Wednesday, 26 April 2017

Awards

Moushumi Chatterjee has received the lifetime achievement award on 21st april,
The BFJA - Bengal Film Journalists’ Association, the oldest association of film scribes in the country was founded in 1937.
Ashish Vidyarthi was honoured for his contribution to Indian Cinema at the 80th BFJA
લતા મંગેશકરે પાર્શ્વગાયન ક્ષેત્રે ૭૫ વર્ષ પૂર્ણ કર્યા

25 એપ્રિલ, 2017, મંગળવારે ભારત-રત્ન લતા મંગેશકરે પાર્શ્વગાયન ક્ષએત્રે ૭૫ વર્ષ પૂર્ણ કરીને એક અનોખો વિક્રમ નોંધાવ્યો છે. 


યોગાનુયોગ લતાજીના પિતા માસ્ટર દીનાનાથ મંગેશકરના 25 એપ્રિલ એ, ૭૫માં સ્મૃતિદિન નિમિત્તે આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ષણમુખાનંદ હોલમાં સહુએ ઉભા થઇને લતા મંગેશકરનું અભિવાદન કર્યું હતું.
આઠ વર્ષ બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખ એકજૂઠ

ભારતીય સૈન્યનની ત્રણેય પાંખના વડાઓએ મંગળવારે(26th april) આઠ વર્ષ બાદ બીજો જોઇન્ટ ડોક્ટ્રેઇન જાહેર કર્યો હતો. જે મુજબ નક્સલવાદીઓ, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા યુદ્ધ સામે આક્રમક પગલાં ભરવા માટે સંયુક્ત વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરાશે. આ પ્રયાસોમાં સૈન્યનની ત્રણે પાંખના ચુનંદા જવાનો-અધિકારીઓનો સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન, ડિફેન્સ સ્પેસ એજન્સી તથા ડિફેન્સ સાઇબર એજન્સીમાં સમાવેશ કરાશે. તથા આ માટે વિશેષ ટ્રેનિંગ અપાશે.

ભૂમિદળના વડા - જનરલ બિપિન રાવત,
એરફોર્સના વડા - બી.એસ.ધનોઆ તથા
નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા દ્વારા જોઇન્ટ ડોક્ટ્રેઇનની ઘોષણા કરવામાં આવી હતી.

મોદી સરકાર વેચશે એનર્જી એફિશિઅન્ટ AC, તમે સરળ હપ્તેથી ખરીદી શકશો


કેન્દ્ર સરકાર વીજળી બચાવવા માટે એલઈડી બલ્બ બાદ હવે એનર્જી એફિશિઅન્ટ AC વેચવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનાની અંતર્ગત ACને સરળ હપ્તે પણ ખરીદી શકાશે. આ સિવાય સરકાર ઝીરો ડાઉન પેમેન્ટ પર એસી ઉપલબ્ધ કરાવી શકે છે. વીજળી કંપનીઓની સાથે મળી Energy Efficiency Services Limited(EESL) એ અંદાજે 1 લાખ AC પણ ખરીદી લીધા છે. જોકે, આ ખરીદીદારી સરકારી ભવન, એટીએમ વગેરે માટે કરવામાં આવી છે. કહેવાય છે કે, તેને સામાન્ય લોકો માટે પણ લોન્ચ કરવામાં આવશે.

એનર્જી એફિશિએન્સી સર્વિસિઝ લિમિટેડ (ઇઇએસએલ)ના એમડી સૌરભ કુમારે જણાવ્યું કે, એનર્જી એફિશિએન્ટ એસીનું બજાર ઘણું જ ઓછું છે. જે ફાઇવ સ્ટાર એસી છે, તેનું રેટિંગ 3.7 છે. જ્યારે અમે 5.3નું રેટિંગનું ચલણ વધારવા માંગીએ છીએ.
ઉત્તરપ્રદેશ સરકારે 15 જાહેર રજાઓને કરી રદ

ઉત્તરપ્રદેશ સરકારે મહાપુરુષોની જન્મજયંતી પર આપવામાં આવતી 15 જાહેર રજાઓને રદ્દ કરી દીધી છે. હવે આવી તિથિઓ પર વિદ્યાર્થીઓને મહાપુરુષોના વિશે માહિતગાર કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં થયેલી રાજ્ય મંત્રી પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.આ દિવસે ચર્ચા, પરિચર્ચા, નિબંધ, પ્રતિયોગીતા જેવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને મહાન હસ્તિઓ વિશે શિક્ષિત કરવામાં આવશે. આંબેડકર જયંતી પર યોગીએ આવી રજાઓને કારણે શૈક્ષણિક સત્રની અવધિ ઘટી જતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Sports

ભારતની ગોળા ફેંક એથ્લીટ મનપ્રીત કૌરે એશિયન ગ્રાં. પ્રી. એથ્લેટિક્સ સ્પર્ધાના પ્રથમ ચરણમાં ગોળા ફેંકમાં નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ પ્રદર્શનના કારણે મનપ્રીતે ઓગસ્ટમાં લંડનમાં યોજાનારી આઈએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ કરી લીધું છે.

અન્ય સ્પર્ધામાં


નીરજ ચૌપડાએ પુરુષ વિભાગના ભાલા ફેંક,
ટિંટુ લુકાએ મહિલાઓની ૮૦૦ મીટર દોડ,
નાના વરાકિલે મહિલાઓની લાંબી કૂદ,
જિનસન જ્હોન્સને પુરુષોની ૮૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો
દુતી ચંદે મહિલાઓની ૧૦૦ મીટર
ઓમપ્રકાશ કરહાનાએ પુરુષ વિભાગના ગોળા ફેંકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
મિશન નિર્મલ બાંગ્લાપશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે, યોજના સ્વચ્છ ભારત અભિયાનને રાજ્યમાં હવે મિશન નિર્મલ બાંગ્લાનામથી ઓળખવા સર્કયુલર કર્યો છે. મમતા સરકારના આ આદેશ બાદ કેન્દ્ર સ્તરે ચલાવાતી આજીવિકા (રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હવે અનુક્રમે આનંદધારા (રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન), બાંગ્લાર ગ્રામ સડક યોજના અને બાંગ્લાર ગૃહ પ્રકલ્પના નામથી ઓળખાશે. સરકાર દ્વારા કેન્દ્રની યોજનાઓના નામો બદલવાનો રાજ્યના ભાજપ એકમે વિરોધ કર્યો છે.
દેશનો સૌથી પ્રથમ અને લાંબો રોપવે
Image result for elephanta island

મુંબઈ પોર્ટ ટ્રસ્ટ દ્વારા અરબી સમુદ્રમાં મુંબઈને પ્રખ્યાત એલિફન્ટા દ્વીપ સાથે જોડતો દેશનો સૌથી પ્રથમ અને લાંબો રોપવે બાંધવામાં આવી રહ્યો હોવાનું પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું. મુંબઈના પૂર્વીય કિનારામાં શિવરીથી શરૃ થતો આ ૮ કિ.મી. લાંબો રોપવે રાયગઢ જિલ્લાના એલિફન્ટા દ્વીપ પર પૂરો થશે. એલિફન્ટા દ્વીપ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ તરીકે પ્રસિદ્ધ એલિફન્ટાની ગુફાઓ માટે વિશ્વભરમાં પ્રચલિત છે.

સ્થાનિક લોકોમાં ઘારાપુરી ગુફાઓ તરીકે ઓળખાતો આ ૧૬ ચો.મી.માં ફેલાયેલો દ્વીપ પથ્થરમાંથી કોતરાયેલા અતિ પ્રસિદ્ધ મંદિરો સહિત તેના સાંસ્કૃતિક વારસામાં અનેક પુરાતત્વ અવશેષો ધરાવે છે. 
૩૫ વર્ષ પહેલા ૧૯૮૨ની ૨૫મી એપ્રિલે ભારતમાં ટેલિવિઝનમાં કલર પ્રસારણનો આરંભ થયો હતો.

દુરદર્શને એ દિવસે પહેલી વાર બ્લેક એન્ડ વ્હાઈટને બદલે રંગીન પ્રસારણ રજૂ કર્યું હતુ. નવેમ્બર ૧૯૮૨માં દિલ્હી ખાતે એશિયાઈ ગેમ્સ આયોજીત થઈ હતી.માટે એ પહેલા સરકારે કલર પ્રસારણ શરૃ કરી દેવાનો નિર્ણય લીધો હતો. એ પછી દૂરદર્શન પર વિવિધ સિરિયલો શરુ થતાં ભારત જાણે મનોરંજન યુગમાં પ્રવેશ્યું હતુ. ભારતમાં પ્રાયોગિક ધોરણે ટેલિવિઝન પ્રસારણની શરૃઆત ૧૯૫૯માં અને રેગ્યુલર પ્રસારણ ૧૯૬૫માં શરુ થયુ હતુ. હાલમાં ભારતમાં વિવિધ પ્રકારની સાડા આઠસોથી વધારે ચેનલો છે અને અડધા કરતાં વધુ ભારતવાસીઓના ઘરમાં ટીવી છે.
Solar power plant

The Indian Railways is planning for solar power plant in Bhilai (Chhattisgarh), where it has spare land, through  REMCL - Railway Energy Management Company Limited.
National Panchayati Raj Day -24th april


      National Panchayati Raj Day -24th april celebrated by Ministry of Panchayati Raj.
Prime Minister of India Manmohan Singh inaugurated the first National Panchayati Raj Day, 2010.
First time the Panchayat Raj system was adopted by the state of Rajasthan in district Nagaur2nd Oct 1959.

The second state was Andhra Pradesh.