મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2018

ત્રણ બેન્કોનું મર્જર

કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના મર્જરની જાહેરાત કરી દીધી છે. જેના કારણે હવે બેન્કના માળખામાં થનારા ફેરફારને લઈને ત્રણે બેન્કના લાખો એકાઉન્ટ ધારકો મૂંઝવણમાં છે.
જોકે હજી સુધી મર્જર બાદ બેન્કનુ નવુ નામ જાહેર કરાયુ નથી.પણ ગ્રાહકો માટે કઈ ચીજો બદલાશે તે આ પ્રમાણે છે.
  • ગ્રાહકોની ડિપોઝીટ જે પણ બેન્કમાં હશે તે નવી બેન્કમાં ટ્રાન્સફર થઈ જશે.આ માટે કદાચ ગ્રાહકોએ પેપર વર્ક કરવુ પડશે.
  • મર્જર બાદ નવી બેન્કના નામની ચેકબૂક ગ્રાહકે લેવી પડશે.
  • એટીએમ કાર્ડ પણ ગ્રાહકને નવુ અપાશે.જોકે તેના માટે ગ્રાહકોને પુરતો સમય મળશે.
  • નવી બેન્કનુ ઈન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ પણ બદલાઈ શકે છે.આવા સંજોગોમાં  ઈન્ટરનેટ બેન્કિંગ કરતા ગ્રાહકોને નવેસરથી લોગ ઈન આઈડી અને પાસવર્ડ અપાઈ શકે છે.
  • આઈએફએસસી કોડ બદલાશે.જોકે તેમાં હજી સમય લાગશે.આ માટે ગ્રાહકોને જાણકારી અપાશે.
  • કોડ બદલવાની સાથે બેંકની બ્રાન્ચ પણ બદલાઈ શકે છે.કોઈ એક વિસ્તારમાં જો મર્જરમાં સામેલ બેન્કોની બે બ્રાન્ચ છે તો એક બ્રાન્ચ બંધ કરી શકાય છે.
  • નવી એપ બનાવવામાં આવે તેવી શક્યતા છે.ગ્રાહકોએ સત્તાવાર એપનો ઉપયોગ કરવા માટે ધ્યાન રાખવુ પડશે.