શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2019

વુમન પાવર / એરફોર્સની 2 મહિલા પાયલટે ટેક્સી ટ્રેક પર વિમાન ઉતાર્યુ, હિના પહેલી મહિલા એન્જિનિયર


 military aircraft on the taxi track, heena jaiswal is the first wome pailot military aircraft on the taxi track, heena jaiswal is the first wome pailot

-     પાયલટ કમલજીત અને સાથી પાયલટ રાખીએ પેરેલલ ટેક્સી ટ્રેક પર ડોર્નિર ડી-228 વિમાન ઉતાર્યુ હતુ. 

-     બેંગ્લુરુમાં 20 ફેબ્રુઆરીએ યોજાનારા એરો ઈન્ડિયામાં તેનું પ્રદર્શન કરાશે

-     ભારતીય વાયુસેનાએ હિના જૈસવાલને પહેલી મહિલા ફ્લાઈટ એન્જિનયર તરીકે સામેલ


ભારતીય વાયુસેનાએ પશ્વિમ વાયુ કમાનનાં ઓટર્સ સ્ક્વોડ્રને ડોર્નિયર ડી-228 વિમાન પેરેલલને ટેક્સી ટ્રેક પર ઉતાર્યુ હતુ. સિરસામાં પહેલી વખત દેશની મહિલા સ્ક્વોડ્રનને સફળતાપૂર્વક અંજામ આપ્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ પંજાબની મહિલા ફ્લાઈટ લેફ્ટિનેન્ટ હિના જૈસવાલને એન્જિનયર તરીકે સામેલ કરી છે.

પાયલટ સ્કવોડ્રન લીડર કમલજીત કૌર અને સાથી પાયલટ સ્ક્વોડ્રન લીડર રાખી ભંડારીએ વિમાન ઉડાવી લેન્ડ કર્યુ હતુ. બેંગ્લુરુમાં 20 ફેબ્રુઆરીથી યોજાનારા એરો ઈન્ડિયા 2019માં તેનું પ્રદર્શન કરાશે. 
 
1.આ ઓપરેશન પડકાર સમાન છે
પેરેલલ ટેક્સી ટ્રેક ઓપરેશન અવરોધ રહિત કાર્યવાહી માટે ત્યારે ચલાવવામાં આવે છે, જ્યારે દુશ્મની કાર્યવાહી અથવા અન્ય કારણોસર રન-વે ઉપલ્બ્ધ ન હોઈ શકે. પીટીટી કાર્યવાહી પડકારરૂર હોય છે.કારણ કે પાયલટને રન-વે ઓછા પહોળા ટેક્સી ટ્રેક પરથી જ ઉડાડવાનું અને ઉતારવાનું હોય છે. 

2.હિના પહેલી મહિલા ફ્લાઈટ એન્જિનયર
મૂળ ચંદીગઢની રહેવાસી હિનાએ પંજાબ યુનિવર્સિટીમાંથી એન્જિયરીંગની ડિગ્રી પુરી કરી હતી. એક ફ્લાઈટ એન્જિયર તરીકે તેમણે થોડા સમય પછી વાયુસેના સંચાલિત હેલિકોપ્ટર ઈકાઈઓમાં તહેનાત કરાશે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાષ્ટ્રને અર્પણ કરી



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતની સૌથી પહેલી સેમી હાઇસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. વંદે ભારત ટ્રેન દિલ્હીથી વારાણસી 9 કલાક 45 મિનિટે પહોંચશે. આજે ટ્રેન મુસાફરી દરમિયાન કાનપુર અને પ્રયાગરાજ સ્ટેશન પર 40-40 મિનિટ રોકાશે જ્યા વિશેષ કાર્યક્રમ આયોજીત કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સેમી હાઇ સ્પીડ ટ્રેન 18નું નામ હાલમાં વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યુ છે. આ ટ્રેન વધુમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે, શતાબ્દી ટ્રેનોથી પણ સારી સુવિધા વંદે ભારત એક્સપ્રેસમાં રાખવામાં આવી છે. આ ટ્રેનનો હેતુ યાત્રિકોને એક નવો જ અનુભવ કરાવવાનો છે. વંદે ભારત ટ્રેન અન્ય ટ્રેનના મોડેલથી આ રીતે ખાસ છે.

વંદે ભારત ટ્રેન અન્ય ટ્રેનના મોડેલથી આ રીતે ખાસ છે: વંદે ભારતમાં કુલ 16 એસી કોચ બનાવાયા છે. જેમાં બે પ્રકારની એક્સિક્યુટિવ શ્રેણી રાખવામાં આવી છે. ટ્રેનમાં કુલ 1128 યાત્રિકો મુસાફરી કરી શકશે. વંદે માતરમ ટ્રેનનું નિર્માણ 'મેક ઇન ઇન્ડિયા'ની પહેલ પર ચેન્નાઇમાં ઇન્ટગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં કરવામા આવ્યુ છે. આ ટ્રેન દિલ્હીથી વારાણસીની વચ્ચે દોડશે. ભારતની સૌથી તેજ ટ્રેન તરીકે વંદે ભારત ટ્રેનની ગણના થશે અને આ ટ્રેનમાં મુસાફરી માટે 17 ફેબ્રુઆરીથી બુકિંગ પણ ચાલુ થઇ ગયુ છે.

નવી ટ્રેનનું નામ બદલવામાં આવ્યુ: રેલમંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ ટ્રેનનું નામ- ટ્રેન 18થી બદલીને વંદે ભારત એક્સપ્રેસ કરવાની જાહેરાત કરી હતી. દિલ્હી-વારાણસી માર્ગના એક ખંડ પર પ્રાયોગિક ધોરણે આ એક્સપ્રેસ ટ્રેન ટ્રાયલ રનમાં 180 કિમી પ્રતિ કલાકે દોડી હતી જે ભારતમાં આજ સુધીની સૌથી ઝડપી ટ્રેન તરીકે ઓળખવામાં આવી હતી. જો કે માર્ગમાં અનેક પ્રકારના નિયંત્રણોને કારણે વંદે માતરમ 130 કિ.મી પ્રકિ કલાક દોડી શકશે.

વંદે માતરમ દેશના પાટનગરથી સવારે 6 વાગે રવાના થઇને બપોરે 2 વાગે વારાણસી પહોંચશે. એ જ ટ્રેન વારાણસીથી ત્રણ વાગે શરૂ થઇને રાત્રે 11 વાગે દિલ્હી પહોંચશે. સોમવાર અને ગુરૂવારને છોડીને સપ્તાહમાં કુલ પાંચ દિવસ ટ્રેન દોડાવાશે. ટ્રેનમાં બે પ્રકારની મુસાફરોની શ્રેણી રાખવામાં આવી છે, AC CHAIRCAR CLASS-રૂ.1760 પ્રતિ વ્યકિત , EXECUTIVE CLASS-રૂ.3260 પ્રતિ વ્યક્તિ ભાડું નક્કી કરવામાં આવ્યુ છે. આ ભાડામાં ટ્રેનમાં અપાતા ભોજનની ખર્ચ પણ સમાવેશ કરાયો છે.

આ સુવિધા છે: 
ટ્રેનના દરવાજા ઓટોમેટિક રાખવામાં આવ્યા છે. 

તેમજ દરેક કોચમાં 2 ઇમરજન્સી સ્વિચ પણ છે.

ટ્રેન એન્જિન વગરની બનાવામાં આવી છે અને તેમાં કુલ 12 ચેક કાર ક્લાસ તેમજ 2 એક્સિક્યુટીવ ક્લાસ બનાવવામાં આવ્યા છે. 

બે કોચ ડ્રાયવર કારના પણ બનાવાયા છે. ટ્રેનની બેઠક ખાસ સ્પેનથી મંગાવીને ફિટ કરવામાં આવી છે. 

વિકલાંગ માટે વિશેષ બાથરૂમ અને નાના બાળકો માટે ખાસ સગવડ પણ આ ટ્રેનમાં બનાવાઇ છે. 

જો કોઇ ઇમરજન્સી હોય તો લોકો એક બટન દબાવીને ડ્રાયવર સાથે સીધી વાત પણ કરી શકશે. 

હા, આ ટ્રેનમાં ભોજનનો વિકલ્પ ફરજીયાત છે. બીજી સુપરફાસ્ટ ટ્રેનો- દુરંતો અને રાજધાની ટ્રેનોમાં ભોજનનો વિકલ્પ મરજીયાત છે.



ગૂગલે ડૂડલ દ્વારા ઉજવ્યો અભિનેત્રી મધુબાલાનો ૮૬મો જન્મ દિવસ

 

સુપ્રસિદ્ધ અભિનેત્રી મધુબાલાના ૮૬મા જન્મ દિવસની સર્ચ એન્જિન ગૂગલે ડૂડલ દ્વારા ઉજવણી કરી હતી. બેંગલોરના આર્ટિસ્ટ મુહમ્મદ સાજિદે આ ડૂડલ ક્રિએટ કર્યુ હતું. 
મધુબાલાનું સાચુ નામ મુમતાઝ જહાન બેગમ દેહલવી હતું અને તેમનો જન્મ ૧૯૩૩માં દિલ્હી ખાતે થયો હતો. 
બોમ્બે ટોકીઝ ફિલ્મ સ્ટુડિયો પાસેની એક વસતીમાં તેમનો ઉછેર થયો હતો અને માત્ર ૯ વર્ષની ઉંમરે તેમણે બેબી મુમતાઝ તરીકે ફિલ્મમાં કામ કર્યુ હતું. ૧૯૪૭માં માત્ર ૧૪ વર્ષની ઉંમરે તેમણે નીલ કમલ નામની ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો અને પોતાનું નામ બદલીને મધુબાલા કરી દીધુ હતું.
પોતાના માતા-પિતા અને ૪ બહેનોને આર્થિક રીતે મદદરુપ થવા તેઓ એક પછી એક પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા. ૧૯૪૯માં તેમણે ૯ ફિલ્મો કરી જે પૈકીની મહલ ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા અને બોક્સ ઓફિસ પર તે ફિલ્મ છવાઈ ગઈ હતી. કોમેડી, ડ્રામા અને 
રોમેન્ટિક ફિલ્મોમાં તેમની અદાકારીના જાદુને કારણે તેઓ હિંદી ફિલ્મોના મેરલિન મનરો તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે હાફ ટિકિટ, મુઘલ-એ-આઝમ, ચલતી કા નામ ગાડી, મિ. એન્ડ મિસિઝ ૫૫, હાવરા બ્રિજ અને બરસાત કી રાત સહિત ૭૦ જેટલી ફિલ્મોમાં કામ કરેલું.
૧૯૫૨માં થિએટર આર્ટ્સ મેગેઝિને તેમને વિશ્વની સૌથી મોટી અદાકારાનું બિરુદ આપ્યુ હતું. પોતાના૩૬મા જન્મ દિવસની ઉજવણી બાદ ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯ના રોજ તેમનું નિધન થયુ હતું.