એરક્રાફટ પુન: નિર્માણ કરી વિશ્વમાં ફેરવ્યા બાદ આજે
જામનગર લવાશે
- ડાકોટા ડીસી- ૩ એ ભારતીય હવાઇ દળમાં
૧૯૮૮ સુધી આપી હતી સેવાઓ
- ૨૦૧૧માં ભંગારમાં જતા બચાવાયું હતું : હવાઇ દળનાં વિન્ટેજ એરક્રાફટ -
ફલાઇટ કાફલામાં જોડાશે
ભારતીય હવાઇ દળમાં ૧૯૮૮ સુધી સેવાઓ આપનાર ડાકોટા ડીસી - ૩ એરક્રાફટનું નિર્માણ કરાયા બાદ ફ્રાંસ, ઇટલી, ગ્રીસ, જોર્ડન, સાઉદી અરેબિયા, બેહરીન, ઓમાન ખાતે રોકાણ કર્યા બાદ તા. ૨૫નાં જામનગર એરફોર્સ ખાતે આવી
પહોંચશે.
આ એરક્રાફટ તે સમયનું હવાઇદળનું સૌથી પ્રતિભાશાળી હવાઇ જહાજ હતું. કાશ્મીર સાથેના સંઘર્ષ દરમ્યાન ૨૭
ઓકટોબર ૧૯૪૭નાં રોજ સૌ પ્રથમ શીખ રેજિમેન્ટનું સ્થળાંતર આ એર ક્રાફટ મારફત કરાયું
હતું. ૧૯૪૪ માં નિર્માણ પામેલા આ એર ક્રાફટે રોયલ એરફોર્સ સાથે સૈન્યમાં સેવા
બજાવી હતી. તેના સન્માન માં ભારતીય હવાઇ દળે નોંધણી નંબર પણ આપ્યો છે.
૨૦૧૧ માં આ એર ક્રાફટને ભંગારમાંથી બચાવી રાજ્ય સભાનાં સાંસદ રાજવ
ચંદ્રશેખર દ્વારા ભારતીય હવાઇ દળમાં ભેંટ
આપવા યુ.કે. માં ફરી ઉડવા સક્ષમ બનાવ્યું હતું. ૧૩ ફેબુ્ર. ૨૦૧૮ ના રોજ હવાઇ સ્ટાફનાં ચિફ
દ્વારા આ એરક્રાફટને વિધિવત રીતે ભેંટ તરીકે સ્વિકારાયું હતું. નોંધનીય છે કે,તેમના પિતા નિવૃત્ત એરકમાન્ડર એમ.કે.
ચંદ્રશેખર હવાઇ દળમાં વરિષ્ઠ ડાકોટા પાઇલટ હતા.
વિમાનનાં પુન: નિર્માણ બાદ ૧૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યુ.કે.થી તેની યાત્રા શરૃ
થઇ હતી, જે વિશ્વમાં ફરી
કાલે જામનગર આવશે. એક એરક્રાફટને પુન:નિર્માણ કરાવીને તેને સમગ્ર વિશ્વમાં ફેરવી
ભારત લાવવામાં આવી રહ્યું છે તે ભારતીય હવાઇ દળના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ ઘટના છે.
આ એરક્રાફટ આપણી વિન્ટેજ ફલાઇટમાં જોડાશે કે જે ૧૯૮૮ માં પાલમમાં શરૃ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં
વિન્ટેજ ફલાઇટમાં રહેલા હેરીટેજ એરક્રાફટમાં હોવર્ડ અન ેટાઇગર મોથનો સમાવેશ થાય છે અને સાથે જ તેમાં વિશાળ
શ્રેણીના અન્ય સૈન્યના એરક્રાફટને પણ સામેલ કરવાની યોજના છ ેકે જેઓ આપણા ભવ્ય ભૂતકાળનો એક હિસ્સો છે.
જુના યુદ્ધના ઘોડાનું તેના નવા આવાસમાં સ્વાગત કરવા માટે ડાકોટા વીપી- ૯૦૫
નો ભરતી સમારોહ ૪ મે ૨૦૧૮ ના રોજ એર ફોર્સ સ્ટેશન હિન્ડાન ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉજવણીમાં ઓઇએમ તરફથી તેમના પ્રતિનિધિઓ, યુકેના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને ભારતીય
હવાઇ દળના ગૌરવશાળી વરિષ્ઠો કે જેમણે આ ભવ્ય ઉડતા મશીનનું સંચાલન કરેલું છે તેમને
આમંત્રિત કરવામાં આવશે.