ગૌરવયાત્રામાં
ભાજપા ઉતારી રહ્યુ છે દિગ્ગજો- યોગી આદિત્યનાથ બે દિવસ ગુજરાતમાં
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી
આદિત્યનાથ આજથી બે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેઓ ભાજપની ગુજરાત ગૌરવ
યાત્રમાં જોડાયા હતા.
આજે પારડીમાં રોડ શો કરીને ભવ્ય
સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં યોગી આદિત્યનાથે ગુજરાતમાં ભાષણની શરૂઆત કરી
હતી ત્યાર બાદ કહ્યું હતું કે ગુજરાતની આ ભૂમીને હું નમન કરવા આવ્યો છું. અને
યુપીમાં ગુજરાત વિકાસનું મોડલ લાગુ કરવા માગીએ છીએ. ધન્ય છે નરેન્દ્ર મોદીને જેણે
દેશને ગૌરવ અપાવ્યું. આ ઉપરાંત યોગીએ દાવો કર્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર
મોદીને અનુસરવા માગે છે, ટ્રમ્પ નરેન્દ્ર મોદીના રસ્તે આગળ ચાલીને
અમેરીકાને આગળ લઈ જવા માગે છે. ત્યાર બાદ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.
રાત્રે સુરત ખાતે ઉત્તર ભારત
ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે તથા બીજા દિવસે તારીખ 14 ઓક્ટોબરે
કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે. શુક્રવારે તારીખ 13 ઓક્ટોબરે ગુજરાત ભાજપ દ્વારા આયોજિત ગુજરાત ગૌરવ યાત્રા, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં
ઉત્તર ઝોનના કચ્છ જીલ્લામાં ફરશે.
વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના
વલસાડ, નવસારી અને
સુરત જીલ્લામાં 6 વિધાનસભા ક્ષેત્રોમાં 136 કિલોમીટરનો પ્રવાસ કરશે. તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી
અને અબ્રામા ખાતે સ્વાગત સભા તથા ગૌરવ યાત્રાનું 4 સ્થાનો પર
પ્રજાજનો દ્વારા સ્વાગત થશે. નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર
ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં 4 વિધાનસભા ક્ષેત્રોમાં 147
કિલોમીટરનો પ્રવાસ કરશે. -રાપર, સામખીયાણી,
વોંધ, ગાંધીધામ, અંજાર
અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે અને ગૌરવ યાત્રાનું 6 સ્થાનો
પર પ્રજાજનો દ્વારા સ્વાગત થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો