- કુલ ૧૧૨ ક્ષેત્રની 'ફર્સ્ટ વિમેન'નું રાષ્ટ્રપતિ ભવનમાં પહેલીવાર સન્માન
- પર્વતારોહક બચેન્દ્રી પાલ, ફિક્કીના વડા નૈના લાલ કિડવાઇ, પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિકને પણ ફર્સ્ટ લ
પહેલી મહિલા કુલી, ટ્રેન ડ્રાઈવર, ફાયર ફાઇટર, ડિટેક્ટિવ તેમજ એન્ટાર્કટિકા પહોંચનારી પહેલી મહિલાઓનું પણ સન્માન
રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે ઐશ્વર્યા રાય બચ્ચન સહિત દેશની ૯૦ મહિલાને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ
આપીને સન્માન કર્યું હતું. આ મહિલાઓમાં રાજસ્થાનના જયપુરમાં કુલી તરીકે કામ કરતી
મંજુ, પર્વતારોહક
બચેન્દ્રી પાલ, મિસાઇલ
વુમન ટેસી થોમસ, પ્રાઈવેટ
ડિટેક્ટિવ રાજાની પંડિત અને પેરાલિમ્પિક ખેલાડી દીપા મલિક, બિઝનેસ વુમન નૈના લાલ કિડવાઇ સહિત ૧૧૨ ક્ષેત્રમાં
કાઠુ કાઢનારી મહિલાઓનો સમાવેશ થાય છે.
કેન્સ
ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન ૨૦૦૨થી જ્યૂરી તરીકે સેવા આપે છે. આ સન્માન
મેળવનારા તેઓ ભારતના પહેલા અભિનેત્રી છે. આ સિદ્ધિ બદલ તેમને ફર્સ્ટ લેડીઝ એવોર્ડ
અપાયો હતો. આ પ્રસંગે રાજસ્થાનના જયપુર રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરીને ગુજરાન
ચલાવતી મંજુને પણ સન્માનિત કરાઈ હતી. તેઓ ફક્ત ૩૦ કિલો વજન ધરાવતા હોવા છતાં
મુસાફરોનો ૩૦ કિલો સામાન ઊંચકે છે. શરૃઆતમાં તેમને કુલી તરીકે કામગીરી કરવા બેજ
નહોતો અપાયો, પરંતુ
આ રોજગારી તેમણે લડાઈ કરીને મેળવી હતી.
રાષ્ટ્રપતિ
ભવનમાં આયોજિત આ સુંદર પ્રસંગે કુલ ૯૦ મહિલા હાજર રહી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે
કહ્યં હતું કે, સ્ત્રી
સશક્તિકરણ અંગે સરકારે કરેલા પ્રયાસોનું પરિણામ દેખાઈ રહ્યું છે, જે આનંદની વાત છે. આ દરમિયાન ફિક્કીના પહેલા
મહિલા વડા બનવા બદલ નૈના લાલ કિડવાઈ તેમજ પહેલી મહિલા મર્ચન્ટ નેવી કેપ્ટન, પહેલી પેસેન્જર ટ્રેન ડ્રાઇવર, પહેલી બસ ડ્રાઇવર, પહેલી ફાયર ફાઇટર અને એન્ટાર્કટિકા પહોંચનારી
પહેલી મહિલાને પણ ફર્સ્ટ લેડીઝ એવોર્ડ આપીને સન્માનિત કરાઈ હતી.
એમબીએ
કરીને રાજસ્થાનમાં પોતાના ગામ સોડામાં સરપંચ બનનારી છાવી રાજાવતને પણ રાષ્ટ્રપતિએ
સન્માનિત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું હતું કે, એમબીએ કરીને યુવતી ગામ વિશે વિચારે છે. આ
પ્રકારના વિચારો આખા દેશને બદલી શકે છે. આ ઉપરાંત દેશની પહેલી પ્રાઈવેટ ડિટેક્ટિવ
રાજાણી પંડિતને પણ એવોર્ડ અપાયો હતો. તેમણે ૨૫ વર્ષની કારકિર્દીમાં ૭૫ હજારથી વધુ
કેસનો ઉકેલ લાવી દીધો છે. રાષ્ટ્રપતિએ સ્પેશિયલી ચેલેન્જ્ડ યુવતી દીપા સિંઘલને પણ
બિરદાવી હતી, જેણે
પડકારોનો સામનો કરીને આઈએએસ અધિકારી બની છે.