Tuesday, 29 August 2017

ઉદયપુર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, હેંગિંગ બ્રિજનું કર્યુ ઉદ્ધાટન


વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાનના પ્રવાસે છે. અહીં વડાપ્રધાને હેંગિંગ બ્રિજ સહિતના એક હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું.  આ ઉપરાંત અન્ય કેટલીય યોજનાનું ડિઝીટલ રીતેથી ભૂમિ પૂજન પણ કર્યું.

ખાસ છે આ બ્રિજ
પિલર વગરનો 1.4 કિમી લાંબો આ હેંગિંગ બ્રિજ છેલ્લા નવ વર્ષથી બની રહેલો આ પ્રકારનો પહેલો બ્રિજ છે જેના નિર્માણ પાછળ આઠ દેશોના એન્જિનિયરોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, દેશમાં આ પ્રકારનો ત્રીજો હેંગિગ બ્રિજ છે. ચંબલ નદીનો આ ઝૂલતો બ્રિજ 277 કરોડની ખર્ચથી બન્યો છે.