સોમવાર, 18 ફેબ્રુઆરી, 2019

પ્રધાનમંત્રીએ હઝારીબાગ, દુમકા અને પલામુમાં મેડિકલ કોલેજના ભવનોનું ઉદ્દઘાટન કર્યું

Image result for pm inaugurates palamu,hazaribagh,dumka
-     બિહારથી  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા.  તેમણે  હજારીબાગમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જલાપૂર્તિ, સ્વચ્છતા સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કહ્યું હતું.
બિહારથી  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડની મુલાકાતે પહોંચ્યા હતા.  તેમણે  હજારીબાગમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, જલાપૂર્તિ, સ્વચ્છતા સંલગ્ન અનેક પરિયોજનાઓનું લોકાર્પણ કહ્યું હતું. તેમાંની ઘણી યોજનાઓથી , રાજ્યની જનજાતિય જનસંખ્યાને, સુવિધાઓ મળવાની આશા છે. પ્રધાનમંત્રીએ હઝારીબાગ , દુમકા અને પલામુમાં ,મેડિકલ કોલેજના ભવનોનું ઉદ્દઘાટન કર્યું હતું.  હજારીબાગમાં તેમણે આચાર્ય વિનોબા ભાવે ,જનજાતિ અધ્યયન કેન્દ્રનું ,ખાતમૂર્હુત કર્યું હતું.  
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઝારખંડ, દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારત પીએમ જયના પ્રારંભનું ,સાક્ષી બન્યું છે. સાહિબગંજમાં પણ તેમણે ,પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું હતું. 



આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

- આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રીની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી ભારતની મુલાકાતે છે. આજે તેમણે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને દેશોના હિતો સાથે જોડાયેલ  તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મોરિસિયો માક્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. જેમાં અનેક મહત્વપૂર્ણ સમજૂતિઓ પર હસ્તાક્ષર થયા છે. 
ભારત અને આર્જેન્ટિના વચ્ચેનાં રાજનાયિક સંબંધોને 70 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. બંને નેતાઓ વચ્ચે  દ્વિપક્ષીય હીતોને લઈને અનેક ક્ષેત્રોમાં સમજૂતિ થઈ છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ માક્રીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ યાત્રા દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધો વધારે મજબૂત થશે. મહત્વનું છે કે આર્જેન્ટિના આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ફ્રેમ વર્ક સમજૂતી પર હસ્તાક્ષર કરનાર બોત્તેરમો દેશ બન્યો છે. આર્જેન્ટિનાના વિદેશમંત્રી જ્યોર્જ ફોરીએ આ ફ્રેમવર્ક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે.