દિલ્હીથી જડબેસલાક સુરક્ષા વચ્ચે ૩૦ કિલો સોનુ સોમનાથ પહોંચ્યું
- મંદિરના સ્તંભોને સુવર્ણથી જડવા માટે
- ૯.૫૧ કરોડના સુવર્ણથી ઝળહળશે સ્તંભોઃ ભારતની અસ્મીતાના પ્રતીક સમા સોમનાથ
મહાદેવ મંદિરનો ફરી આવશે સુવ
ભારતની અસ્મિતાના
પ્રતિક સમા સોમનાથ મહાદેવ મંદિર
સુવર્ણનું બનેલું હતું તેવી વાતો ઇતિહાસમાં લખાયેલી છેે. સોમનાથ મહાદેવ મંદિરનો
સુવર્ણયુગ ફરી વખત આવી રહ્યો છે. દાતાઓના સહયોગથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ
મંદિર સોનાનું થઈ જાય તેવા ક્રમશઃ તબક્કાવાર હાથ ધરેલા પ્રયાસોને સારો પ્રતિસાદ
મળ્યો છે. મંદિરનું ગર્ભગૃહ, દરવાજા, દિવાલો, ધ્વજદંડ, ડમરું, ત્રિશુલ વગેરે સુવર્ણજડિત થયા બાદ હવે સ્તંભોને સુવર્ણથી
જડવા ૩૦ કિલો સોનુ દિલ્હીથી આવી પહોંચ્યું છે.
અરબી સમુદ્ર કાંઠે
બિરાજમાન ભારતના બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર
ગર્ભગૃહ એટલે કે જ્યાં સાક્ષાત ભોલેનાથ બિરાજમાન છે તે સંપૂર્ણ ગૃહને સોનેથી જડી
દેવામાં આવ્યું છે. મંદિરના શિખર ઉપરની ટોચ તથા ધ્વજ દંડ તેના ઉપરના ત્રિશુલ ડમરૃ
ભગવાન નિવાસ મંદિરના દ્વાર સ્તંભો સંપૂર્ણપણે સોનાથી ઝળહળી રહ્યા છે અને હવે હાલ
મંદિરમાંના સ્તંભો મઢવા કામગીરીનો પ્રારંભ થશે.
જેના ભાગરૃપે
દિલ્હીના કારીગરો સ્તંભનું માપ લઈ તેને પુઠામાં ઢાળી દિલ્હી લઈ ગયા હતા. જેના આધારે ૩૦ કિલો સોનાના બનેલા ફર્મા અને સોનાની
સામગ્રી કામ પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટ સિક્યોરિટી તથા પ્રભાસપાટણ પોલીસના સબ
ઈન્સ્પેક્ટર તથા હથિયારબંધ પોલીસ જવાનો દિલ્હી આ સોનુ લેવા ખાસ વાહનમાં પહોંચ્યા
હતા. પાયલોટીંગ તથા લોખંડી સુરક્ષા સાથે વાહનમાં સોનુ કે જે સ્તંભ મઢવાના ઢાળા સોમનાથ ખાતે લાવવામાં આવ્યા હતા. આ સોનું અંદાજે
૯ કરોડ ૫૧ લાખની કિંમતનું થવા જાય છે.
સોનું સોમનાથ
પહોંચ્યા પછી હવે થોડા જ દિવસોમાં દિલ્હીના કારીગરો મંદિરના સ્તંભોને સોનાથી
જડવાનું શરૃ કરશે. મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. ગર્ભગૃહ- સભામંડપ અને નૃત્ય
મંડપ. આ તમામને જેમ જેમ દાતાઓનો સહયોગ મળતો જશે તેમ સોનાથી અલંકૃત કરવામાં આવશે.
ભાવિકો દ્વારા નાના મોટા સોનાના દાન સોમનાથ મંદિરને મળતા રહે છે. સોમનાથને મળેલા
સુવર્ણ અનુદાનમાં તા. ૨૮ ડીસે. ૨૦૧૨ ૩૬ કિલો સોના જડીત થાળાનું મોટુ અનુદાન મળ્યું
હતું. જે અંદાજે ૧૦ કરોડથી પણ
વધારે કિંમતનું છે.
શ્રાવણ માસ ૨૦૧૭
દરમ્યાન મંદિરને ૨૧ તોલા સોનું ભાવિકોએ ધર્યું હતું. દિલ્હીના ઈન્દુબહેન ગણાત્રાએ
જીવનપુંજીના સાચવી રાખેલ ૯૪ ગ્રામ સોનુ, ૩૮ ગ્રામ ચાંદી
સોમનાથ મહાદેવને તા. ૩-૬-૧૧ના રોજ અર્પણ કરેલ. સોમનાથ મંદિરના ૧૪૫૫ જેટલા કળશો
સુવર્ણથી મઢવા અમદાવાદના ગીરીશ પટેલ દ્વારા આ અગાઉ રૃ. ૫.૫૧ લાખ, મયુર દેસાઈ દ્વારા ૫.૫૧ લાખ અને દિપક પટેલ
અને સુનિલ પટેલ દરેકે ૧.૨૧ લાખ આપી ચૂક્યા છે.
સોમનાથ મંદિર
ગર્ભગૃહ દરવાજા, દિવાલો, ધ્વજદંડ, ડમરૃ, ત્રિશુળ વિગેરે
સુવર્ણ જંડિત બન્યા બાદ ભગવાનના આભુષણો સહિતના સોને મઢવાના પ્રકલ્પોમાં વિસનદાસ
હોલારામ લખી પરિવાર અને દિલીપભાઈ લખીનું મોટું યોગદાન છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો