Friday, 10 November 2017

પી.વી. સિંધુને હરાવીને સાયનાએ વિમેન્સ નેશનલ ટાઈટલ જીત્યુ- નેશનલ બેડમિન્ટનમાં શ્રીકાંતને આંચકો આપીને પ્રણોય મેન્સ ચેમ્પિયન

- સિંધુ અને શ્રીકાંત વિમેન્સ અને મેન્સમાં વર્લ્ડ નંબર ટુ છે છતાં હાર્યા


સાયના નેહવાલ અને એચ.એસ. પ્રણોય અનુક્રમે વીમેન્સ અને મેન્સ નેશનલ બેડમિંટન ચેમ્પિયન બન્યા છે. જોગાનુજોગ બંને વિશ્વમાં ૧૧મો ક્રમ ધરાવે છે. 

સાયના માટે આ નેશનલ ટાઈટલનું મહત્વ એ રીતે છે કે તેણે ફાઈનલમાં પી.વી. સિંધુને હરાવી હતી. પ્રણોયે શ્રીકાંતને પરાજય આપી મેન્સ સિનિયર ટાઈટલ જીત્યું હતું. સિંધુ વર્લ્ડ નંબર બે ખેલાડી છે અને વર્તમાન ફોર્મ જોતા તે જીતવા માટે ફેવરિટ હતી. સાયનાએ સિંધુને ૨૧-૧૭, ૨૭-૨૫થી હરાવી હતી તેના પરથી કેવી રસાકસી સર્જાઈ હશે તેની કલ્પના કરી શકાય. છ વખત સાનિયા મેચ પોઈન્ટ પર આવી અને સિંધુએ વળતો પ્રતિકાર કર્યો હતો. બીજા સેટમાં સિંધુ ૫-૧થી આગળ હતી તે પછી સાયનાની જોરદાર રમતથી ૬-૬નો સ્કોર થયો તે પછી સિંધુએ ૧૮-૧૫ની લીડ મેળવી. 

મેરી કોમે એશિયન બોક્સિંગમાં પાંચમી વખત ગોલ્ડ મેડલ જીત્યોએશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં પાંચમો ગોલ્ડ અને છઠ્ઠો મેડલ જીત્યા બાદ ભારતની લેજન્ડરી બોક્સર એમસી મેરી કોમે કહ્યું કે, મારા દરેક મેડલમાં મારા સંઘર્ષની ગાથા છુપાયેલી છે. ખાસ કરીને બોક્સિંગ રિંગની બહાર મારી જવાબદારી વધી ગઈ છે અને હું વધારે વ્યસ્ત બની ગઈ છું, તેમ છતાં હું એશિયન ચેમ્પિયન બની શકી તેનાથી ખુશ છું. મેરી કોમ હવે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે યોજાનારી કોમનવેલ્થ બોક્સિંગ ચેમ્પિયનશીપમા ભાગ લેશે. એશિયન બોક્સિંગમાં પાંચમા ગોલ્ડ બાદ મેરી કોમે કહ્યું કે,અન્ય તમામ મેડલની જેમ આ મેડલ પણ મારા માટે ખાસ મહત્વ ધરાવે છે. અનોખા પ્રકારના સંઘર્ષની સાથે પ્રેક્ટિસ કરીને મેં આ મેડલ જીત્યો છે. આ મેડલ હું સાંસદ બની તે પછી જીત્યો છે, તેના કારણે ખાસ છે. આ કારણે મારી પ્રતિષ્ઠા વધશે અને મારુ સ્ટેટસ વધુ વિકાસ પામશે.

સોનિયાને સિલ્વર : ભારતના કુલ સાત મેડલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતે કુલ સાત મેડલ જીત્યા હતા. ભારતીય બોક્સિંગ ટીમમાં એકમાત્ર મેરી કોમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ભારતની સોનિયા લાથેરને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી સોનિયાને ૫૭ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં ચીનની યીન જુન્હુઆ સામે સ્પ્લીટ વર્ડિક્ટમાં હારનો સામનો કરવો કરવો પડયો હતો. આમ છતાં તે એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની એકમાત્ર મહિલા બોક્સર બની હતી. ભારત તરફથી એલ. સરિતા દેવીએ ૬૪ કિગ્રા વજન વર્ગમાંપ્રિયંકા ચૌધરીએ ૬૦ કિગ્રા વજન વર્ગમાં, લોવલીના બોર્ગોહાઈને ૬૯ કિગ્રા વજન વર્ગમાં, સીમા પુનિયાએ ૮૧થી વધુ કિગ્રા વજન વર્ગમાં અને શિક્ષાએ ૫૪ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.


મેરી કોમે એશિયન બોક્સિંગમાં ૧૪ વર્ષ પહેલા ગોલ્ડ જીત્યો હતો આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં જિવંત દંતકથા સમાન ભારતીય બોક્સર મેરી કોમે એશિયન બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચી દીધો હતો. ૩૪ વર્ષની મેરી કોમે એશિયન બોક્સિંગમાં તેનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ ૧૪ વર્ષ પહેલા એટલે કે ૨૦૦૩માં જીત્યો હતો. તે સમયે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં હિસ્સારમાં યોજાઈ હતી. આ પછી તે ૨૦૦૫માં તાઈવાનના કાઓસીઉંગમાં પણ ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે ૨૦૦૮માં ગુવાહાટીમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તેણે ૨૦૧૦માં કઝાખસ્તાનના અસ્થાનામાં અને ૨૦૧૨માં મોંગોલિયાના ઉલાન્ટબારમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.

વિશ્વમાં પ્રથમ પોસ્ટકાર્ડ ૧૮૬૯માં ઓસ્ટ્રિયાએ બહાર પાડયું હતું- આ પોસ્ટકાર્ડ ૧૨.૨ સેમી લાંબું અને ૮.પ સેમી પહોળું હતું, માત્ર એક જ મહિનામાં એક લાખ પોસ્ટ કાર્ડ વેચાયા હતા.

- સૌથી પહેલું પોસ્ટકાર્ડ પણ પીળા રંગનું જ હતું

વિશ્વમાં સૌ પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૬૯ ,૧ ઓકટોબરના રોજ ઓસ્ટ્રીયા દેશે બહાર પાડયું હતું.ઓસ્ટ્રીયાના કોલ્બેસ્ટીનર નામના એક નાગરીકને પોસ્ટકાર્ડ બહાર પાડવાનો પ્રથમ વિચાર આવ્યો હતો.આ અંગે તેણે સૈન્ય એકેડમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર એમુનઅલ હર્લેને વાત કરતા એમુનઅલે સરકારના પોસ્ટલ મંત્રાલયને ઉદેશીને એક લેખ લખ્યો હતો.

ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે


ભારતમાં હલકા ભૂરા રંગનું  પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ ૧૮૭૯માં બહાર પાડવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામ લખવામાં આવ્યું હતું. કાર્ડની મધ્યમાં રાજચિહ્ન અને જમણી બાજુ રાણી વિકટોરિયાનો ફોટો હતો.  

ઇસ ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ કાઢીને ઇન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું. ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ ક્સ્તુરબા,નાનું બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા. 

એક માહિતી મુજબ ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે. એક પોસ્ટકાર્ડ પર ૭ રુપિયા જેટલું નુકસાન જાય છે. ૨૦૧૨-૧૩માં પોસ્ટખાતાને ૯૦.૪૭ કરોડનું નુકસાન થયું હતું.