શ્રી હરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરઝનું ત્રીજુ સ્પેશ શટલ લોન્ચ કરાયુ…
આજે
આંધપ્રદેશના શ્રીહરિકોટામાંથી કાર્ટોસેટ-2 સિરિઝના ત્રીજા સ્પેસ શટલનું લોન્ચિંગ કરવામાં આવ્યુ. લેટેસ્ટ રિમોટ
સેન્સિંગ સેટેલાઈટના લોન્ચિંગથી ટેરરિસ્ટ કેમ્પ અને દુશ્મનોના બંકર્સ શોધવામાં
વધારે મદદ મળશે. આ સિરિઝમાં લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટનું રિઝોલ્યૂશન 0.8 મીટર હતું. ત્રીજા સેટેલાઈટનું રિઝોલ્યુશન 0.6 મીટર
છે. એટલે કે, તે વધારે નાના
ઓબ્જેક્ટ્સની તસવીરો લેવામાં સક્ષમ છે.
- ડિફેન્સ વિભાગને મળી મોટી મદદઃ દુશ્મન બંકરો શોધવામાં થશે મદદરૂપ
- કાર્ટોસેટ-2 સેટેલાઈટનું વજન 712 કિલોગ્રામ છે
કાર્ટોસેટ-2 સિરિઝમાં પહેલા લોન્ચ કરવામાં
આવેલા સેટેલાઈટે પડોશી દેશની તસવીરો લીધી હતી. તેનાથી સેના અને સરકારને લાઈન ઓફ
કંટ્રોલ પાર જઈને ટેરરિસ્ટ લોન્ચ પેડને તોડી પાડવામાં મદદ મળી હતી. જેટલા વધારે
સેટેલાઈટ હશે તેટલો ઓછો સમય લાગશે. તે સાથે જ વધારે સારુ પરિણામ પણ મળી શકશે. આ
ખૂબ ઝડપી સેટેલાઈટ છે. તેથી તમે ઈચ્છો ત્યાંની તસવીરો લઈ શકો છો. સાથે તેને
પ્રોગ્રામ પણ કરી શકો છો.
આ સેટેલાઈટનો
હેતુ, કોઈ ખાસ જગ્યાએ જઈને હાઈ રિઝોલ્યુશનની ઈમેજ મેળવવાનો
છે.
કાર્ટોસેટ-2 સેટેલાઈટના લોન્ચિંગની સાથે સાથે 30 અન્ય એમ કુલ 31 સેટેલાઈટ PSLV-C38થી લોન્ચ કરવામાં આવશે. PSLV-C38ની આ 40મી ફ્લાઈટ છે.
કાર્ટોસેટ-2 સેટેલાઈટના લોન્ચિંગની સાથે સાથે 30 અન્ય એમ કુલ 31 સેટેલાઈટ PSLV-C38થી લોન્ચ કરવામાં આવશે. PSLV-C38ની આ 40મી ફ્લાઈટ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો