દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા બનશે ગણતંત્ર
દિવસે મુખ્ય મહેમાન
PM મોદીએ શનિવારે G-20 શિખર
સંમેલનમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે મુલાકાત કરી અને આગામી
વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન બનવા માટે આમંત્રણ આપ્યું. આગામી વર્ષે
મહાત્મા ગાંધીની 150મી જયંતી પણ છે. દક્ષિણ આફ્રીકી નેતા
રામફોસાએ PM મોદીના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.
PM મોદીએ બેઠક બાદ ટ્વીટ કરી કે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ
સિરિલ રામફોસાને મળીને ખુશ થયો. મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવી રહ્યા હોઈશુ ત્યારે 2019માં ગણતંત્ર
દિવસે રાષ્ટ્રપતિ રામફોસાનું મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કરવું એ અમારા માટે
સમ્માનની વાત છે. દક્ષિણ આફ્રિકા સાથે બાપુના નજીકના સંબધો જગજાહેર છે.
PM મોદી કહ્યું કે રામફોસાની ભારત યાત્રા બન્ને દેશોની વચ્ચે
દ્વિપક્ષીય સંબધોને વધારે મજબૂત કરશે. PM મોદીએ ટ્વીટ કર્યું કે તે રાષ્ટ્રપતિ
સિરિલ રામફોસાનો આગામી પ્રવાસ તે પણ ભારતના ગણતંત્ર દિવસના વિશેષ અવસરે ભારત અને
દક્ષિણ આફ્રિકાની વચ્ચે વ્યાપારિક તથા લોકોની વચ્ચે સંબધોને વધારે મજબૂત કરશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો