Sunday, 2 December 2018

2022માં જી-20 સમિટની યજમાની કરશે ભારત


 
2022માં જી-20 દેશોનુ સંમેલન ભારતમાં યોજાશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આર્જેન્ટિનામાં યોજાયેલી જી-20 સમિટના સમાપન સમારોહમાં આ જાહેરાત કરી હતી.
મોદીએ જી-20 દેશોના વડાઓને 2022માં ભારત આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે 2022માં જી-20 સમિટની યજમાની ઈટાલી કરવાનુ હતુ.
જોકે ભારતની આઝાદીના 75 વર્ષ 2022માં પુરા થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન ટ્વિટ કર્યુ હતુ કે જી-20 શિખર સંમેલનમાં ભારત વિશ્વનુ સ્વાગત કરવા માટે આતુર છે. વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ થવા તમામને આમંત્રણ છે. ભારતના સમૃધ્ધ ઈતિહાસને જાણો અને ભારતની મહેમાનગતિ માણો.
પીએમ મોદીએ આ સમિટમાં અલગ અલગ દેશોના વડાઓ જોડે મંત્રણાઓ કરી હતી.તેમણે જાપાન, અમેરિકા અને ભારતના ગઠબંધનને ત્રણ દેશોના પહેલા અક્ષરને જોડીને "JAI" નામ આપ્યા છું. જેનો અર્થ વિજય પણ થાય છે.
મોદીએ આ સમિટમાં નીરવ અને માલ્યા જેવા ભાગેડૂ આર્થિક અપરાધીઓને પકડવા માટે 9 મુદ્દાનો એક એજન્ડા પણ રજૂ કર્યો હતો.
ચીનના રાષ્ટ્રપતિ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી અને કહ્યુ હતુ કે બંને દેશોના સબંધોમાં ઘણો સુધારો આવ્યો છે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા બનશે ગણતંત્ર દિવસે મુખ્ય મહેમાન


 
PM મોદીએ શનિવારે G-20 શિખર સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે મુલાકાત કરી અને આગામી વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું. આગામી વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી પણ છે. દક્ષિણ આફ્રીકી નેતા રામફોસાPM મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. 
PM મોદીએ બેઠક બાદ ટ્વીટ કરી કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાને મળીને ખુશ થયો. મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવી રહ્યા હોઈશુ ત્યારે 2019માં ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિ રામફોસાનું મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કરવું એ અમારા માટે સમ્માનની વાત છે. દક્ષિણ આફ્રિકા સાથે બાપુના નજીકના સંબધો જગજાહેર છે. 
PM મોદી કહ્યું કે રામફોસાની ભારત યાત્રા બન્ને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબધોને વધારે મજબૂત કરશે. PM મોદીએ ટ્વીટ કર્યું કે તે રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાનો આગામી પ્રવાસ તે પણ ભારતના ગણતંત્ર દિવસના વિશેષ અવસરે ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે વ્યાપારિક તથા લોકોની વચ્ચે સંબધોને વધારે મજબૂત કરશે.