ગુરુવાર, 16 ઑગસ્ટ, 2018


પ્રજાને સતાવતો પ્રશ્ન: 15 ઓગષ્ટ 1947નો દિન પોરબંદર ભારત સંઘમાં ભળશે કે કેમ?



સૌરાષ્ટ્રના સાગર કિનારે વસેલું પોરબંદર આઝાદી પૂર્વે જેઠવા વંશના રાજવીઓ દ્વારા શાસિત રાજ્ય હતું. જેઠવા વંશના રાણા હાલોજી એ 1804 માં રાજગાદી સંભાળ્યા બાદ આસપાસની રીયાસત જૂનાગઢ અને નવાનગર સાથેના સંઘર્ષમાંથી બચવા કાઠીયાવાડ બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે રાજતાંત્રિક કરાર કર્યો હતો જે પાછળથી વોકર કરાર તરીકે ઈતિહાસમાં પ્રખ્યાત થયો હતો. આ કરાર કરતાની સાથે જ પોરબંદર બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે જોડાયેલું રાજ્ય બની ગયું હતું. પાછળથી ભારતની આઝાદીની ચળવળ પૂરજોશમાં ચાલતા પોરબંદરમાં પણ આઝાદીની ચળવળનો પવન ફૂંકાવા લાગ્યો હતો.
પોરબંદર ભારત સંઘમાં ભળી જશે તેવો સંકેત મળતા ખુશી છવાઈ

પોરબંદર રાજ્ય દ્વારા ડામી દેવાના પ્રયત્નો કરાતા જ્યારે અંગ્રેજોએ ભારતને 15 મી ઓગષ્ટ 1947 ના રોજ આઝાદી આપવાનું જાહેર કર્યું ત્યારે પોરબંદર રાજ્ય ભારતસંઘમાં ભળશે કે પછી સ્વતંત્ર રાજ્ય બનવાનું પસંદ કરશેતે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો હતો. 

પરંતુ પોરબંદરના મહારાણાએ 14 મી ઓગષ્ટ 1947 ના રોજ 15 અને 16 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરતા પોરબંદરની પ્રજાને પોરબંદર ભારત સંઘમાં ભળી જશે તેવો સંકેત મળતા ખુશી છવાઈ ગઈ હતી. આ ખુશીની સાથે પોરબંદરમાં 14 મી ની રાત્રે પોરબંદર શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

સુદામાજી મંદિરમાં ભરચક્ક માનવમેદની સમક્ષ ધ્વજપૂજન કરાયું

મધ્યરાત્રી બાદ તા. 15મી નો પ્રારંભ થતા સુદામાજી મંદિરમાં ભરચક્ક માનવમેદની સમક્ષ ધ્વજપૂજન કરાયું હતું. વહેલી સવારે 7:30 કલાકે પ્રભાતફેરી નીકળી મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન આગળ પહોંચી હતી. બાદમાં રાષ્ટ્રધ્વજવંદનની વિધી કરાઈ હતી. બાદમાં તુરંત જ ક્રિકેટ પેવેલીયન પરથી ભવ્ય સરઘસ યોજવામાં આવ્યું હતું. આ સરઘસ ગાંધીજીના જન્મસ્થળ પાસેથી થઈ 9:30 કલાકે સુદામા ચોકમાં પહોંચ્યું હતું અને પોરબંદરના યુવરાજ દરબારગઢમાં શહેરીજનોના મોટા સમુદાય અને અધિકારી વર્ગ સાથે રાજ્યની ગાદીના દર્શન કરી સુદામાચોકમાં પહોંચ્યા ત્યારે રાષ્ટ્રધ્વજ અને રાજધ્વજ નું આરોહણ કરી વંદન કર્યું ત્યારે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલમાં નગરજનોની ખાસ સભા મળી

આ વખતે સ્ટેટ મિલ્ટ્રી દ્વારા બેન્ડ સલામી આપવામાં આવી હતી તેમજ સુદામા મંદિરમાં પ્રભુસ્તવન કરવામાં આવ્યું હતું. સાંજના 5 કલાકે મ્યુનિસીપાલીટીની જનરલ કમીટીની ખાસ બેઠક મળી હતી અને 5:30 વાગ્યે ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલમાં નગરજનોની ખાસ સભા મળી હતી. રાત્રીએ સુદામા મંદિરહનુમાન ચોક ફૂવારો (જુનો ફૂવારો)ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલ તથા મ્યુનિસીપલ હોલને રોશનીથી શણગારી દેવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસના બીજા દિવસે સાંજના સમયે ધી મીકોનકી ક્લબમાં એટ હોમ રાખવામાં આવ્યું હતું. ત્યાં નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્નેહ સંમેલન તથા ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


ગાંધીનગર Dy.SP સોલંકીને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક



ગાંધીનગર જિલ્લા પોલીસમાં હેડ કવાર્ટર તરીકે ફરજ બજાવતા એમ જે સોલંકીનું નામ જાહેર થયુ છે.

