શુક્રવાર, 7 એપ્રિલ, 2017

સ્વતંત્ર રેલવે વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરી.

Image result for indian railway

સત્તામંડળને નૂરભાડા નક્કી કરવાની સત્તા મળશે ઉપરાંત રેલવેમાં રોકાણ કરવા ઇચ્છીત ખાનગી એજન્સીઓની દરખાસ્તોનું પણ નિયમન કરશે. 

રેલવે સેક્ટરમાં થયેલો આ સૌથી મોટો સુધારો છે. પ્રવાસીઓને આપવામાં આવતી સુવિધાઓને બહેતર કરવા,રોકાણકારો માટે હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા તેમજ પારદર્શકતા વધારવાના હેતુ સાથે તેની રચના થઈ રહી છે.

WHO

Image result for WHO

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થય વિષયોની એજન્સી વિશ્વ સ્વાસ્થય સંગઠનની(WHO) સ્થાપના ૭ એપ્રિલ ૧૯૪૮ નાં દિવસે કરવામાં આવી હતી. તેથી આજનો દિવસ વિશ્વ સ્વાસ્થય દિવસ તરીકે માનાવવામાં આવે છે.
WHOનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડ્નાં જિનીવા શહેરમાં આવેલ છે.તેની સ્થાપના માટે ૨૨ જુલાઈ ૧૯૪૬ના દિવસે સંયુક્ત રાષ્ટ્રના તત્કાલીન તમામ ૬૧ દેશોએ સર્વસંમતિ દર્શાવી હતી. હાલમાં ૧૯૪ દેશ વિશ્વ સ્વાસ્થય સંગઠનનાં સદસ્ય છે.