Saturday, 22 December 2018

22 ડિસેમ્બર – રાષ્ટ્રિય ગણિત દિવસ


21/22 - 12 - 2018કચ્છના કાળા ડુંગરે દત્ત જયંતિની ઉજવણી :ભાવિકોનો ભીડ જામી


ભગવાન દત્તાત્રેય જયંતિની આજે(22-12-2018) કચ્છમાં ઉજવણી કરવામાં આવી હતી. ગુરૃ દત્તાત્રેયના જયાં બેસણા છે તેવા કાળા ડુંગરે પુજા,આરતી ,ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
કચ્છના વિખ્યાત કાળા ડુંગર પરના પવિત્ર દત્તાત્રેય તીર્થાધામ પર છેલ્લા સતર વરસાથી દત જયંતિની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૃપે ભુજમાંથી શુક્રવારે સાઈકલયાત્રા નિકળી હતી જે વિવિાધ સૃથળોએાથી ફરીને કાળા ડુંગરે પહોંચી હતી. ગત રોજ આરાધી, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે સવારે પુજા,આરતી, ધ્વજારોહણ, સામૈયુ, ભગવાનને થાળ સહિતના ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાયા બાદ શ્રીફળ હોમ સાથે દત્ત યજ્ઞા બાદ ઉત્સવ સમાપન સમારોહ થયો હતો. આ વેળાએ સંતો-મહંતો, સામાજીક-રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી.