મંગળવાર, 25 ડિસેમ્બર, 2018
હવે બહાર પડશે 20 રૂપિયાની નવી નોટ, આ ઐતહાસિક ધરોહરનો ફોટો નોટ પર હશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 20 રુપિયાની નવી નોટ બહાર પાડવાની જાહેરાત કરી છે.
અત્યાર સુધીમાં 10.50,100, 200, 500 અને 2000ની નવી નોટો બહાર પડાઈ છે.હવે તેમાં
20ની નોટનો ઉમેરો થયો છે.
20 રુપિયાની નવી નોટ પર ઐતહાસિક ઈમારતનો ફોટો હશે અને શક્ય
છેકે અંજતા ઈલોરાની ગુફાઓ આ નોટ પર દર્શાવાય.જુની નોટની સરખામણીમાં આ નોટની સાઈઝ
નાની હશે.
નવી નોટોમાં સુરક્ષા ફીચર્સ પણ વધારે હશે.નોટનો રંગ ડાર્ક
રેડ હોઈ શકે છે.હાલમાં 20 રુપિયાની 10 કરોડો નોટો ચલણમાં છે.ચલણી નોટોમાં 20 રુપિયાની નોટનુ પ્રમાણ 9.8 ટકા છે.
જાણો દેશના સૌથી
લાંબા રેલ રોડ પુલની ખાસિયતો
પીએમ મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બનેલા
દેશના સૌથી લાંબા રેલ કમ રોડ બ્રિજનુ આજે અટલ બિહારી વાજપેયીના જન્મ જયંતિના દિવસે
ઉદઘાટન કર્યુ છે.
આ પુલના કારણે અરુણાચલ અને સીમા સાથે
જોડાયેલા અન્ય વિસ્તારોમાં આવાગમન સરળ થઈ જશે.1997માં આ પુલનો શિલાન્યાસ કરાયો હતો.જોકે
તેનુ કામ 2002માં અટલ સરકારે શરુ કરાવ્યુ હતુ.
જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.
જાણો પુલની વિશેષતાઓ પુલની લંબાઈ 4.94 કિલોમીટર છે.જે આસામાના દિબ્રુગઢને ધીમાજી સાથે જોડશે. પુલની ઉપર ત્રણ લેનનો રસ્તો અને તેની નીચે ડબલ રેલવે ટ્રેક છે.પુલ બ્રહ્મપુત્રા નદીથી 32 મીટરની ઉંચાઈ પર છે.જેની ડિઝાઈન સ્વીડન અને ડેનમાર્કને જોડતા પુલથી પ્રભાવિત છે.
હાલમાં દિબ્રુગઢથી અરુણાચલ જવા માટે
વાયા ગૌહાટી થઈને જવુ પડે છે.જેનાથી 500 કિલોમીટરની મુસાફરી કરવાનો વારો આવે
છે.આ પુલના કારણે મુસાફરી ઘટીને 100 કિમી થઈ જશે.
દુનિયાની સૌથી
મોટી તોપ
ભારતીય
મહારાજાઓનો ઈતિહાસ, તેમનો વારસો અને તેમની જાહોજલાલી રસપ્રદ છે. તેમના અસ્ત્ર
શસ્ત્ર પણ ખાસ હતા. આજે પણ મહેલોમાં રાજા મહારાજાઓના શસ્ત્ર જેવા કે તીર, ભાલા, બંદૂક અને તોપ જોઈ શકાય છે. હવે વાત
તોપની નીકળી જ છે તો આજે જાણો દુનિયાની સૌથી મોટી તોપ વિશેની રસપ્રદ જાણકારી. આ
તોપ વિશે તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય. આ તોપ એશિયાની સૌથી મોટી તોપ છે અને તે
જયપુરમાં જયગઢ કિલ્લા પર રાખવામાં આવી છે. આ તોપ જયબાણ નામથી પ્રખ્યાત છે.
આ તોપ વિશેની
રસપ્રદ વાત એ છે કે તેમાંથી ફેંકવામાં આવેલા ગોળાથી શહેરથી 35 કિલોમીટર દૂર એક ગામમાં તળાવ બની ગયું હતું. આજે પણ તોપના
કારણે બનેલું તળાવ અસ્તિત્વમાં છે અને લોકો તેના પાણીથી પોતાની જરૂરીયાત પૂરી કરે
છે.
ઈતિહાસકારો
અનુસાર જયગઢ કિલ્લાનું નિર્માણ 1726માં થયું હતું. વિશ્વની સૌથી મોટી
તોપ જયગઢ કિલ્લાના દરવાજા પર રાખવામાં આવી છે. તેનું કુલ વજન 50 ટન છે. જયબાણ તોપની કુલ લંબાઈ 31 ફૂટ અને 3 ઈંચ છે. 35 કિલોમીટર સુધી વાર કરી શકતી આ તોપમાં એકવાર ફાયર કરવા માટે 100 કિલો ગન પાવડરની જરૂર પડતી. જયબાણ તોપનું જ્યારે પહેલીવાર
ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે 35 કિમી દૂર ચાકસૂ નામના ગામમાં ગોળો
પડ્યો અને તે જગ્યાએ તળાવ બની ગયું.
આ તોપનો ગોળો
બનાવવાના ઉપકરણ પણ ખાસ છે. જયબાણ તોપમાં 8 મીટર લાંબી બેરલ રાખવાની સુવિધા છે.
આ તોપ વિશ્વભરમાં પ્રસિદ્ધ તોપ છે. આ કિલ્લામાં તોપને લગતી જાણકારી અંકિત કરવામાં
આવી છે. વધારે વજનના કારણે આ તોપને ક્યારેય બહાર લઈ જવામાં નથી આવી અને તેનો ઉપયોગ
ક્યારેય યુદ્ધમાં પણ કરવામાં આવ્યો નથી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)