બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

India gets first state-of-the-art homoeopathy research lab


The laboratory, established at a cost of  8 crore, is the only one in India for conducting basic and fundamental research in homoeopathy for viral diseases such as influenza, Japanese encephalitis, dengue, chikunguniya and swine flu.

Union minister of state for Ayurveda, Yoga and Naturopathy, Unani, Siddha and Homoeopathy (AYUSH), Shripad Yesso Naik, inaugurated the state-of-the art laboratory at Kolkata’s Dr Anjali Chatterjee Regional Research Institute for Homoeopathy (RRIH).

This laboratory has been established to develop new drugs and technologies in homoeopathy to combat emerging challenges of viral diseases

The laboratory is recognized by the Calcutta University to undertake research work of the PhD students in the field of homoeopathy.

The laboratory, established at a cost of  8 crore, is the only one in India for conducting basic and fundamental research in homoeopathy for viral diseases such as influenza, Japanese encephalitis, dengue, chikunguniya and swine flu. The laboratory will also be used to create new drugs and technologies in treating these viral diseases.

West Bengal’s National Institute of Homoeopathy (NIH) and RRIH are expected to actively collaborate to impart practical training to the students and research scholars in virus research, both in laboratory and in the field.

Howrah-based Centre of Excellence in Fundamental Research in Homoeopathy will also undertake fundamental research studies in homoeopathy with an interdisciplinary approach.

This institute has undertaken several clinical research studies such as autism, psoriasis, vitiligo, breast cancer, hypertension, migraine etc. along with proving of new drugs in homoeopathy with their clinical validations

About 400 patients are being treated daily through the out patient department (OPD) services and AYUSH outreach services are being provided also in villages.


Government of India is doing everything possible to promote research in various departments of homoeopathy— clinical research, drug standardization and basic research, and encourages new researchers to make India the leader in research arena of homoeopathy
India, Belarus sign 10 pacts to expand cooperation


India and Belarus on Tuesday inked 10 pacts to expand cooperation in a range of areas and decided to explore joint development and manufacture of military platforms, giving a fresh momentum in bilateral ties.

Also agreed to focus on ramping up economic engagement between the two countries, holding that there was a huge scope for boosting trade and investment.
The pacts inked provided for enhancing bilateral cooperation in a variety of areas, including oil and gas, education and sports.

Signed MoUs/Agreements

·        MoU in the Oil and Gas Sector
·        MoU for Cooperation in Agricultural Research and Education
·        Programme of cooperation in the field of culture for 2018-2020.
·        MoU between Sports Ministry and Ministry of Education of Belarus
·        MoU for Cooperation in the Field of Vocational Education and Training.
·        MoU between JSC Belarusian Potash Company (BPC) and Indian Potash Ltd (IPL).

·        Agreement on Scientific and Technical Cooperation between National Academy of Sciences of Belarus and Indian National Science Academy (INSA). 


ઝડપી, સલામત અને કાર્યક્ષમ બુલેટ ટ્રેન 'મેડ ઇન ઇન્ડિયા'




વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર જાપાનના સહયોગ સાથે ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાર ઘડશે, જેથી વૃદ્ધિ પામી રહેલાં અર્થતંત્ર તરીકે આપણને શું મળશે?

શિન્કાન્સેન ટેકનોલોજી
શિન્કાન્સેન ટ્રેનો જાપાનમાં છેક ૧૯૬૪થી દોડે છે. આ ટ્રેનો પોતાની તેજ ગતિ માટે જ ખ્યાતનામ તો છે જ એટલું જ નહીં આ ટ્રેનો આરામદાયક સગવડ, નિયમિતતા અને બેજોડ સલામતી પણ પૂરા પાડે છે. છેલ્લી અર્ધી સદીમાં શિન્કાન્સેન ટ્રેનનો એક પણ ગંભીર અકસ્માત થયો નથી. અચંબો પમાડે એવી બાબત એ છે કે આટલા વર્ષાે દરમિયાન શિન્કાન્સેન કદી એક મિનિટ કરતા વધારે મોડી પડી નથી. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન ૨૦૨૨ની ૧૫ ઓગસ્ટે શરૃ કરવાની ધારણા છે. હાલ આ બંને શહેરો વચ્ચે ટ્રેન મુસાફરીમાં અંદાજે ૭થી ૮ કલાક લાગે છે. બુલેટ ટ્રેનના આગમન બાદ આ સમયગાળો ફક્ત ૨ કલાકનો રહી જશે. હાલ બીજા આવા હાઇ-સ્પીડ કોરિડોર સ્થાપવા દેશના અન્ય ૬ શહેરોનો અભ્યાસ થઇ રહ્યો છે. ભવિષ્યમાં આ કોરિડોર પણ અતિ ઝડપી ટ્રેનો દોડાવવા સક્ષમ બની જશે અને ત્યારે ભારતની અર્થવ્યવસ્થામાં ઓર ઉછાળ આવશે અને દેશને એક વેગવાન, સલામત અને 'મેડ ઇન ઇન્ડિયા' પ્રોડક્ટ પણ મળશે.

ગર્વાન્વિત મેક ઇન ઇન્ડિયા
ખરેખર તો બુલેટ ટ્રેન સરકારની ઇચ્છાશક્તિ અને નાણાં અને માનવબળના જંગી રોકાણના મામલે આકરી કસોટી માગી લેનારી યોજના છે. સામાન્ય રીતે આટલી મોટી કક્ષાની યોજનાઓ માટે ભંડોળ અને નફો પાછો વાળવા સહિતની અમર્યાદ બાંહેધરીઓ આપવાની થતી હોય છે. સ્વદેશી ધોરણે સંચાલન થઇ શકે અને ભારતના અર્થતંત્રને લાભ મળી શકે એ માટે અત્યાધુનિક ટેકનોલોજીનું હસ્તાંતરણ ભારતને કરવામાં આવશે અને એ રીતે બુલેટ ટ્રેન કરાર ભૂતકાળમાં થયેલા આવા કરારોને પાછળ મૂકીને નવો ચીલો ચાતરશે.

મેક ઇન ઇન્ડિયાના ફાયદા
સ્વદેશી ધોરણે ઉચ્ચ કૌશલ્ય ક્ષમતાઓ વિકસાવવામાં આવશે. પ્રોજેકટ અમલીકરણ એજન્સી તરીકે કામ કરવા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની તર્જ પર નેશનલ હાઇ-સ્પીડ રેલ કાર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે.

માનવસંસાધન વિકાસ
આ યોજનાથી આશરે ૨૦ હજાર લોકો માટે રોજગાર ઊભો થશે. વડોદરા ખાતે હાઇસ્પીડ રેલ ટ્રેનિંગ ઇનસ્ટીટયૂટ ઊભી થઇ રહી છે જે અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં ૪ હજાર જણાંના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવશે. એ ઉપરાંત, ઇન્ડિયન રેલવેઝના ૩૦૦ યુવાન અધિકારીઓને જાપાન ખાતે તાલીમ આપવામાં આવશે. ઉપરાંત ૨૦ વરિ અધિકારીઓ જાપાનમાં જ જાપાનના ભંડોળ હેઠળ માસ્ટર્સ કોર્સ કરી શકશે.

બાંધકામ ઉદ્યોગમાં ઉછાળો આવશે
૫૦૮ કિલોમીટરનો દ્વીમાર્ગીય રેલમાર્ગ તૈયાર કરવાનો હોવાથી લોખંડ, અન્ય બાંધકામ સામગ્રી અને સરંજામની જંગી માંગ ઊભી થશે જેના કારણે બાંધકામ ઉદ્યોગમાં મોટો ઉછાળો આવશે અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેવા હજારો રોજગાર ઊભા થશે. ભંડોળ વાષક ૦.૧ ટકાના સાવ નજીવા દરે મેળવવાનો સોદો કર્યો છે, લોન પાછી વાળવાની શરૃઆત પણ ૧૫ વર્ષ બાદ થશે. સરવાળે જોતાં ભારતને આનાથી વધારે સારી આથક દરખાસ્ત મળી જ ન શકે. શૈક્ષણિક બજેટ અથવા અન્ય કોઇ વાષક બજેટ સાથેની સરખામણી પણ નાણાંના સમય સાથેના મૂલ્યના ધોરણે ખામીગત છે. 
આજે જાપાનના વડાપ્રધાનનું એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ભવ્ય સ્વાગત

ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ ઘટના - મિનિ ગુજરાત-ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવાશે.
14મીએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન.

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત જ કોઈ દેશના વડાપ્રધાન સીધા ગુજરાત આવી રહ્યા છે. દેશની રાજધાનીને બાયપાસ કરીને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવી રહ્યા છે. બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. 

મુંબઈ અમદાવાદ વચ્ચે કુલ ૫૦૮ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી ત્રણ કલાકમાં જ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર પ્રવાસીઓ કાપી શકશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પણ બૂલેટ ગતિ મળે તે હેતુથી જાપાન અને ગુજરાત સરકાર વચ્ચે પણ અનેક પ્રકારના સમજૂતી કરાર થશે. તેમાં મહત્ત્વપૂર્ણ બાબત સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર આકાર લેશે.


બે દિવસની ભારત યાત્રા દરમિયાન આજે શિંજો અમદાવાદની પ્રસિદ્ધ સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહેશે. 
  
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને આ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ પહેલીવાર તેઓ દેશની કોઇ મસ્જિદની મુલાકાત કરશે.   

વડાપ્રધાન મોદી વર્ષ 2015માં જ્યારે યૂએઇ ગયા હતા ત્યારે આબુ ધાબીના પ્રખ્યાત શેખ જાયદ મસ્જિદ ગયા હતા.

મસ્જિદમાં પીએમ મોદી આબુ ધાબીના કિંગ સાથે ફર્યા હતા. મોદીની આ તસવીરો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.    સિદ્દી સૈયદ મસ્જિદની ખાસિયત અમદાવાદની પ્રસિદ્ધ મસ્જિદ 'સિદ્દી સૈયદની જાળી'ના નામથી ઓળખવામાં આવે છે.



ગુજરાત સલ્તનત દરમિયાન વર્ષ 1573માં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ પથ્થરોમાં કંડારવામાં આવેલી અદ્દભૂત કોતરણીને કારણે પ્રસિદ્ધ છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલા 'જાલી વૃક્ષ' દુનિયાભરમાં ફેમસ છે.    

મસ્જિદની ઇમારત પીળા પથ્થરોથી બનાવવામાં આવી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે.    

હાલમાં આ મસ્જિદ દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. પરંતુ બ્રિટિશ કાળમાં આ મસ્જિદનો ઉપયોગ સરકારી ઑફિસ તરીકે કરવામાં આવતો હતો.