Monday, 9 October 2017

મન હોય તો માળવે જવાય" બેલારૂસની એલેક્ઝાન્ડ્રા બની પ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ

Aleksandra Chichikova

- વૈશ્વિક સ્તરે પહેલી વાર આ પ્રકારની સ્પર્ધા યોજાઈ, દિવ્યાંગતા અભિશાપ નથી

- 19 દેશોની 24 યુવા મહિલાઓએ લીધો હતો ભાગ વોર્સો,

વોર્સોમાં આયોજિત મિસ વ્હીલચેર વર્લ્ડ સ્પર્ધાંમાં Aleksandra Chichikova ની પ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ તરીકે પસંદગી થઈ છે.

Aleksandra બેલારુસના છે અને મનોવિજ્ઞાનના વિદ્યાર્થીની છે. આ સ્પર્ધાના પહેલા સંસ્કરણમાં દક્ષિણ આફ્રિકાની Lebohang Monyatsi બીજા સ્થાને છે.

23 વર્ષીય ચિચિકોવાએ આ સ્પર્ધામાં જીત મેળવ્યા બાદ કહ્યું કે આપણે ચિંતાઓ અને ડર સાથે સતત લડતા શીખવુ જોઈએ. મિસ વ્હીલચેર વર્લ્ડનો તાજ ધારણ કરનાર Aleksandra કોઈ પરી કરતા ઓછી સુંદર નહોતી લાગતી.

આ સ્પર્ધામાં પોલેન્ડમાં એક NGO દ્વારા આયોજિત કરવામાં આવી હતી અને વૈશ્વિક સ્તર પર પહેલી વાર આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધા 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી અને તેનું ફાઈનલ 7 ઓક્ટોબરે થયુ હતુ. જેમાં 19 દેશોની 24 યુવા મહિલાઓએ ભાગ લીધો હતો. આ મહિલાઓએ ઈચ્છયુ હોત તો તે હાર માની લેત. પરંતુ તેમણે પાછી પાની કરી નહીં. પોતાનું પૂરુ ધ્યાન કરિયર બનાવવા અને ફેશન ટ્રેન્ડમાં આપ્યું હતુ.

આ સ્પર્ધા એ વાત સાબિત કરે છે કે તમે કોઈ વ્યક્તિને તેની ખામીઓના આધારે માપી શકો નહીં.

Dr.Rajlaxmi (Dentist)

મિસ વ્હીલચેર વર્લ્ડમાં ભારત તરફથી દાવેદારી બેંગલુરુની રાજલક્ષ્મીએ રજૂ કરી હતી.

ગૌરી લંકેશ અન્ના પોલિટકોવ્સકયા(Politkovskaya)  એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય 

સ્વર્ગીય કન્નડ પત્રકાર ગૌરી લંકેશે પ્રતિષ્ઠિત રીચ “ઓલ વિમેન ઇન વોર” અન્ના પોલિટોકોવસ્કા એવોર્ડ એનાયત કર્યો. 

તેણીએ આ એવોર્ડ પાકિસ્તાની શાંતિ કાર્યકર ગુલાલેઈ ઇસ્માઇલ સાથે શેર કરશે, જેમણે તાલિબાન વિરુદ્ધ બોલવા માટે મૃત્યુની ધમકીઓનો સામનો કર્યો હતો.

ગૌરી લંકેશ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવવા માટે ભારતમાંથી પ્રથમ વ્યક્તિ બન્યા છે. તે ધાર્મિક આંત્યતિક્તાની કડક ટીકાકાર હતી અને તેમને 5 સપ્ટેમ્બર, 2017 ના રોજ બેંગલુરુ, કર્ણાટકમાં ગોળી મારવામાં આવી હતી.

અન્ના પોલિટોકોવકાયા એવોર્ડ સ્લેન રશિયન રીપોર્ટર અને રાજકીય કાર્યકર્તા અન્ના પોલિકોવસ્કાવા, જે રશિયાના સંશોધક પત્રકાર અને કાર્યકર્તા છે, તેમના માન મા આપવામા આવે છે. તે ભ્રષ્ટાચાર અને અધિકારોના દુરુપયોગ માટે ચેચનિયામાં લડત લડી રહ્યા છે.

8 ઓક્ટોબરે ભારતીય વાયુસેનાનો 85મો સ્થાપના દિવસઃ ઉજવણી શરૂ

- હેરતઅંગેજ કારનામા બતાવી રહ્યા છે પાયલોટ

ભારતીય વાયુદળનો 8 ઓક્ટોબરે 85મો ફાઉન્ડેશન ડે છે.

આ માટે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. એરફોર્સના જવાન પરેડની સાથે આશ્ચર્યજનક કરતબો પણ દેખાડી રહ્યાં છે. આ દરમિયાન ફાઈટર પ્લેનનો એર શો પણ થશે. 8 હજાર ફુટની ઉંચાઈએ આકાશગંગા ટીમના પેરા જમ્પર્સ છલાંગ લગાવીને એરબેઝ પર ઉતરશે.


ગત વર્ષે સચિન તેંડુલકર પરેડ જોવા માટે પહોંચ્યા હતા. દર વર્ષે 8 ઓક્ટોબરે દિલ્હી નજીક હિંડન એરબેઝ પર એરફોર્સ ડે સમારંભ મનાવવામાં આવે છે. ગઈકાલે ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી. આ દરમિયાન એરફોર્સના જવાનોએ આશ્ચર્યજનક કરતબોની સાથે અનુશાસન પણ દેખાડ્યું. અહીં ફુલડ્રેસ રિહર્સલ અને એર શો જોવા માટે અનેક સ્કૂલના બાળકો પણ હાજર હતા, કે જેથી તેનામાં એરફોર્સ અને દેશ સેવાની ભાવના પેદા થાય. રિહર્સલની શરૂઆત આકાશગંગા ટીમના પેરજમ્પર્સની સાહસથી થઈ. આકાશગંગા ટીમ AN-32 પ્લેનથી 8 હજાર ફુટની ઉંચાઈએ છલાંગ લગાવી અને ત્રિરંગાના રંગમાં રંગાયેલાં પેરાશૂટથી એરબેઝ પર ઉતર્યા. પેરાજમ્પર્સના આ સાહસને જોઈને દરેક હેરાન થઈ ગયા અને દર્શકોએ ઊભા થઈને ટીમનું સ્વાગત કર્યું.