ગુજરાત પોલીસ વિભાગમાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને સ્વતંત્ર પર્વ નિમીતે રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક વિજેતા તરીકે જાહેર કરવામાં આવે છે. જેમાં ગાંધીનગર જિલ્લા પોલીસમાં હેડ કવાર્ટર તરીકે ફરજ બજાવતા એમ જે સોલંકીનું નામ જાહેર થયુ છે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર એમ જે સોલંકીએ રાજકોટનાં કસ્ટોડીય ડેથમાં સારી કામગીરી કરી હતીવિધાનસભામાં સાર્જન્ટ તરીકેની સારી કામગીરી રહી હતી અને સરકારે પ્રસંશા કરી હતી.

અમદાવાદમાં લતીફ એન્કાઉન્ટર બાદ નિર્માણ થયેલા તોફાનોમાં સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવીને સારી કામગીરી કરી હતીઅડાલજ પીઆઇ હતા ત્યારે ચાંદી લૂંટ કેસમાં ડીટેકશન સહિતની મહત્વની પ્રસંશનીય કામગીરી બજાવી છે.

મહેસાણાના ASIનુ 15મી ઓગ્સ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માન

Mehsana's ASI Rahmatullah Khan will be honored with President's Medal today

મહેસાણા જિલ્લા પોલીસ મા છેલ્લા 24વર્ષની ફરજ દરમિયાન લૂંટ, હત્યા સહિત 225 જેટલા ગંભીર ગુનાઓ ઉકેલનારા જિલ્લા પોલીસના નિષ્ઠાવાન સૈનિક એવા એએસઆઇ રહેમતુલ્લાખાન બહેલીમને 15મી ઓગસ્ટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાશે.

મૂળ ખેરાલુના શિક્ષક પુત્ર રહેમતુલ્લાખાન આજમખાન બહેલીમ તેમના દાદાની જેમ પોલીસ ખાતામાં જોડાવાની મહેચ્છા વચ્ચે ગ્રેજ્યુએશન બાદ વર્ષ 1994માં મહેસાણા જિલ્લા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. તેમણે બહુચરાજીમાં બેંક રોબરી બાદ થયેલી હત્યાનું પગેરું શોધવાથી માંડી ઉમતા જૈન દેરાસરમાંથી કિંમતી મૂર્તિ ચોરીનો ભેદ ઉકેલી ટોળકીને ઝડપી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



શા કારણે તિરંગામાંથી ચરખો કાઢી ભૂરા રંગના 24 આરાવાળું ચક્ર રખાયું ?
Image result for india flag

15મી ઓગસ્ટ એટલે દેશની આઝાદીનું પર્વ. ત્યારે આજની પેઢીના બાળકો અને યુવાનોને કદાચ જાણ નહીં હોય જે આઝાદી બાદ ભારતના રાષ્ટ્ર ધ્વજમાં ચરખાને બદલે અશોક ચક્ર ની જેમ પસંદગી કરવામાં આવીઆનો એક રસપ્રદ ઈતિહાસ છે. આમ તો મહાત્મા ગાંધીજીની પ્રિય અને આઝાદીના જંગમાં જનજાગૃતિ માટે મહત્ત્વનું પરિબળ બનનારા ચરખાને બદલે અશોક ચક્રને લાવવામાં એક મુખ્ય કારણ એ હતું કે નિયમ મુજબ રાષ્ટ્રધ્વજ પરનું ચિત્ર બંને તરફથી એક સરખું દેખાવું જોઈએ જેથી ચરખાનું ચિહ્ન દૂર કરવામાં આવ્યું અને તિરંગામાં અશોક ચક્રને વિધિવત માન્યતા મળી ગઈ.

ધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ 2:3

ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી બંધારણ સભાએ આઝાદ ભારત માટે રાષ્ટ્રધ્વજ નક્કી કરવા ડો.રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં પંડિત જવાહરલાલ નહેરુ અને ડૉ. આંબેડકરની બનેલી રાષ્ટ્રધ્વજ સમિતિની રચના કરી હતી. અનેક સંગઠનો રાજપુરુષો અને અગ્રણીઓ પાસેથી અભિપ્રાયો મેળવ્યા બાદ તેના રચયિતાના દર્શન મુજબ કેસરી રંગ ત્યાગ અને બલિદાનસફેદ રંગ શાંતિસમાનતા અને સત્ય તેમજ લીલો રંગ શ્રદ્ધાસમૃદ્ધિ અને અહિંસાનું દર્શન કરાવે છે. ભારતના રાષ્ટ્ર ધ્વજમાં સઘળા પહોળાઇ સરખી છે. ધ્વજની લંબાઈ અને પહોળાઈ નું પ્રમાણ 2:3 છે.

નિયમાનુસાર ધ્વજ પરની ચિહ્ન બન્ને તરફથી એક સરખું દેખાવું જોઈએ

ધ્વજ પરનું પ્રતિક સારનાથ ખાતે અશોક સ્થંભની શીર્ષ પરના ચક્રની સાદૃશ્ય પ્રતિકૃતિ છે. વચલા સફેદ રંગના પટ્ટા જેટલી પહોળાઈમાં ઘેરા ભૂરા રંગના 24 વાળા ચક્ર સાથેનો ધ્વજ ઇ.સ. 1947 ની 22મી જુલાઇએ બંધારણ સભાએ વિધિવત રીતે સ્વીકાર્યો હતો. રાષ્ટ્રધ્વજ સમિતિએ ચરખાને બદલે અશોક ચક્ર નું સૂચન કર્યું કારણ કે નિયમાનુસાર ધ્વજ પરની ચિહ્ન બન્ને તરફથી એક સરખું દેખાવું જોઈએ તેથી ચરખો દૂર થયો.

સંસદ ભવનના સેન્ટ્રલ હોલ પર બંદુકની સલામી સાથે સૌ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો

14 ઓગસ્ટ, 1947ની મધ્યરાત્રીએ વિધાનસભા દ્વારા સત્તા ગ્રહણ ની પ્રસ્તાવના બાદ સરોજિની નાયડુની ગેરહાજરીમાં શ્રીમતી હંસાબેન મહેતા (ડૉ જીવરાજ મહેતાના પત્ની) તરફથી બંધારણ સભાને આ ઝંડો ભેટ આપ્યો અને 15 ઓગસ્ટ, 1947ના દિવસે ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટનનાં પ્રવચન બાદ સંસદ ભવનના સેન્ટ્રલ હોલ પર બંદુકની સલામી સાથે સૌ પ્રથમ વખત ફરકાવવામાં આવ્યો હતો.



આઝાદી પછી લંડન તરફથી ભારતને મળી અત્યાર સુધીની સૌથી મોટી ભેટ
 
ભારતના સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન બુધવારે લંડન મેટ્રોપોલિટન પોલીસ તરફથી એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. બિહારમાં નાલંદાના એક સંગ્રહાલયમાંથી લગભગ 60 વર્ષ પહેલા ચોરી કરાયેલી બુદ્ઘની 12મી સદીની એક કાંસ્ય મૂર્તિ લંડન પોલીસે ભારતને પરત કરી છે. ચાંદીની હાથ કારીગરીવાળી આ કાંસ્ય મૂર્તિ 1961માં નાલંદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા (ASI)ના એક સંગ્રહાલયમાંથી ચોરી કરાયેલી 14 મૂર્તિઓમાંથી એક છે.

લંડનમાં હરાજી માટે સામે આવ્યા પહેલા તે વર્ષો સુધી ઘણા લોકો પાસે આવી ચૂકી હતી. મેટ્રોપોલિટન પોલીસ અનુસાર ડીલર અને માલિકે આ મૂર્તિ વિશે જણાવ્યું કેઆ તે જ મૂર્તિ છે તે ભારતમાંથી ચોરી કરવામાં આવી હતી. ત્યારે તેમણે પોલીસની કલા અને પુરાતત્વ ખાતા સાથે સહયોગ કર્યો અને તેને ભારતે પાછી આપવા માટે રાજી થઈ ગયા.