રવિવાર, 21 ઑક્ટોબર, 2018


24 ઓક્ટોબરે વિશ્વના સૌથી લાંબા સમુદ્રી પુલનું થશે ઉદ્ઘાટન



 


વિશ્વના સૌથી લાંબા સમુદ્રી પુલ હોંગકોંગ-જુહાઈ-મકાઉને 24 ઓક્ટોબરે માર્ગ પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવશે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી.

 

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆની જાણકારી અનુસાર પર્લ રિવર એસ્ચુરીના લિંગદિંગ્યાંગ જળ ક્ષેત્રમાં બનેલા 55 કિલોમીટર લાંબો આ પુલ વિશ્વનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે. કેટલાક અરબ ડૉલરની આ પરિયોજના પર ડિસેમ્બર 2009માં કામ શરૂ થયુ હતુ. 

આનાથી હોંગકોંગથી જુહાઈની યાત્રાનો સમય ત્રણ કલાકથી ઘટાડીને માત્ર અડધો કલાક થશે. આ સિવાય આ પર્લ નદી પર આવેલા અન્ય શહેરોને પણ જોડશે. હોંગકોંગ-જુહાઈ-મકાઉ પુલ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ કે પુલને માર્ગ પરિવહન માટે 24 ઓક્ટોબરે ખુલ્લો મૂકવામાં આવશે.

 

PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું કર્યું ઉદઘાટન, સુભાષ ચંદ્ર બોઝના નામે પુરસ્કારની ઘોષણા


 Image result for National-Police-Memorial

રાષ્ટ્રીય પોલીસ દિવસે(21 Oct) PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ સ્મારક દેશના પોલીસ કર્મચારીઓની વીરતા અને શૌર્યનું પ્રતીક છે.

આ પોલીસ દિવસ આઝાદી બાદ દેશમાં આતંરિક સુરક્ષા માટે પોલીસના બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય પોલીસ દિવસની શરૂઆત 1959માં થઈ હતી. આ વર્ષે લડાખમાં ચીની સેનાના હુમલામાં 10 પોલીસ કર્મચારીઓ શહિદ થયા હતા. તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.
 

પોલીસ દિવસ પર નેશનલ પોલીસ સ્મારક દેશને સમર્પિત કરવામાં આવશે. આ મ્યુઝિમયમ દિલ્હીના ચાણકયપુરીમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જેમાં 30 ફૂટ ઉચી એક શિલા સ્થાપિત કરવામાં આવી છે.