શુક્રવાર, 23 જૂન, 2017

INTERNATIONAL OLYMPIC DAY…

Olympic Day Run is an international Olympic Movement activity promoting mass participation of sports held in June organized by National Olympic Committees (NOCs).

The International Olympic Committee (IOC) was formally established on 23 June 1894 through the efforts of Pierre de Coubertin promoting competitive sport as a revival of the ancient Olympic Games.


પ્રથમ ભારતીય મહિલા રેસલર કવિતા દલાલ ની પસંદગી થઈ... 


દક્ષિણ એશિયા રમતોમાં સુવર્ણચંદ્રક મેળવનારી કવિતા દલાલને મેઈ યંગ ક્લાસિક સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે.

કવિતા WWEનાં આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાવાળી પહેલી મહિલા પહેલવાન છે. WWE દ્વારા ગુરુવારે આ ઘોષણા કરાઇ હતી.

કવિતા પૂર્વ WWE હેવી વેટ ચેંપિયન ધ ગ્રેટ ખલીની સ્ટુડંટ છે. તેણે ખલીની જાલંધરસ્થિત એકેડમીમાં ટ્રેનિંગ લીધી છે. આ વિશે કવિતાએ જણાવ્યું કે,’હું WWEની પ્રથમ ભારતીય મહિલા કન્ટેસ્ટન્ટ બનવાને કારણે ગર્વ અનુભવી રહી છું. હું ઇચ્છિશ કે અન્ય લોકો પણ મારાથી પ્રેરિત થાય.

કવિતા દલાલ હરીયાણા ના જિંદ (JIND) ગામના વતની છે.


ઉત્તરાખંડ અને હરિયાણા ખામિ મુક્ત રાજ્યો તરીકે જાહેરા થયા...



સ્વચ્છ ભારત મિશન ગ્રામિન (એસબીએમ-જી) હેઠળ, ગ્રામીણ ઉત્તરાખંડ અને ગ્રામીણ હરિયાણાને ચોથી અને પાંચમી ઓપન ડીફીકેશન ફ્રી (ઓડીએફ) સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પહેલેથી, સિક્કિમ, હિમાચલપ્રદેશ અને કેરળ, ઓડીએફ જાહેર કરવામાં આવ્યા છે.

ઉત્તરાખંડમાં 13 જિલ્લા, 95 બ્લોક્સ, 7256 ગ્રામ પંચાયતો અને 15751 ગામો છે જ્યારે હરિયાણામાં 21 જીલ્લા, 124 બ્લોક્સ અને 6083 ગ્રામ પંચાયતો છે. આ તમામને ઓડીએફ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે દેશના ઓડીએફ રાજ્યોની કુલ સંખ્યા 2 થી વધુ ગામોમાં અને સમગ્ર દેશમાં 147 જીલ્લાઓને આવરી લેતા 5 થી વધી છે.

સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) ની શરૂઆત ઓક્ટોબર 2014 માં કરવામાં આવી હતી જેણે સાર્વત્રિક સ્વચ્છતા કવરેજ પ્રાપ્ત કર્યું અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.


30 સ્માર્ટ સિટી...

ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, રાજકોટ અને દાહોદને સ્માર્ટ સિટી લિસ્ટમાં સ્થાન મળ્યુ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આજે ચોથું સ્માર્ટ સિટીનું લિસ્ટ જાહેર કરી દીધું છે.

ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના 30 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, રાજકોટ અને દાહોદનો સમાવેશ કર્યો છે. આ પહેલા રજૂ કરવામાં આવેલા 3 સ્માર્ટ સિટીના લિસ્ટમાં અમદાવાદ, વડોદરા અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, હવે ગુજરાતના કુલ 6 શહેરોને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે.  

કેન્દ્ર સરકારે દેશમાં કુલ 98 શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારની આ યોજના અંતર્ગત અત્યાર સુધી 3 લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. પહેલા રાઉન્ડના લિસ્ટમાં 20 સ્માર્ટ સિટી, બીજા રાઉન્ડના લિસ્ટમાં 13 સ્માર્ટ સિટી અને ત્રીજા રાઉન્ડના લિસ્ટમાં 27 સ્માર્ટ સિટીના નામ જાહેર કરવામાં આવ્યા છે. ચોથા સ્માર્ટ સિટીના લિસ્ટમાં દેશના વધુ 30 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્માર્ટ સિટી મિશન એ કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે, જે 100 શહેરોને આવરી લેશે અને તેની મુદત પાંચ વર્ષ (2015-16 થી 2019-20) છે. 

સ્માર્ટ સિટી ના મુખ્ય 10 આંતરમાળખાકીય ઘટકો છે જેમ કે પર્યાપ્ત પાણી પુરવઠો; ખાતરી વીજળી પુરવઠો; સ્વચ્છતા, ઘન કચરાના વ્યવસ્થાપન સહિત; કાર્યક્ષમ શહેરી ગતિશીલતા અને જાહેર પરિવહન; પોષણક્ષમ હાઉસિંગ, ખાસ કરીને ગરીબો માટે; મજબૂત આઇટી જોડાણ અને ડિજિટલકરણ; સુશાસન, ખાસ કરીને ઈ-ગવર્નન્સ અને નાગરિકની ભાગીદારી; ટકાઉ વાતાવરણ; નાગરિકોની સલામતી અને સુરક્ષા, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો; અને આરોગ્ય અને શિક્ષણ.

શ્રી હરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરઝનું ત્રીજુ સ્પેશ શટલ લોન્ચ કરાયુ

આજે આંધપ્રદેશના શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસ શટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ. લેટેસ્ટ રિમોટ સેન્સિંગ સેટેલાઈટના લોન્ચિંગથી ટેરરિસ્ટ કેમ્પ અને દુશ્મનોના બંકર્સ શોધવામાં વધારે મદદ મળશે. આ સિરિઝમાં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટનું રિઝોલ્યૂશન 0.8 મીટર હતું. ત્રીજા સેટેલાઈટનું રિઝોલ્યુશન 0.6 મીટર છે. એટલે કે, તે વધારે નાના ઓબ્જેક્ટ્સની તસવીરો લેવામાં સક્ષમ છે. 
  • ડિફેન્સ વિભાગને મળી મોટી મદદઃ દુશ્મન બંકરો શોધવામાં થશે મદદરૂપ
  • કાર્ટોસેટ-2 સેટેલાઈટનું વજન 712 કિલોગ્રામ છે

કાર્ટોસેટ-2 સિરિઝમાં પહેલા લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટે પડોશી દેશની તસવીરો લીધી હતી. તેનાથી સેના અને સરકારને લાઈન ઓફ કંટ્રોલ પાર જઈને ટેરરિસ્ટ લોન્ચ પેડને તોડી પાડવામાં મદદ મળી હતી. જેટલા વધારે સેટેલાઈટ હશે તેટલો ઓછો સમય લાગશે. તે સાથે જ વધારે સારુ પરિણામ પણ મળી શકશે. આ ખૂબ ઝડપી સેટેલાઈટ છે. તેથી તમે ઈચ્છો ત્યાંની તસવીરો લઈ શકો છો. સાથે તેને પ્રોગ્રામ પણ કરી શકો છો. 
આ સેટેલાઈટનો હેતુ, કોઈ ખાસ જગ્યાએ જઈને હાઈ રિઝોલ્યુશનની ઈમેજ મેળવવાનો છે.

કાર્ટોસેટ-2 સેટેલાઈટના લોન્ચિંગની સાથે સાથે 30 અન્ય એમ કુલ 31 સેટેલાઈટ  PSLV-C38થી લોન્ચ કરવામાં આવશે. PSLV-C38ની આ 40મી ફ્લાઈટ છે.