શનિવાર, 9 ડિસેમ્બર, 2017

ભારતની પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ- હોમાય વ્યારાવાલા

Homai Vyarawalla: India's First Female Photojournalist



હોમાય વ્યારાવાલા (9 ડિસેમ્બર 1913 - 15 જાન્યુઆરી 2012), તેના ઉપનામ "દલ્ડા 13" દ્વારા સામાન્ય રીતે ઓળખાય છેભારતની પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ હતા . 1930ના દાયકાના અંતમાં પ્રથમ સક્રિય, તે 1970 ના દાયકાના પ્રારંભમાં નિવૃત્ત થઇ હતી. 2011માં, તેમને પદ્મ વિભૂષણ , ભારત ગણરાજ્યનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો હતો.તેમનો આજે 104મો જન્મ દિવસ છે.

હોમાય વ્યારાવાલા નો જન્મ 9 ડિસેમ્બર 1913 ના રોજ પારસી પરિવાર નવસારી , ગુજરાત ખાતે થયો હતો . 


તેમનો પ્રિય વિષય જવાહરલાલ નેહરુભારતના પ્રથમ વડાપ્રધાન હતા .

તેના મોટાભાગના ફોટોગ્રાફ્સ ઉપનામ "દલ્ડા 13" હેઠળ પ્રસિદ્ધ થયા હતા.આ નામની પસંદગીની પાછળના કારણો હતા કે, તેનો જન્મ વર્ષ 1913 હતો, તે 13 વર્ષની ઉંમરે તેના પતિને મળ્યા હતા અને તેમની પ્રથમ કારની નંબર પ્લેટ "DLD 13".



સંરક્ષણ ટેકનોલોજી પર કન્ટ્રોલ ધરાવતા ૪૨ દેશોના સંગઠનમાં ભારતનો પ્રવેશ



- વાસેનાર એગ્રિમેન્ટ કહેવાતા કરારમાં ભારત ૨ વર્ષથી પ્રયત્નશિલ હતું

- ભારતના પ્રવેશને ઈટાલી અટકાવી રહ્યું હતું આ સંગઠનના ભાગ બનેલા દેશો સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીનું સરળતાથી વેચાણ કરી શકે છે

સંરક્ષણ ટેકનોલોજી અને સંસાધનોની નિકાસ પર કન્ટ્રોલ ધરાવતા ૪૨ દેશોના 'વાસેનાર એગ્રિમેન્ટ'માં ભારતને આજે પ્રવેશ મળ્યો હતો. ભારત છેલ્લા બે વર્ષથી આ સંગઠનમાં પ્રવેશવા માટે પ્રયાસ કરતું હતું. પણ ઈટાલિએ ભારતનો પ્રવેશ અટકાવી રાખ્યો હતો. 

'ધ વાસેનાર એગ્રિમેન્ટ ઓન એક્સપોર્ટ કન્ટ્રોલ ફોર કન્વેન્શનલ આર્મ્સ એન્ડ ડયુઅલ યુઝ ગુડ્સ એન્ડ ટેકનોલોજી' સંગઠન ટૂંકમાં વાસેનાર એગ્રિમેન્ટ તરીકે ઓળખાય છે. 

૪૨ દેશોના આ જૂથમાં ભારતને પ્રવેશ મળતાં ભારતના લશ્કરી સાધન સરંજામ અને ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી પ્રવેશ મળશે.

આ કરારમાં સામેલ થયેલા દેશોએ પોતાની લશ્કરી ટેકનોલોજી અને સાધનો વેચતા પહેલા ડબલ ચેકિંગ કરવાનું હોય છે. જેથી એ ટેકનોલોજી કોઈ ખોટા હાથોમાં, આતંકીઓ પાસે જતી ન રહે. તેની સામે આ સંગઠના સભ્ય દેશોની લશ્કરી સામગ્રી અને ટેકનોલોજીને સુરક્ષિત માનવામાં આવે છે. માટે ૪૨ દેશો પરસ્પર સરળતાથી તેની આપ-લે કરી શકે છે. એટલે કે ભારત વધુ સરળતાથી લશ્કરી સામગ્રીનું વેચાણ કરી શકશે.

આ સંગઠનના નિયમ પ્રમાણે જોડાયેલા દરેક દેશોએ પોતે ક્યા પ્રકારના શસ્ત્રોની નિકાસ કરવા માંગે છે, તેનું લિસ્ટ જાહેર કરવાનું હોય છે. તેની બરાબર તપાસ થાય પછી જ નિકાસ થઈ શકે. તેનો ફાયદો એ થાય કે દુનિયામાં આ ક્યાંયથી પણ શસ્ત્રો પકડાય તો એ શસ્ત્રો ક્યાંથી આવ્યા છે, ક્યા દેશે વેચ્યા હશે, વગેરેની તપાસ થઈ શકે. ચીન જેવા દેશને હજુ આ સંગઠનનું સભ્યપદ મળ્યું નથી.


ઈટાલિએ અગાઉ ભારતના પ્રવેશ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ઓક્ટોબરમાં ઈટાલિના વડા પ્રધાનની ભારતયાત્રા પછી ઈટાલિ આ મુદ્દે ભારતનો વિરોધ ન કરવા સહમત થયું હતું. અમેરિકા, રશિયા, વગેરે દેશો પહેલેથી જ ભારતના તરફદાર છે. માટે વિએનામાં ચાલી રહેલી સંગઠનની બેઠકમાં ભારતને વિધિવત પ્રવેશ મળ્યો હતો.  આ સંગઠનમાં એન્ટ્રી પછી ૪૮ દેશોના બનેલા ન્યુક્લિયર સપ્લાયર ગૂ્રપના સભ્યપદ માટેની ભારતની દાવેદારી વધુ મજબૂત બની છે.


ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠક માટે મતદાન


- ગુજરાત વિધાનસભાની પ્રતિષ્ઠિત બનેલી ચૂંટણીમાં

- મુખ્યમંત્રી વિજય રૃપાણી, શક્તિસિંહ, મોઢવાડિયા સહિતના ૯૭૭ ઉમેદવારો મેદાનમાં

-  ભાજપ-કોંગ્રેસનું ભાવિ ૨.૧૨ કરોડથી વધુ મતદારોના હાથમાં

સમગ્ર દેશ અને દુનિયા માટે પ્રતિષ્ઠાસમાન બની ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે આજે મતદાન થશે. જેમાં કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યનાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આ બેઠકો પર ભાજપ-કોંગ્રેસનું ભાવિ ૨ કરોડ ૧૨ લાખ ૩૧૬૫૨ મતદારોનાં હાથમાં રહેશે.

પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૃપાણી રાજકોટ (પશ્ચિમ) અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડી રહ્યા છે. આ જ રીતે કોંગ્રેસનાં બીજા બે દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ કચ્છનાં માંડવીથી અને અર્જુન મોઢવાડીયા પોરબંદરથી ચૂંટણી લડશે.


ગુજરાત ચૂંટણી પંચ દ્વારા મતદાન માટેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ચૂંટણી ખુબ જ શાંતિપૂર્ણ માહોલ અને કોઈ ભય કે અનિચ્છનીય ઘટના વિના યોજાય તેવું આયોજન કરાયું છે. સલામતિનો અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવાયો છે. સંવેદનશીલ ગણાતા મતદાન બુથો પર અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરાયા છે. બીજા તબક્કામાં બાકી રહેલી ૯૩ બેઠકો માટે ૧૪મી ડીસેમ્બરે મતદાન થશે.