ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે
૧૦૮ પુસ્તકોનું પ્રદર્શન
- - ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની
કુંજકુંજ જોવી હતી
ગુજરાતી
સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચી.મં. ગ્રંથાલય આયોજિત ૧૭થી ૨૧ જુલાઇ સુધી ચાલનારા
પુસ્તક પ્રદર્શનમાં ઉમાશંકર જોશીની ૨૧મી જુલાઇએ
૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે તેમનાં ૧૦૮ પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
ઉમાશંકર જોશીનું કાવ્ય 'ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની કુંજકંજ જોવી હતી'. આ કાવ્યમાં
ખૂબ સારી રીતે પ્રકૃતિ તેમજ તેમના અનુભવોનું વર્ણન કાવ્યમાં કરવામાં આવ્યું છે.
આ પુસ્તક
પ્રદર્શનમાં ઉમાશંકર જોશીએ પોતે લખેલા ૬૫ જેટલાં પુસ્તકો તેમજ ઉમાશંકર જોશી ઉપર
લખાયેલાં ૫૪ જેટલાં તેમજ તેમના અવસાન પછી સંપાદન થયેલા ૧૧ જેટલાં પુસ્તકો પણ
પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. તેમણે
ભાષાભવનના અધ્યક્ષ તરીકે અને ગુજરાત યુનિવર્સિટીના
કુલપતિ તરીકે સેવા આપી હતી. ઉમાશંકર જોશીની કવિતામાં 'વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી'નો અભિગમ સ્પષ્ટ
જોવા મળે છે.