શનિવાર, 9 ઑક્ટોબર, 2021

 તાતા સન્સ એર ઇન્ડિયાના ફરી “મહારાજ’”







સોલ્ટ ટુ સોફ્ટવેર ટુ એર

૧૯૩૨માં JRD એ સ્થાપેલી એર ઇન્ડિયા ૧૯૫માં રાષ્ટ્રીયકરણના ૬૮ વર્ષ બાદ તાતા સન્સની ઝોળીમાં.

સરકારની રિઝર્વ પ્રાઇસ ૧૨,૯૦૬ કરોડ હતી, જ્યારે તાતાની રૂ.૧૮,૦૦૦ કરોડની બીડ મંજૂર થઈ હતી.

તાતા એર ઇન્ડિયા રૂ.૧૫,૩૦૦ કરોડનું ભારતનું દેવું ચૂકવશે.

ડિસેમ્બર મહિના સુધિમાં તાતા સન્સને એર ઇન્ડિયાનો સંપુર્ણ કબજો સોંપી દેવામાં આવશે.કેંદ્રીય ગૃહમંત્રી અમિતશાહ, નાણમંત્રી નિર્મલા સીતારમન, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બનેલી મંત્રીઓની સમિતિએ તાતા સન્સને મંજૂરી આપી હતી.

Ø  તાતા એરલાઇન્સની સ્થાપના:-

તાતા એરલાઇન્સની સ્થાપના જેઆરડી તાતાએ કરી હતી.૧૯૪૬માં એર ઇન્ડિયા તરીકે તેનું લિસ્ટિંગ થયું.૧૯૫૩માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયુ હતું. તેમણે કંપનીના વડાપદે ચાલુ રહ્યા હતા.૧૯૭૭માં જનતા સરકાર આવી ત્યારે મોરાર્જી દેસાઇ ની સરકાર બની ત્યારે જેઆરડી તાતાને આ પદેથી હટાવી દેવામાં આવ્યા.

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો