તે પણ તમામ ડેટા ગુમ કરી દેતો હોવાની અફવાએ જોર પકડયું હતું. 

સાવચેતી માટેના સૂચન:
-     શક્ય હોય તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ ન કરવુ

-     અજાણ્યા ઈ-મેઈલ અથવા બિનજરૂરી એવી વીડિયો-જીઆઈએફ ફાઈલ ન ઓપન કરવી
'વન્ના ક્રાય' વાઇરસનો આતંક દેશભરમાં, હજારો એટીએમ ઠપ


રિઝર્વ બેંકનો તમામ બેંકોને એટીએમ સોફ્ટવેર અપડેટ કરવા આદેશ.

ગુજરાત, કેરળ, પ. બંગાળ કેટલાંક કમ્પ્યુટર ખોરવાયાં. ૬૦ ટકા એટીએમ એવા છે કે જે જુના વિન્ડોઝ એક્સપી સિસ્ટમ પર કાર્યરત છે. તેથી આરબીઆઇએ બેંકોને આદેશ જારી કરી સોફ્ટવેર અપડેટ કરી લેવાની સુચના આપી છે. ભારત સહીત ૧૫૦થી વધુ દેશોના મળી ૨૦૦,૦૦૦ મશીન આ વાઇરસને કારણે અત્યાર સુધીમાં ખોરવાયા હતા. યુકેમાં સૌથી મહત્વની ગણાતી સ્વાસ્થ્ય સેવા ખોરવાઇ હતી.
જગતનો સૌથી નાનો ઉપગ્રહ...


નાસાએ ક્યુબ ઈન સ્પેસ નામની સ્પર્ધા જાહેર કરી હતી. વિજેતાનો ઉપગ્રહ અવકાશમાં મોકલાશે એવી નાસાએ ત્યારે જ જાહેરાત કરી હતી. આ ઉપગ્રહ નાસાની સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવ્યો છે...જે જગતનો સૌથી નાનો ઉપગ્રહ, તમિલનાડુના ૧૮ વર્ષના વિદ્યાર્થી રિફાથ શારૂકે માત્ર ૬૪ ગ્રામ વજનનો તૈયાર કર્યો છે. નાસા દ્વારા આવતા મહિનાની ૨૧મી તારીખે એ ઉપગ્રહ લોન્ચ કરાશે.


રિફાથ હજુ તમિલનાડુના પલ્લાપટ્ટી શહેરમાં ૧૨મુ ધોરણ ભણે છે. કાર્બન ફાઈબર જેવા હળવા પદાર્થનો બન્યો હાવોથી આ ઉપગ્રહનું વજન સામાન્ય સ્માર્ટફોન કરતાં પણ ઓછું રાખી શકાયું છે. વેલોસ આઈલેન્ડ ખાતેથી ૨૧મી જુને નાસાનું રોકેટ લોન્ચ થઈ રહ્યું છે. તેની સાથે જ કલામસેટ પણ લોન્ચ થશે. ૧૨ મિનિટ પછી અવકાશમાં પહોંચનારો ઉપગ્રહ ભવિષ્યના અવકાશ મિશનો માટે ઉપયોગી સાબિત થશે. આ ઉપગ્રહ ૬ કલાક સુધી કામ કરશે.