ગુરુવાર, 20 ડિસેમ્બર, 2018


ઈસરોની વધુ એક સિદ્ધિઃ સંચાર ઉપગ્રહ જીસેટ ૭-એ સફળતાપૂર્વક લૉન્ચ કરાયો


જીએસએલવી એફ-૧૧ રોકેટની મદદથી અવકાશમાં મોકલેલા ૨,૨૫૦ કિલોના આ ઉપગ્રહથી ભારતીય વાયુસેનાની ક્ષમતા વધશે

અગાઉ ઈસરોએ નૌસેના માટે રુક્મિણી નામે ઓળખાયેલો જીસેટ ૭ લૉન્ચ કર્યો હતો, જે સમુદ્રમાં ચાંપતી રાખવા ઉપયોગી


 


ઈસરોએ બુધવારે સાંજે ૪:૧૦ કલાકે જીએસએલવી એફ-૧૧ રોકેટની મદદથી જીસેટ ૭-એ ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. ભારતીય વાયુસેનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી અવકાશમાં મોકલાયો હતો. હાલમાં જ ઈસરોએ સૌથી ભારે જી-સેટ ૧૧ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો હતો. એ પછી ઈસરોએ આ બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ છેલ્લાં ૩૫ દિવસમાં સફળતાપૂર્વ લૉન્ચ કરેલો આ ત્રીજો ઉપગ્રહ છે.

 

જીસેટ ૭-એ ૨,૨૫૦ કિલો વજન ધરાવતો સંચાર ઉપગ્રહ છે. એટલે કેઆ ઉપગ્રહની મદદથી હાઈટેક કોમ્યુનિકેશન થઈ શકશેજેનો સૌથી વધુ લાભ ભારતીય વાયુસેનાને મળશે. રોકેટ લૉન્ચ કર્યાની ૧૯ જ મિનિટમાં જિયોસિન્ક્રોનોસ લૉન્ચ વ્હિકલે જીસેટ ૭-એ ઉપગ્રહને સફળતાપૂર્વક ધરીમાં મૂકી દીધો હતો. આ ઉપગ્રહ ગ્રાઉન્ડ રડાર સ્ટેશનએરબેઝ અને એરબોર્ન અર્લી વૉર્નિંગ એન્ડ કન્ટ્રોલ એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવામાં પણ મદદરૃપ થશે. એટલું જ નહીંઆ જીસેટ ૭-એથી વાયુસેનાના ડ્રોન અને અનમેન્ડ એરિયલ વ્હિકલની ક્ષમતામાં પણ અનેકગણો વધારો થશે. આ ઉપગ્રહથી ભવિષ્યમાં એક હજાર જીબી સુધીની ઈન્ટરનેટ સ્પિડ પણ મળી શકે એમ છે.

 

આ પહેલાં ઈસરોએ ભારતીય નૌસેનાની ક્ષમતા વધારવાના હેતુથી 'રુક્મિણીનામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. જીસેટ રુક્મિણી પહેલો મિલિટરી કોમ્યુનિકેશન માટે તૈયાર કરાયેલો ઉપગ્રહ હતોજેનાથી નૌસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે. આ ઉપગ્રહની મદદથી જ નૌસેના ભારતીય સમુદ્ર સરહદોમાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકે છે.