મધર ટેરેસાની વાદળી પટ્ટી વાળી
સાડી મિશનરીઝ ઓફ ચેરિટીની બૌદ્ધિક સંપત્તિ...
વિશ્વમાં પહેલી જ વાર યુનિફોર્મ
પેટન્ટનું રજીસ્ટ્રેશન થયું
તા. 9 જુલાઇ,
2017, રવિવાર વેટિકને જેમને સંત માન્યા હતા તેવા કોલકાતાના મધર
ટેરેસાની પ્રખ્યાત વાદળી પટ્ટીવાળી સાડીને હવે ચેરિટિ ઓફ મિશનરિઝની બોધ્ધિક
સંપત્તિ તરીકે નોંધવામાં આવી છે. ' વાદળી પટ્ટીની સાડીની
પેટર્નને ભારત સરકારના ટ્રેડ માર્ક રેજીસ્ટ્રીએ માન્ય
રાખી હતી' એમ ઇન્ટેકેચ્યુઅલ પ્રોપર્ટી એટર્ની બિશ્વજીત
સરકારે કહ્યું હતું. ઠીંગળા કદના મૂળ આલ્બાનિયાના મધર ૧૯૪૮થી
કોલકાતાની શેરીઓમાં ગરાબોના કલ્યાણ માટે કામ કરતા હતા. તેઓ હમેશા વાદળી પટ્ટીવાળી
સાડી પહેરતા હતા.
જે દિવસે મધરને સંત બનાવવામાં
આવ્યા હતા તે જ દિવસે એટલે કે ચાર સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ વાદળી પટ્ટી વાળી સાડીને
મિશનરિઝ ઓફ ચેરિટીઝની બોધ્ધિક સંપત્તિ તરીકે નોંધવામાં આવી હતી.'મિશનરિઝ ઓફ ચેરિટિ પ્રસિધ્ધીમાં માનતી નથી અને એટલા માટે જ આ બાબતને બહુ
પ્રસિધ્ધ કરવામાં આવી નહતી.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમે આખા
વિશ્વમાં આ ડીઝાઇનના ઉપયોગને જોઇએ છીએ તે જોંતા અમને રજીસ્ટ્રેશન ફરજીયાત લાગ્યું.
હવે અમે લોકોમાં અમારા ટ્રેડ માર્ક અંગે જાગૃત્તિ લાવીશું' એમ સરકારે
કહ્યું હતું. ભારત સરકારે પણ મધરના અવસાનના દિવસે જ
રવિવાર હોવા છતાં તેને માન્યતા આપી હતી.
પહેલી જ વાર એવું બન્યું છે કે કોઇ
યુનિફોર્મની પેટર્નને રજીસ્ટ્રડ કરવામાં આવી હોય. મિશનરીઝ ઓફ ચેરિટીના તમામ
સેવિકીઓ પણ આવી જ સાડીઓ પહેરે છે. હવે તો આ સાડી જ તેમની ઓળખ બની ગઇ છે. મિશનરિઝ
ઓફ ચેરિટી દ્વારા અપનાવવામાં આવેલ વાદળી રંગની પટ્ટીવાળી સાડીના ઉપોયગનો
એક્સક્લુઝિવ રાઇટ્સ ધરાવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો