Wednesday, 12 August 2020

 વિશ્વ હાથી દિવસની ઉજવણી

World Elephant Day (12th August) | Days Of The Year

હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ

12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ હાથી દિવસની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે હાથીની વિશેષતાઓ અંગેની માહિતી આપતું પોર્ટલ શરૂ કરાવ્યું અને હાથીઓના રક્ષણની પદ્ધતિઓ અંગે દસ્તાવેજ જાહેર પણ કર્યો હતો. વર્ષ 2012માં આજના દિવસે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. આફ્રિકા અને એશિયાના હાથીઓ પર આચરાતી ક્રુરતા, તેમની સાથે થતો અયોગ્ય વ્યવહાર, હાથીઓના નિવાસ સ્થાનને પહોંચેલુ નુકસાન તથા હાથીઓનો શિકાર જેવા મહત્વના મુદ્દાઓ બાબતે લોકજાગૃતિ કેળવવી અને હાથીઓનું મહત્વ સમજાવવું તે વિશ્વ હાથી દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છે.

દેશમાં હાથીઓની સ્થિતિ વિશે વાત કરીએ તો, હાથીઓ માટે સૌથી પહેલા રિઝર્વ સિંહભૂમ હાથી રિઝર્વ ઝારખંડમાં જાહેર કરાયો હતો. દેશના 14 રાજ્યમાં અંદાજે 65000 વર્ગ કિલોમીટર હાથીઓ માટે રિઝર્વ છે.

જંગલમાં રહેતા હાથીઓના સંરક્ષણ માટે વન્યજીવ કોરિડૉર જરૂરી છે, આજે દેશભરમાં હાથીઓ માટે 101 કોરિડૉર છે. આ સાથે દેશમાં અંદાજે 2700 બંધક હાથીઓનો ડીએનએ પ્રોફાઈલિંગ અને ડેટાબેસ તૈયાર થાય છે. જેના પગલે ગેરકાયદેસર બંધક બનાવાયેલા હાથીઓમાં જંગલી હાથીઓ સામેલ નહીં થઈ શકે..

 

Tuesday, 11 August 2020

 મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી

કોરોના મહામારીને કારણે આ વર્ષે મૌન સભા અને રેલી રખાઈ મોકુફ, મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને અપાય છે શ્રધ્ધાંજલિ

મોરબીની મચ્છુ જળ હોનારતની આજે 41મી વરસી છે. 11 ઓગસ્ટ 1979ના રોજ થયેલા જળ હોનારતમાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

પંરતુ પ્રવર્તમાન કોરોનાની મહામારીને કારણે આ વર્ષે મૌન સભા, રેલીને મોકૂફ રાખવામાં આવી છે. જો કે મચ્છુ જળ હોનારતના સમયે એટલે કે બપોરના સાડા ત્રણ કલાકે મોરબી નગરપાલિકા દ્વારા 21 સાયરન વગાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

૧૧ ઓગસ્ટ ૧૯૭૯નો એ ગોઝારો દિવસ જ્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ- ૨ ડેમ અવિરત વરસી રહેલા વરસાદના પ્રવાહને ઝીલવી નહીં શકતા ડેમ તૂટ્યો હતો અને તારાજી સર્જાઈ હતી. આ તારાજીના ભયાનક દ્રશ્યોને યાદ કરીને મોરબીવાસીઓ આજે પણ થરથર કાપવા લાગે છે. હસતું ખેલતું અને આબાદ મોરબી માત્ર બે કલાકમાં સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે દરવર્ષે હોનારતનો દિવસ આવે ત્યારે ગુમાવેલા સ્વજનોને યાદ કરી લોકોની આંખો છલકાઈ જાય છે.

 

Monday, 10 August 2020

 આંદામાન નિકોબાર દ્વીપ સમુહ માટે સબમરીન કેબલ કનેક્ટીવિટીનો શુભારંભ

Work on undersea cable to connect Andamans to begin in December ...

ચેન્નઇથી 2300 કિલોમીટર લાંબા કેબલ દ્વારા આંદામાન નિકોબારને મળશે હાઇસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટવિટી, હાઇસ્પીડ બ્રોડબેન્ડથી દ્વીપના વિકાસને મળશે નવી દિશા: PM

દેશના માળખાગત વિકાસને વધુ વેગ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઇથી પોર્ટબ્લેયરને કનેક્ટેડ 2300 કિલોમીટર લાંબી સબમરીન ઓપ્ટીકલ ફાયબરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઓપ્ટિકલ ફાયબરથી આંદામાન નિકોબારના 12 જેટલા ટાપુઓને 4જી કનેક્ટીવિટી મળશે જેને કારણે સમગ્ર વિસ્તારનો વિકાસ થશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટાપુના સમૂહને માત્ર ઇન્ટરનેટ કનેક્ટવીટી જ નહીં પરંતુ આર્થિક વિકાસને પણ વેગ મળશે તેનો ફાયદો સમગ્ર દેશને થશે.

સબમરીન કેબલ પોર્ટબ્લેયર, લિટલ આંદામાન, કાર્નિકોબાર, કામોટા, ગ્રેટ-નિકોબાર, ગ્રેટ આયલેન્ડ, અને રંગટ સાથે જોડાશે.

આ યોજનાની આધારશીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર માદીએ 30 ડિસેમ્બર 2018ના રોજ રાખી હતી.

 

શીતળા સાતમSunday, 9 August 2020

 સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા કરી મોટી જાહેરાત

101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર સંરક્ષણ મંત્રાલય લગાવશે પ્રતિબંધ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને આપી માહિતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ટવીટ કરીને જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવા ભલામણ કરશે. સંરક્ષણમંત્રીએ જે 101 સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર ચોક્કસ મુદત માટે પ્રતિબંધ મુકાવા જઇ રહ્યો છે તેની યાદી પણ આપી હતી. આ અંગે નિષ્ણાંતોનું માનવું છે કે, 101 જેટલા સંરક્ષણ ઉપકરણોની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવતાં તેના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ મળશે. ખાનગી ક્ષેત્ર પણ તેમાં યોગદાનની સાથે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

 

 મુખ્યમંત્રીની "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા સંવાદ

કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીમાં સીધા સંકળાયેલા અને કોરોના સામેના જંગમાં પોતાનું જીવન હારી ચૂકેલા 35 દિવંગત કર્મયોગીઓના પરિવારજનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. "મોકળા મને " શીર્ષક હેઠળ યોજાયેલા આ સંવાદમાં દિવંગત કોરોના વોરિયર્સના પરિવારજનો માટે મુખ્યમંત્રીએ મહત્વની જાહેરાત કરી હતી. 

જે અંતર્ગત પોતાનું આવાસ ન હોય તેવા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને સરકારી યોજનાના આવાસ ફાળવણીમાં અગ્રતા અપાશે. એટલે કે, ડ્રો વિના તેમને આવાસ ફાળવાશે. સાથે જ માં અમૃતમ, માં વાત્સલ્યમ યોજના અન્વયે રૂ.3 લાખ સુધીની આરોગ્ય સારવાર મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને અપાશે.

વિશ્વ આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે ઉજવાયો આદિવાસી દિવસ

વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગ રૂપે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી અને માસ્ક સાથે આદિવાસી દિવસ ઉજવાયો હતો. નર્મદા જિલ્લાના આદિવાસીઓને તેમની કુશળતા મુજબ અલગ અલગ પ્રશસ્તિપત્રો આપવામાં આવ્યા હતા. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આદિવાસી શબ્દ રદ કરવાની છોટુભાઈ વસાવાની વાતમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, તેમાં સમાજે માનસિકતા બનાવવી પડે. મારા આદિવાસી ભાઈ-બહેનો પણ પછાતમાંથી સામાન્યમાં જોડાય અને પછાત વિસ્તાર તરીકે વિકસિત વિસ્તાર તરીકે તેને ઓળખવામાં આવે આ સરકારની અને સમાજની પણ ફરજ છે.