વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનૂ ખેલરત્ન પુરસ્કારથી
સમ્માનિત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વ ચેમ્પિયન વેઇટલિફ્ટર
મીરાંબાઇ ચાનૂ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન
પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ સિવાય 20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ
ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં છે.
મીરાંબાઇ ચાનૂ |
રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આ સમારોહનુ આયોજન કરવામાં
આવ્યું છે. સચિન અને ધોની બાદ કોહલી ખેલરત્ન એવોર્ડ મેળવનાર ત્રીજા ક્રિકેટર બન્યા
છે. આ અગાઉ 2013માં અર્જુન એવોર્ડ મેળવનારા કોહલીને તેના શ્રેષ્ઠ પ્રદર્શન
માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.
તેમજ ચાનૂની ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીતવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર
માટે પસંદગી થઇ છે. તેમણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
પરંતુ ઇજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઇ શકી નહોતી.