- કેન્યા સામે તેની ૧૦૦મી આં.રા. મેચ રમી
ભાઈચુંગ ભુટિયા પછી ભારતના ફૂટબોલને
નવી પેઢીમાં લઈ જવાનું પ્રદાન જેણે આપ્યું છે તેવા વર્તમાન ભારતીય ફૂટબોલ ટીમના
કેપ્ટન સુનિલ છેત્રીએ આજે ઈન્ટર કોન્ટિનેન્ટલ ટુર્નામેન્ટમાં કેન્યા સામે ઉતરવા
સાથે જ ૧૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિધ્ધી મેળવી હતી.
ભારતના ખેલાડીઓએ મુંબઈના ફૂટબોલ
એરેના સ્ટેડિયમમાં તે મેચ રમવા ઉતર્યો ત્યારે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ
ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ મેચમાં તૈપીઈને ૫-૦થી
હરાવ્યું હતું. જેમાં છેત્રીની હેટ્રિક સામેલ હતી. સુનિલ
છેત્રીએ ૯૯ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૯ ગોલ ફટકાર્યા છે. જ્યારે
૨૩૦ કલબ મેચોમાં તેના ગોલનો આંક ૧૧૮ છે.
છેત્રીની ચાહકોને સ્ટેડિયમમાં મેચ
જોવા આવવાની અપીલને જોરદાર પ્રતિસાદ સાંપડયો હતો અને સ્ટેડિયમ ૭૦ ટકા પ્રેક્ષકોથી
ભરાઈ ગયું હતું. જેવું ફૂટબોલ મેચમાં મુંબઈમાં જોવા
નથી મળતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો