ગુરુવાર, 7 જૂન, 2018

નમો એપ્લિકેશનની મદદથી મોદીએ લાભાર્થીઓને સંબોધ્યા

Image result for namo application


- ૩.૫ લાખ ગામડાઓમાં હવે દરેક પરીવાર પાસે શૌચાલય હોવાનો મોદીનો દાવો

- દરેક નાગરીકને સસ્તી સ્વાસ્થ્ય સેવા આપવા માટે સરકાર કટીબદ્ધ, સેનિટેશન કવરેજ ૮૦ ટકા થયું : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપ્લિકેશનની મદદથી સરકારની વીવીધ યોજનાઓના લાભાર્થીઓને સંબોધ્યા હતા. આ લાભાર્થીઓમાં પ્રધાન મંત્રી જન ઔષધી યોજનાનો પણ સમાવેશ થાય છે.

૨૧મી જુનના આંતરરાષ્ટ્રીય યોગા દિન પહેલા મોદીએ જનતાને અપીલ કરી હતી કે આ યોગ દિવસમાં દરેક લોકોએ ભાગ લેવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આ ભાષણને નમો એપ્લિકેશનની મદદથી લાઇવ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું.

દરમિયાન મોદીએ દાવો કર્યો હતો કે અમારુ લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં ટીબીને આ દેશમાંથી ખતમ કરવાનું છે. વિશ્વએ જે ડેડલાઇન તૈયાર કરી છે તેના પાંચ વર્ષ પહેલા ભારત આ લક્ષ હાસલ કરી લેશે તેમ મોદીએ જણાવ્યું હતું. અને સ્વચ્છ ભારત મિશન આ માટે ઘણુ યોગદાન આપી રહ્યુ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી ભારતીય જનઔષધી પરીયોજના ગરીબોને સસ્તી દવા મળી રહે તે હેતુથી લોંચ કરવામાં આવી છે. અને હજારો લોકો તેનો લાભ લઇ રહ્યા છે. ગરીબો માટે દવા મળી રહેવી અતી જરુરી હોય છે.

મોદીએ આ દરમિયાન આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ વિષે પણ વાત કરી હતી, તેઓએ દાવો કર્યો હતો કે આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ અંતર્ગત ૧૦ કરોડ પરિવારને અને ૫૦ કરોડ લોકોને પાંચ લાખ રૃપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવામાં આવશે.

મિતાલી ટી-૨૦માં ૨,૦૦૦ રન પુરા કરનારી સૌપ્રથમ ભારતીય
Related image

- એશિયા કપ ટી-૨૦ : ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી

- કોહલીના ટી-૨૦માં ૧૯૦૫ રન છે

મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-૨૦માં ૨,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારી સૌપ્રથમ ભારતીય ક્રિકેટર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે. 

મિતાલી ટી-૨૦મા ૨૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કરનારી સાતમી મહિલા ક્રિકેટર બની છે.

મેન્સ ક્રિકેટમાં ભારત તરફથી ટી-૨૦માં હાઈએસ્ટ રન ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે,જેણે ૧૯૦૫ રન કર્યા છે. 

મિતાલીની માઈલસ્ટોન સિદ્ધિની સાથે ભારતે એશિયા કપ ટી-૨૦માં શ્રીલંકા સામે સાત વિકેટથી જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યુ હતું.

બાંગ્લાદેશ સામેની હાર બાદ વધુ આક્રમકતા સાથે શ્રીલંકા સામે રમતાં ભારતની બોલરોએ અસરકારક દેખાવ કર્યો હતો. શ્રીલંકા સાત વિકેટે માત્ર ૧૦૭ રન કરી શક્યું હતુ, જેમાં હાસીની પરેરાના અણનમ ૪૬ રન મુખ્ય હતા. ભારત તરફથી એકતા બિસ્તે બે વિકેટ ઝડપી હતી.


જવાબમાં ભારતે ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૧૦ રન કરતાં મેચ જીતી લીધી હતી અને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવીરાખ્યું હતુ. મિતાલી રાજે ૨૩ બોલમાં ૨૩ રન કરતાં આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં ૨,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો. જ્યારે વેદા ક્રિશ્નમૂર્તિએ અણનમ ૨૯ રન કર્યા હતા.