સંઘર્ષથી 'સુવર્ણ' સફળતા સુધીની સફર
- કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં ભારતને સફળતા અપાવનારા એથ્લિટ્સની પ્રેરણાત્મક સફર પર એક નજર
'ઠોસ મજબૂત ભરોસા અપને સપનો પે કરના, જીતને મુંહ ઉતની બાતેં, ગૌર કિતનો પે કરના...' કહેવામાં આવે છે કે, હીરો એક સામાન્ય પથ્થર જ હોય છે. પરંતુ તેને ખૂબ જ ઘડવામાં આવે ત્યારે જ તેની કિંમત ખૂબ જ વધે છે. તાજેતરમાં ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં પણ કેટલાક એવા એથ્લિટ્સ છે જેમણે ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં 'ઘડાયા' બાદ સખત પરિશ્રમથી આજે ભારતના 'હીરો' બની ગયા છે. આ એથ્લિટ્સે પોતાની પરિસ્થિતિના રોદણા રોવાને સ્થાને મહેનતથી સ્વપ્ન સાકાર કર્યું છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સફળતા અપાવનારા આવા જ કેટલાક એથ્લિટ્સ પર પ્રેરણાત્મક સફરની વાત કરીએ...
મીરાબાઇ ચાનુ : જંગલમાં લાકડા વીણવા જતી ત્યારે ચૂલો સળગતો
દેખાવ : વેઇટલિફ્ટિંગમાં ગોલ્ડ
મણિપુરના નોંગપોક કાકચિંગ ખાતે જન્મેલી સાઇખોમ મિરાબાઇ ચાનુ છ ભાઇ-બહેનોમાં સૌથી નાની છે. તેના પિતા હજુ પણ ઇમ્ફાલમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં 'ફોર્થ-ગ્રેડ'ના કર્મચારી છે જ્યારે તેની માતા તેમના જ ગામમાં એક નાનકડી દૂકાન ચલાવે છે. થોડા વર્ષો અગાઉ સાઇખોમ મીરાબાઇ ચાનુની સ્થિતિ એટલી ખરાબ હતી કે પરિવારના તમામ સદસ્યો ભરપેટ જમી શકે તેવું ભાગ્યે જ બનતું. બાળપણમાં મીરાબાઇ ચાનુ તેના ભાઇ સાથે જંગલોમાં લાકડા વીણવા જતી અને ત્યારે જ ઘરનો ચૂલો સળગતો હતો. મીરાબાઇ ચાનુને હવે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસનો હોદ્દો મળે તેવી સંભાવના છે.
માનિકા બત્રા : મોડેલ નથી બનવું, મેડલ જીતવો છે
દેખાવ : ૨ ગોલ્ડ, ૧ સિલ્વર, ૧ બ્રોન્ઝ
કોમનવેલ્થ ગેમ્સ-૨૦૧૮માં પાકિસ્તાન માત્ર ૧ ગોલ્ડ જીતી શક્યું છે જ્યારે આપણા દેશની ટેબલ ટેનિસ પ્લેયર માનિકા બત્રાએ એકલા હાથે બે ગોલ્ડ જીત્યા છે. ૨૨ વર્ષીય માનિકાએ ચાર વર્ષની ઉંમરે સૌપ્રથમવાર ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં લીધું હતું. માનિકા ૧૬ વર્ષની થઇ ત્યારે તેને મોડેલિંગ માટે ઢગલાબંધ ઓફર આવવા લાગી હતી. પરંતુ આ તમામ ઓફરને તેણે 'નો થેન્ક્સ' કહીને ફગાવી હતી. તેનું લક્ષ્યાંક મોેડેલિંગ નહીં પણ દેશને મેડલ જીતવાનું હતું. ટેબલ ટેનિસમાં દેશનું નામ રોશન કરવા તેણે કોલેજમાંથી પણ ડ્રોપઆઉટ લઇ લીધો છે.
