Asian Gamesમાં નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, ભારતને 8મો ગોલ્ડ અપાવ્યો
જાકાર્તામાં
આયોજિત 18મી એશિયન ગેમ્સના નવમાં દિવસે ભારતના સ્ટાર ભાલા ફેંક એથલેટિક્સ નીરજ ચોપરાએ
ગોલ્ડ મેડલ જીતીને દેશનુ ગૌરવ વધાર્યુ છે.
નીરજે આ સાથે
ભારતને 8મો ગોલ્ડ આપાવ્યો છે. ગેમ્સના નવમાં દિવસે નીરજે 88.06 મીટર ભાલો ફેંકી
ઇતિહાસ રચી દિધો છે. આ પહેલા એશિયાડ ગેમ્સમાં ભારતનો કોઇ ખેલાડી ભાલા ફેંકમાં
ગોલ્ડ મેડલ જીત્યું નથી.
છેલ્લીવાર 1982માં દિલ્હીમાં
આયોજિત એશિયન ગેમ્સમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડ
કોસ્ટમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે
તેણે 86.47 મીટર ભાલો ફેંક્યો હતો.
પાનીપતના નીરજે
વર્ષ 2016માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટર વિશ્વ
રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો.