બુધવાર, 5 સપ્ટેમ્બર, 2018



શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર


5 સપ્ટેમ્બરના ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ-શિક્ષણવિદ્ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ છે અને આપણા દેશમાં તેઓની જન્મજયંતિની ઉજવણી 'શિક્ષક દિવસ' તરીકે કરવામાં આવે છે. 

ડો. રાધાકૃષ્ણનને 1909થી 1948 એમ  જીવનના ચાર દાયકા સુધી શિક્ષણના યજ્ઞામાં પોતાનું જીવન હોમી દીધું હતું. આપણા દેશમાં 1962ના વર્ષથી ઉજવાતા 'શિક્ષક દિવસ'ની ઉજવણી બિબાંઢાળ રીતે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બને છે. 

આજથી ૪ હજાર વર્ષ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણનું બીજારોપણ થયું હતું. ગીતાજીમાં શ્રી કૃષ્ણે જ્ઞાનને પવિત્ર ઘોષિત કરતા કહ્યું છે કે વિદ્યા જેવું બીજું કોઇ નેત્ર નથી. વાસ્તવમાં શિક્ષણ એ પ્રક્રિયા છે. જેના દ્વારા માનવશિશુ સર્વ પ્રકારે વિકસીત થઇને સમાજમાં યોગ્ય-ઉચ્ચ સ્થાન ગ્રહણ કરે છે.