શુક્રવાર, 13 ઑક્ટોબર, 2017

બે ભારતીય જહાજો જાપાનમાં નૌકાદળ માટે ભાગ લેશે

ભારતીય નૌકાદળના જહાજો સતપુરા અને કદમાટ તેમજ જાપાનના સાસેબો, જાપાન ખાતે યોજાયેલી જાપાનીઝ મરીન સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF) માં ભાગ લીધો હતો. આ જહાજો ભારતની અધિનિયમ પૂર્વ નીતિ અને ભારત-પેસિફિક પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટેના ભારતની પ્રતિબદ્ધતાના પ્રદર્શનને પગલે કવાયતમાં ભાગ લે છે. ઔપચારિક કોલ્સમાં JMSDF સાથે સંકળાયેલી ભારતીય નૌકાદળના જહાજો અને વ્યવસાયિક, સામાજિક અને રમત-ગપસપો.


ભારત અને જાપાન વચ્ચેના નૌકા સંબંધો નવેમ્બર 2008 માં બે રાષ્ટ્રો વચ્ચે પ્રથમ 'નૌકાદળના નૌકાદળના સ્ટાફ વાટાઘાટો' થી નવી ઊંચાઇએ પહોંચ્યા છે. ત્યારથી, નૌકાદળ સંબંધો માહિતી વહેંચણી, હવામાનશાસ્ત્ર અને સમુદ્રીકરણ, આપત્તિ વ્યવસ્થાપન અને લશ્કરી તાલીમ.
નવી દિલ્હીમાં 44મો ભારતીય હસ્તકલા અને ઉપહાર- ફેરનો પ્રારંભ થયો

ભારતીય હસ્તકલા અને ઉપહાર (IHGF - Indian Handicrafts and Gifts) ની 44મી આવૃત્તિ - દિલ્લી ફેર, દિલ્હીના બહારના ભાગમાં ગ્રેટર નોઇડામાં, ભારત એક્સપો સેન્ટર અને માર્ટમાં યોજાઇ હતી. આ ફેર (EPCH - Export Promotion Council for Handicrafts) એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન યુનિયન ટેક્સટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. 

What is IHGF Delhi Fair ?



IHGF એ એશિયાનો સૌથી મોટા હેન્ડિક્રાફ્ટ માટેનો મેળો છે, જે બે વાર (વસંતઋતુ અને પાનખર ઋતુ) રાખવામાં આવે છે. હેન્ડીક્રાફ્ટ મેળો (EPCH) એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા આયોજીત કરવામાં આવે છે. ભારતીય હૅન્ડિક્રાફ્ટ સેક્ટરની 23 વર્ષથી વધુ વિકાસ માટે IHGF પાનખર ઋતુનો મેળો આદર્શ છે. EPCC10000 સભ્ય નિકાસકારો સાથે ભારતની અગ્રણી નિકાસ પ્રમોશન સંસ્થા છે. આ મેળો ભારતમાંથી હસ્તકલાના નિકાસના વેપાર પ્રમોશનમાં મહત્વનો ભાગ ભજવે છે.
ગૌરવયાત્રામાં ભાજપા ઉતારી રહ્યુ છે દિગ્ગજો- યોગી આદિત્યનાથ બે દિવસ ગુજરાતમાં

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રમાં જોડાયા હતા.

આજે પારડીમાં રોડ શો કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં યોગી આદિત્યનાથે ગુજરાતમાં ભાષણની શરૂઆત કરી હતી ત્યાર બાદ કહ્યું હતું કે ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું. અને યુપીમાં ગુજરાત વિકાસનું મોડલ લાગુ કરવા માગીએ છીએ. ધન્ય છે નરેન્દ્ર મોદીને જેણે દેશને ગૌરવ અપાવ્યું. આ ઉપરાંત યોગીએ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને અનુસરવા માગે છે, ટ્રમ્પ નરેન્દ્ર મોદીના રસ્તે આગળ ચાલીને અમેરીકાને આગળ લઈ જવા માગે છે. ત્યાર બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.

રાત્રે સુરત ખાતે ઉત્તર ભારત ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે તથા બીજા દિવસે તારીખ 14 ઓક્ટોબરે કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે. શુક્રવારે તારીખ 13 ઓક્ટોબરે ગુજરાત ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ઉત્તર ઝોનના કચ્છ જીલ્લામાં ફરશે.


વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં 6 વિધાનસભા ક્ષેત્રોમાં 136 કિલોમીટરનો પ્રવાસ કરશે. તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી અને અબ્રામા ખાતે સ્વાગત સભા તથા ગૌરવ યાત્રાનું 4 સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે. નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં 4 વિધાનસભા ક્ષેત્રોમાં 147 કિલોમીટરનો પ્રવાસ કરશે. -રાપર, સામખીયાણી, વોંધ, ગાંધીધામ, અંજાર અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે અને ગૌરવ યાત્રાનું 6 સ્થાનો પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.
દેશમાં ત્રણ વર્ષમાં ભૂખમરો વધ્યો : 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ'માં ભારત ૧૦૦મા ક્રમે



ભુખમરો ભારતમાં ગંભીર પ્રશ્ન બની રહ્યો છે. વરસોવરસ દેશમાં ભુમખરાની સ્થિતિ વધારે વિકટ થતી જતી હોવાનો અહેવાલ વોશિંગ્ટન સ્થિત સંસ્થા ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (IFPRI)એ આપ્યો છે. આ સંસ્થા દર વર્ષે 'ગ્લોબલ હંગર ઈન્ડેક્સ' તૈયાર કરે છે. ૨૦૧૭ના ઈન્ડેક્સમાં ભારત ૧૧૯ દેશોમાંથી ૧૦૦મા ક્રમે છે. આ યાદીમાં જે દેશો પાછળ હોય તેની સ્થિતિ ગંભીર રીતે ખરાબ ગણાય છે. ભારત કરતા વધારે ભુખમરો ભોગવતા માત્ર ૧૯ દેશો જ બાકી રહ્યાં છે.


ગયા વર્ષે આઈન્ડેક્સમાં ભારત ૯૭મા ક્રમે હતો. રિપોર્ટ પ્રમાણે ભુખમરા બાબતે ભારતનો સ્કોર માત્ર ૩૧.૪ છે. એશિયામાં ભારત ત્રીજા ભાગની વસતી ધરાવે છે અને સાથે સાથે ભુખમરો ભોગવતા હોય એવા લોકોની સંખ્યા પણ ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં બાળકો પાંચ વર્ષના થાય એ પહેલા જ તેમને કુપોષણનો ભોગ બનવું પડે છે. દેશના કુલ બાળકો પૈકી ૨૦ ટકા બાળકો આ રીતે કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

ભારતની સ્થિતિ કેટલાક ગરીબ ગણાતા દેશો કરતાં પણ બદતર છે. રિપોર્ટ પ્રમાણે નેપાળ ૭૨મા ક્રમે છે, રોહિંગ્યા મુસલમાનોથી બદનામ થઈ રહેલો દેશ મ્યાનમાર ૭૭મા, બાંગ્લાદેશ ૮૮મા, શ્રીલંકા ૮૪માં અને ચીન ૨૯મા ક્રમે છે. ભારતના પડોશીમાં એક પાકિસ્તાનની સ્થિતિ જ વધારે ખરાબ છે. એ દેશ લિસ્ટમાં ૧૦૬મા નંબરે છે. રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતની મોટી વસતીને કારણે આખો દક્ષિણ એશિયા વિસ્તાર ખરાબ કેટેગરીમાં આવી ગયો છે.

વર્ષ ૨૦૦૦ની સાલથી અત્યાર સુધીમાં વૈશ્વિક ગરીબીનું પ્રમાણ ૨૭ ટકા ઘટયું છે. છતાં પણ જગતમાં દર ૯ પૈકીની એક વ્યક્તિ ભુખમરા હેઠળ આવે છે. ભારતની વિચિત્રતા એ છે કે ભારત જગતનો સૌથી મોટો ફૂડ ઉત્પાદક દેશ છે. સામે પક્ષે ભારતમાં ભુખમરો ભોગવતા લોકોની વસતી પણ આખા જગતમાં સૌથી વધુ છે. એટલે કે સરકાર દેશમાં પેદા થતા અનાજને જરૃરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહી છે.


બ્રિક્સ દેશો (બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ભારત)માં પણ આપણો દેશ ઘણો પછાત છે. બ્રાઝિલ લિસ્ટમાં ૧૮મા ક્રમે છે, રશિયા ૨૨મા ક્રમે, ચીન ૨૯માં અને દક્ષિણ આફ્રિકા ૫૫મા ક્રમે છે. ભારત એ બધાની અનેકગણો વધારે ભુખમરો ભોગવતો દેશ સાબિત થયો છે. દુનિયાના ૧૧૯માંથી ૫૨ દેશો એવા છે, જ્યાં ભુખમરાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જણાવાયુ છે.