મંગળવાર, 5 જૂન, 2018

18 વર્ષીય શિવાંગી પાઠક માઉન્ટ એવરેસ્ટ સર કરનાર સૌથી નાની વયની ભારતીય કિશોરી બની


Image result for shivangi,pathak,youngest,girl,to,conquer,mount,everest,people,thought,she,is,dead,while,climbing

- શિવાંગીએ સૌથી નાની ઉંમરમાં સૌથી ઊંચો શિખર સર કરી પ્રેરણાની મિસાલ કાયમ કરી

હરિયાણાની એક કિશોરીએ દુનિયાના સૌથી ઊંચા પર્વત ચોટી સાગરમાથા (એવરેસ્ટ)ને સર કરીને પ્રેરણાની મિસાલ કાયમ કરી છે.

શિવાંગી પાઠક એવરેસ્ટના શિખર પર ત્રિરંગો લહેરાવીને ભારતની સૌથી ઓછી ઉંમરની છોકરી છે. શિવાંગીનું આ વિજય અભિયાન ઘણું કપરુ રહ્યું.Related image

એકવાર તેની સાથેનો સંપર્ક તૂટી જવા પર બધા ખામોશ હતા. લોકો અનુમાન લગાવવા લાગ્યા કે શિવાંગીની જીવન લીલા સમાપ્ત થઇ ગઇ. પરંતુ 10 કલાક પછી પર્વત શિખર પાસેથી જાણકારી મળી કે શિવાંગી એવરેસ્ટ સર કરનાર સૌથી ઓછી ઉંમરની ભારતીય કિશોરી બની ગઈ છે.

શિવાંગીની માતા આરતીએ કહ્યું, 'અમે તેની સુરક્ષાને લઇને ચિંતામાં હતા. અમારા આખા પરિવારે અન્ન-જળ ગ્રહણ કર્યુ જ ન હતું. બધા ભગવાન પાસે તેની સલામતી માટે પ્રાથના કરી રહ્યા હતા. પરંતુ તેઓ શિખર પર પહોંચી ચૂકી હતી. આ વાતને જાણીને અમને જે ખુશી મળી છે. તે અમે શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. અમને તેમના પર ગર્વ છે. એણે જે ધાર્યુ તેના પર જીત હાંસલ કરી.'

શિવાંગીની આ યાત્રાની શરૂઆત તેની માતાની એક મશ્કરીથી થઇ. આરતીએ જણાવ્યું, 'અમે એવરેસ્ટ સર કરનાર મમતા સોધાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્ત કર્યાના સમાચાર સાંભળ્યા. અમે મશ્કરીમાં શિવાંગીને કહ્યુ કે તે આવું જ કોઇ મોટું કાર્ય કરી બતાવે.'

ત્યાર બાદ શિવાંગીએ ભારતની પ્રથમ વિકલાંગ મહિલાને એવરેસ્ટ સર કર્યાના કેટલાક વીડિયો જોયા, જેનાથી પ્રેરણા લઇને તેણે નવેમ્બર 2016માં એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કર્યો. આ પડકાર સ્વીકારીને તેણે પોતાને ટ્રેનિંગ આપવાનું ચાલુ કર્યુ.

શિવાંગીએ જણાવ્યું તેણે ટ્રેનર રિન્કૂ પન્નૂના ડાયરેક્શનમાં ટ્રેનિંગની શરૂઆત કરી. તેઓ મારા ગુરુ છે, તેમણે મારો ઉત્સાહ વધાર્યો. હું તેમની આભારી છું. તે દરરોજ છથી સાત કલાક ટ્રેનિંગ લેતી હતી એટલા માટે તે સ્કૂલ જઇ શકતી ન હતી અને તેનો પૂરો સમય એવરેસ્ટ સર કરવાની તૈયારીમાં જ પસાર કરતી હતી.

પન્નૂએ આશ્ચર્યમાં કહ્યુ, 'જોયું શિવાંગીનું સમર્પણ.' શિંવાગી એક એપ્રિલે નેપાળ ગઇ અને પાંચ એપ્રિલે ત્યાં બેઝ કેમ્પ પહોંચી. બે અઠવાડિયા ત્યાંના વાતાવરણમાં રહ્યા બાદ છેવટે 10મે ના રોજ તેણે એવરેસ્ટ મિશનની શરૂઆત કરી.

શિવાંગીએ પોતાની આ સફરને યાદ કરતા જણાવ્યું કે, 'મારી ટ્રેનરે તો પહેલા મારા વાળના સ્ટાઇલને લઇને જ કહ્યું કે શું તું રમતના મેદાનમાં આવી છે કે ફેશન વૉક કરવા માટે. હું જાડી હતી અને મારા વાળ લાંબા હતા. મને ઇજા થઇ પરંતુ મને કોઇ ફરક ન પડ્યો કારણ કે હું મોટું સપનું જોઇ રહી હતી.'
સખત પરિશ્રમ અને ધગશથી મેં મારું સપનું સાકાર કર્યુ. તેણે પોતાના વાળ નાના કરાવ્યા અને પોતાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં મહેનત કરવાનું શરૂ કર્યું. આ પહેલા તેનું વજન 65 કિલોગ્રામ હતું જે બે વર્ષ પછી શિખર સર કરતી વખતે ઘટીને માત્ર 48 કિલોગ્રામ થઇ ગયું હતું.


શિવાંગીએ જણાવ્યું, 'આખા માર્ગમાં કાંકરા-પથ્થર હતા. આગળ પણ કેટલાય અવરોધ આવ્યા હતા. શિખર પર પહોંચવાના એક દિવસ પહેલા પહાડી ક્ષેત્રમાં તોફાનનો સામનો કરવો પડ્યો. પરંતુ હું સતત ઉત્સાહ સાથે આગળ વધતી રહી.' શિવાંગી સાથે તેના ગાઇડ અંગ તેંબ શેરપા હતા. તેણે જણાવ્યું, ' આ અભિયાન દરમિયાન ગાઇડ જ મારા ભગવાન હતા. તેઓ મને નાની બહેનની જેમ વ્યવહાર કરતા હતા, જેનાથી મને પોતાના પરિવારથી દૂર રહ્યાનો અનુભવ ન થયો. મારી બધી મુશ્કેલીઓમાં તેઓ મારી સાથે હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો