Monday, 16 April 2018

બોલીવૂડના હિમેન ધર્મેન્દ્રને રાજ કપૂર જીવન ગૌરવ પુરસ્કાર- 55માં રાજ્ય ફિલ્મ પુરસ્કારની જાહેરાત

- દિગ્દર્શક રાજકુમાર હિરાણીનું પણ સન્માન

હિન્દી ફિલ્મોમાં પાંચ દાયકાથી વધુ પ્રદીધં કારકીર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી ચૂકેલા અને હિમેનનું બિરુદ મેળવનારા પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે જીવન ગૌરવ પુરસ્કારથી નવાજવાનો નિર્ણય લીધો છે. જ્યારે સુપ્રસિદ્ધ દિગ્દર્શક તેમ જ મુન્નાભાઈ ફિલ્મની સીરીઝના રાજકુમાર હિરાણીને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કાર આપવામાં આવશે.