ઉત્તરાખંડના
પદ્મશ્રી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને છ
વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા...
BSFના
અધિકારી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઇન્ટ એવરેસ્ટને છ વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે શનિવારે(27th may) આ સિધ્ધી મેળવી હતી.
'જીપીએસના આંકડાઓ અનુસાર તેમણે ૬-૧૦
મિનિટે સર્વોચ્ચ શિખર પર પગ મૂક્યો હતો' એમ તેમના પત્ની અને ઉત્તરાખંડ સરકારની મુનસિારી ખાતે આવેલી
પર્વતારોહણ સંસ્થાના વડા તેમજ દક્ષિણ ધ્રુવમાં સ્કી કરી ત્રીરંગાને
ફરકાવનાર પ્રથમ મહિલા બનનાર રીના કૌશલે કહ્યું હતું.
ઉત્તરાખંડના પદ્મશ્રી લવરાજ સિંહે
પહેલી વખત ૧૯૯૮માં માઉન્ટ એવરેસ્ટ ચઢ્યા હતા.
૨૦૦૮માં બીજી વખત,
૨૦૦૯માં ત્રીજી વખત,
૨૦૧૨માં ચોથી અને
૨૦૧૩માં પાંચમી વખત એવરેસ્ટ ચઢેલા.
દેહરાદૂનમાં સહાયક કમાન્ડન્ટ તરીકે સેવા આપતા લવરાજ સિંહ
ઓએનજીસીની ત્રણ સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની પહેલાં અરૃણાચલના
અંશિ જામસેનપા બે બાળકોની માતા હોવા છતાં પાંચ દિવસમાં બે વાર એવરેસ્ટને સર કરી
શક્યા હતા.