બુધવાર, 21 નવેમ્બર, 2018


સુરત: IITઇન્દોરમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં વેદાંત અગ્રવાલને ભારતના રાષ્ટ્રપતિએ સુવર્ણપદકથી સમ્માનિત કર્યો

 
IITઇન્દોરમાં 19 નવેમ્બર 2018માં છઠ્ઠા દીક્ષાત સમારોહ માં કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જીનીયરીંગ વિભાગમાં સુરતના વેદાંત અગ્રવાલને ભારતના રાષ્ટ્રપતિ સુવર્ણપદકથી સમ્માનિત કરવામાં આવ્યો હતો. આ સમ્માન મેળવીને વેદાંતએ સુરતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું હતું.
સુરતના વેસુ વિસ્તારમાં રહેતા ચન્દ્રપ્રકાશ અને મનીષા અગ્રવાલના પુત્ર વેદાંત આ પ્રતિષ્ઠિત પદક મેળવનાર સુરતથી પ્રથમ અને ગુજરાતના બીજો વિદ્યાર્થી છે. વેદાંતએ સુરત માંથી શાળાનું શિક્ષણ પૂર્ણ કરી 10 માંથી 10 સીજીપીએ અને 12 માં ધોરણ માં 94 ટકા મેળવ્યા હતા. અને હાલમાં યુનીવર્સીટી ઓફ ઇલેનોઈસ એટ ઉર્બના યુ.એસ.એ માં કોમ્પ્યુટર વિજ્ઞાન અને એન્જીનીયરીંગમાં એમ એસ કરી રહ્યો હતો.પરંતુ તેઓ પોતાના જીવનના આ મહત્વપૂર્ણ ક્ષણના ભાગીદાર બનવા તે ભારત આવ્યો છે. 

વેદાંતને રાષ્ટ્રપતિ સ્વર્ણ પદક સ્નાતક બેચમાં IITના દરેક વિભાગોમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આપવામાં આવ્યો છે. વેદાંતએ 9.74 જેટલા ઉચ્ચ સીજીપીએ સ્કોર સાથે બેચમાં બધા થી પ્રથમ રહ્યા હતા.