પૂનમ યાદવ : મીઠાઇ ખરીદવા પણ પૈસા નહોતા
વારાણસીની પૂનમ યાદવના પિતા ખૂબ જ નાના ખેડૂત છે. ૨૦૧૪માં ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીમાં કોઇ કચાશ રહી જાય નહીં માટે પૂનમના પિતાને ભેંસ વેંચવી પડી હતી. આ પછી પૂનમે ગ્લાસગોની કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો ત્યારે તેના પરિવાર પાસે મીઠાઇ ખરીદવા માટે પણ નાણા નહોતા. પૂનમે બાળપણથી પ્રેક્ટિસ કરવાની સાથે ખેતીમાં પિતા સાથે કામ પણ કર્યું છે. પિતાનું સ્વપ્ન હતું કે તેની પુત્રી પૂનમ કર્ણમ મલ્લેશ્વરી જેવી વેઇટલિફ્ટર બને. આ સ્વપ્ન સાકાર કરવા માટે તેના માતા-પિતાએ માત્ર એક ટંકનું ભોજન લીધું છે. મૂળ વારાણસીની પૂનમ યાદવ આ સંઘર્ષભરી સફર બાદ હાલ રેલવેમાં ટી.ટી.ઇ છે.
વિનેશ ફોગાટ : સમાજના વિરોધને 'ચિત્ત' કર્યો
દેખાવ : રેસલિંગમાં ગોલ્ડ મેડલ
થોડા સમય અગાઉ જેના જીવન પરથી ફિલ્મ બની હતી તે મહાવીર ફોગાટના નાના ભાઇની પુત્રી એટલે વિનેશ ફોગાટ. વિનેશની બંને બહેનો ગીતા-બબીતા કોમનવેલ્થ ગેમ્સમાં અગાઉ મેડલ જીતી ચૂકી છે.૨૩ વર્ષીય વિનેશનો જન્મ હરિયાણાના બલાલીમાં થયો હતો અને આ ગામ રૃઢિચુસ્ત માનસિક્તાથી ઘેરાયેલું હતું. રાજપાલ ફોગાટે પુત્રીને રેસલિંગ શીખવાડવાનું નક્કી કર્યું ત્યારે તેમને સમાજના વિરોધનો સામનો કરવો પડયો હતો. પુત્રીને રેસલિંગમાં ઊતારવા બદલ સમાજે તેમનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી હતી. પરંતુ મહાવીર ફોગાટ જેમ રાજપાલ પણ સમાજ સામે ઝૂક્યા નહીં. આજે એ સ્થિતિ છે કે જે સમાજ વિનેશનો વિરોધ કરતો હતો તે જ એમ કહીને ગર્વ લે છે કે, 'આ અમારા ગામની રેસલર છે...'
નીરજ ચોપરા આધુનિક સમયનો 'એકલવ્ય'
દેખાવ : જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ
પાણીપત પાસેના નાનકડા ગામ ખંદરાના નીરજ ચોપરા પાસે પાંચ વર્ષ અગાઉ પ્રેક્ટિસ માટે જેવલિન (ભાલો) ખરીદવા પણ પૂરતા નાણા નહોતા. પિતા સતિષકુમાર, કાકા ભીમસિંહે નાણા ઉછીના લઇને નીરજને રૃપિયા ૭ હજારનો કામચલાઉ ભાલો ખરીદી આપ્યો હતો. આ ભાલા દ્વારા તે દરરોજ આઠ કલાક પ્રેક્ટિસ કરતો. પર્સનલ કોચ રાખવો તેના માટે સ્વપ્ન સમાન હતું. જેના કારણે તેણે યુ ટયુબને કોચ બનાવી દીધા અને તેમાંથી વિડીયો જોઇને પોતાની રમત સુધારતો. આવી રીતે તેણે વિવિધ નેશનલ રેકોર્ડ પોતાને નામે કર્યા હતા. ૨૦ વર્ષીય નીરજે આ વખતે ૮૬.૪૭ મીટર સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મનુ ભાકર : બે વર્ષ પહેલા જ શૂટિંગમાં ઝંપલાવ્યું
દેખાવ : શૂટિંગમાં ગોલ્ડ મેડલ
મનુ ભાકરનો મિડલ ક્લાસ પરિવારમાં થયો છે પરંતુ તેની સફર ખૂબ જ રસપ્રદ છે. તેના પિતા મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર અને માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. હરિયાણાની ૧૬ વર્ષીય મનુએ બાળપણથી બોક્સિંગ, ટેનિસ, મણિપુરી માર્શલ આર્ટમાં કૌશલ્ય હાંસલ કર્યું હતું. એકવાર બોક્સિંગની સ્પર્ધા બાદ મનુના સૂજેલા હોઠ જોઇને માતાએ નક્કી કર્યું કે હવે મારે પુત્રીને આ રમતમાં નથી જ રાખવી. પુત્રીનો સ્પોર્ટ્સમાં રસ જોઇને માતા-પિતાએ તેને શૂટિંગમાં કોચિંગ અપાવવાનું નક્કી કર્યું. ૨૮ એપ્રિલ ૨૦૧૬ના મનુએ પ્રથમ વખત શૂટિંગની ગન ઉપાડી અને હવે તે છેલ્લા એક મહિનામાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.
અનિશ ભાનવાલા : ૧૫ વર્ષની ઉંમરે સફળતા
દેખાવ : શૂટિંગમાં ગોલ્ડ મેડલ
અનેક કિશોરોએ ૧૫ વર્ષની ઉંમરે કઇ કારકિર્દી પસંદ કરવી તેનો પણ નિર્ણય લીધો હોતો નથી. બીજી તરફ ૧૫ વર્ષીય અનિશે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જી દીધો છે. અનિશને કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડ એક્ઝામમાંથી ડ્રોર લેવો પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ સીબીએસઇ બોર્ડે તેને થોડા સમય બાદ દસમા ધોરણની પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી તેણે જુનિયર વર્લ્ડકપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. અનિશની બોર્ડની પરીક્ષા આવતા સપ્તાહે છે. તેણે જણાવ્યું કે, 'પૂરે સાલ પઢાઇ નહીં હુઇ હૈ...અબ બાકી કે ૧૦ દિન પઢાઇ પે હી ધ્યાન દેના હૈ...'
પ્રદીપસિંહ પિતાએ એકમાત્ર જમીન વેચી
દેખાવ : વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ
જલંધર જિલ્લાના નાનકડા ગામના પ્રદીપસિંહે બરાબર ૧૦ વર્ષ અગાઉ ૧૩ વર્ષની ઉંમરે પ્રથમવાર વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે ૨૭ કિગ્રા વજન ઉંચક્યું હતું. હવે તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦૫ કિગ્રા વજનજૂથની વેઇટલિફ્ટિંગમાં ૩૬૦ કિગ્રા વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો છે.પુત્રને કોચિંગમાં કોઇ અગવડ પડે નહીં માટે તેમણે પોતાની ખેતીની એકમાત્ર જમીન પણ વેચી દીધી હતી. તેના પિતાનું ચાર વર્ષ અગાઉ અવસાન થયું અને તેમનું એકમાત્ર સ્વપ્ન પુત્ર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું નામ રોશન કરે તે હતું.
કોમનવેલ્થ ગેમ્સ: ભારતને કયા રાજ્યમાંથી કેટલા મેડલ?

રેન્ક
|
રાજ્ય
|
ગોલ્ડ
|
સિલ્વર
|
બ્રોન્ઝ
|
કુલ
|
૧.
|
હરિયાણા
|
૦૯
|
૦૬
|
૦૭
|
૨૨
|
૨.
|
મહારાષ્ટ્ર
|
૦૫
|
૦૨
|
૦૧
|
૦૮
|
૩.
|
તામિલનાડુ
|
૦૪
|
૦૫
|
૦૨
|
૧૧
|
૪.
|
તેલંગાણા
|
૦૪
|
૦૧
|
૦૨
|
૦૭
|
૫.
|
આંધ્ર પ્રદેશ
|
૦૪
|
૦૨
|
૦૦
|
૦૬
|
૬.
|
દિલ્હી
|
૦૩
|
૦૧
|
૦૨
|
૦૬
|
૭.
|
મણિપુર
|
૦૩
|
૦૦
|
૦૦
|
૦૩
|
૮.
|
પશ્ચિમ બંગાળ
|
૦૨
|
૦૩
|
૦૦
|
૦૫
|
૯.
|
ઉત્તર પ્રદેશ
|
૦૨
|
૦૧
|
૦૨
|
૦૫
|
૯.
|
પંજાબ
|
૦૨
|
૦૧
|
૦૨
|
૦૫
|
૧૧
|
કર્ણાટક
|
૦૧
|
૦૧
|
૦૧
|
૦૩
|
૧૨.
|
ગુજરાત
|
૦૧
|
૦૦
|
૦૧
|
૦૨
|
૧૩.
|
બિહાર
|
૦૧
|
૦૦
|
૦૦
|
૦૧
|
૧૩.
|
કેરળ
|
૦૧
|
૦૦
|
૦૦
|
૦૧
|
૧૫.
|
ચંદીગઢ
|
૦૦
|
૦૧
|
૦૦
|
૦૧
|