વૃદ્ધો અને વિધવા મહિલાઓ માટે સરકાર બની તારણહાર, કરી આ મોટી જાહેરાત
વિધાનસભામાં લેખાનુદાન રજૂ કરતા નાણામંત્રીએ વિધવા અને
વૃધ્ધ પેન્શનમાં મહિને રૂ.250નો વધારો કરવાનું જાહેર કર્યુ છે. હાલમાં વિધવા
બહેનના પુત્રની ઉંમર 21 વર્ષ થાય એટલે પેન્શન સહાય બંધ કરી દેવાય છે.
નીતિન પટેલે આ શરત રદ્દ કરવાની જાહેરાત કરી છે. જેથી 2.25 લાખ વિધવા
અને 7.50 લાખ વૃધ્ધોને અનુક્રમે દર મહિને રૂ.1250 અને રૂ.150 પેન્શન
મળશે.
વિધવા અને વૃધ્ધોના પેન્શન ઉપરાંત નાણામંત્રી
નીતિન પટેલે 3751 આશા ફેસીલિટેટર બહેનોને અપાતા મહેનતાણામાં રૂ.2000નો વધારો
કરવાનું જાહેર કર્યુ હતુ. તદ્ઉપરાંત 53,000 આંગણવાડીઓમાં કાર્યરત 1.06 લાખથી
વધારે બહેનોના વેતનમાં પણ વધારો જાહેર કર્યો છે. જેમાં કાર્યકરોને મહિને રૂ.3600માં રૂ.900 વધારી રૂ.7200 કરવામાં
આવ્યા છે. જ્યારે તેડાગર બહેનોને મળતા રૂ.3200માં રૂ.450 વધારી રૂ.3650
આપવાનું જાહેર કરાયુ છે.
ગ્રામ્ય સ્તરે છેવડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના સીધા વાહકની ભૂમિકા અદા કરતા
આશા અને આંગણવાડીના 1.10 લાખ મહિલા કર્મચારીઓના મહેનતાણા વધારીને એક
રીતે ભાજપ સરકારે ચૂંટણીમાં તેમને આકર્ષવા પ્રયત્ન કર્યો છે. 1લી
એપ્રિલથી અમલમાં આવનારો આ વધારો કેટલો ફળશે તે તો ચૂંટણી પરિણામો જ નક્કી કરશે.
હાલમાં
દોઢ લાખ વિધવા બહેનોને મહિને રૂ.1000 પેન્શન પેટે મળે છે. પરંતુ, આવા બહેના
પુત્રની ઉંમર 21 વર્ષની થાય ત્યારે પેન્શન બંધ કરવામાં આવે છે.
એટલુ જ નહી હાલના નિયમ મુજબ પુખ્ત વયના સંતાન હોય તેવા વિધવા બહેન પણ પેન્શનને
પાત્ર રહેતા નથી. આ શરતને સરકારે રદ્દ કરી છે. જેથી રાજ્યમાં સવા બે લાખ વિધાવા
બહેનોને તેનો લાભ મળશે. પેન્શનમાં રૂ.250ના વધારાથી વિધવા બહેનોને વર્ષે રૂ.66 કરોડના
વધારા સાથે રૂ.349 કરોડની સહાય ઉપલબ્ધ થશે.
સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ રાજ્યના 7.50 લાખ
વૃધ્ધોને મહિને મળતા રૂ.500માં 50 ટકાનો વધારાની જાહેરાત કરતા 1લી
એપ્રિલથી તેમના બેંક એકાઉન્ટમાં સીધા જ રૂ.750 જમા થશે. વર્ષે રૂ.222 કરોડના
વધારા સાથે પેન્શનરૂપે 7.50 લાખ વૃધ્ધોને રૂ.669 કરોડનો
ફાયદો થશે.