ગુજરાત સહિત
સમગ્ર દેશમાં આજથી કોઈ પણ ઈમરજન્સી સેવા માટે ૧૧૨ નંબર હેલ્પલાઈન
- વિવિધ
સેવાઓના હેલ્પ લાઈન નંબરો હવે એક જ નંબર સાથે જોડી દેવાશે
- દિલ્હીથી
રાજનાથસિંહ અને ગાંધીનગરથી મુખ્યમંત્રી આ હેલ્પલાઈનનો આજે શુભારંભ કરશેઃ પ્રથમ
તબક્કે ગુજરાતના નવા ૭ જિલ્લા માટે આ હેલ્પલાઈન કાર્યરત થશે
ગુજરાત સહિત
સમગ્ર દેશમાં કોઈ પણ આકસ્મિક-તાત્કાલીન સેવાઓ માટે હવે એક જ રાષ્ટ્રીય ઈમરજન્સી
હેલ્પલાઈન નંબર લાગુ થનાર છે.આજે ૧૯મીથી સમગ્ર દેશમાં ઈમરજન્સી સેવા માટે ૧૧૨
નંબરની હેલ્પલાઈન સેવા ઈમરજન્સી સર્વિસ માટે લાગુ થશે.જો કે ગુજરાતમાં પ્રાથમિક
તબક્કે સોમનાથ-ગીર સહિતના ૭ જિલ્લા માટે આ હેલ્પલાઈન કાર્યરત થશે અને ત્યારબાદ
થોડા સમયમાં સમગ્ર રાજ્યમાં કાર્યરત થશે.
ઈમરજન્સી
સર્વિસ માટેની આ નવી હેલ્પલાઈનનો આજે દિલ્હી ખાતે કેન્દ્રીયગૃહમંત્રી રાજનાથસિંહ
શુભારંભ કરશે.જ્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી આ
હેલ્પ લાઈનો રાજ્યના ૭ જિલ્લા માટે શુભારંભ કરાવશે.ગુજરાતમાં હાલ સમગ્ર રાજ્ય માટે
આ હેલ્પલાઈન કાર્યરત નહી થાય.હાલ ગીર સોમનાથ, બોટાદ,અરવલ્લી, દેવભૂમિ દ્વારકા,મોરબી, છોટા ઉદેપુર અને મહિસાગર સહિતના
નવરચિત સાત જિલ્લામાં આ હેલ્પલાઈન કાર્યરત થશે.હેલ્પલાઈનના સુચારુ અમલીકરણ માટે
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૃપિયા ૧૧.૮૭ કરોડની ફાળવણી કરવામા આવી
છે.
રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યુ કે રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત
સેવાઓ સાથે સાંકળી લેવા માટે
- રાજ્યની ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય વિભાગની ૧૦૮,
- પોલીસ વિભાગની ૧૦૦, આગની ઘટનાઓ માટેની ફાયર હેલ્પ લાઈન ૧૦૧,
- મહિલા અને બાળ વિકાસન વિભાગની ૧૮૧,
- મહેસુલ વિભાગની કુદરતી આફતો માટેની ૧૦૭૭ તથા
- પશુ હેલ્પલાઈન ૧૯૬
જીવીકે-ઈએમઆરઆી
કઠવાડા દ્વારા હાલમા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કઠવાડા ખાતે ઈમરજન્સી
સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્રકચર પહલેથી જ સ્થાપિત છે અને ૧૦૮,૧૮૧ અને ૧૦૦ જેવી ઈમરજન્સી સેવાઓ પુરી પાડતી હોવાથી નવીન
હેલ્પલાઈન પણ આ સંસ્થા દ્વારા કાર્યરત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય
લેવાયો છે. પ્રથમ તબક્કામાં જીવીકે-ઈએમઆરઆઈના હાલના ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને
સાત જિલ્લાઓમાં હાલ આ હેલ્પલાઈન કાર્યરત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો