Monday, 11 December 2017

ઈન્દુલાલ ગાંધીની ૧૦૭મી જન્મજ્યંતીએ વ્યાખ્યાન


ગુજરાત સાહિત્ય અકાદમી અને એક કોમ્યુનિકેશન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ૮ ડિસેમ્બરે કવિ ઈન્દુલાલ ગાંધીના ૧૦૭મા જન્મ દિવસે 'મેંદી રંગ લાગ્યો' સાહિત્ય વ્યાખ્યાનનું એમ.જે લાયબ્રેરી ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ. 

જેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયાની ઉપસ્થિતિમાં ઈન્દુલાલ ગાંધીના જીવન કવન વિશે અજયસિંહ ચૌહાણ, તેમની કાવ્યસૃષ્ટિ વિશે બળવંત જાની વાત કરશે જ્યારે, આંધળી માનો કાગળ, મેંદી રંગ લાગ્યો જેવા કાવ્યનું ગાન નમ્રતા શોધન કરશે. 
પરમાણુ શસ્ત્રોના ખાત્મા માટે કાર્યરત ICAN સંસ્થાને શાંતિનું નોબેલ એનાયત

- ICAN પરમાણુ યુદ્ધ વિરુદ્ધ ૧૨૨ દેશને એક મંચ પર લાવી

- વિશ્વભરમાંથી પરમાણુ શસ્ત્રોના ખાતમા માટે યુએનની સંધિના અમલની અપીલ કરી ઓસ્લો

પરમાણુ હથિયારોના ખાત્મા માટે કામ કરતી ધ ઈન્ટરનેશનલ કેમ્પેઇન ટુ એબોલિશ ન્યુક્લિય વેપન્સ (ICAN) નામની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરાયો છે. દસમી ડિસેમ્બર, રવિવારના રોજ આ સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બેટ્રિસ ફિનને નોર્વેમાં નોબેલ શાંતિ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા.

આ સમારંભમાં બેટ્રિસ ફિન સાથે ૧૯૪૫માં હીરોશીમાના પરમાણુ હુમલામાં બચી જનારા જાપાનના સેત્સુકો થુરલોવ પણ મોજુદ હતા. નોબેલ સમિતિએ આ સંસ્થાના સરાહના કરતા કહ્યું હતું કે, જો કોઈ દેશ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરે તો તેના કેવા પરિણામો આવે એ મુદ્દે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આ સંસ્થા સફળ થઈ છે.

આ સંસ્થાએ વિશ્વના કુલ ૧૨૨ દેશ  સાથે મળીને પરમાણુ હથિયારો ખતમ કરવાની સંધિ પર સફળતાપૂર્વક કામ શરૃ કર્યું છે. સુરક્ષા નિષ્ણાતો આ પગલાંને ક્રાંતિકારી ગણાવી રહ્યા છે. આ સંધિને યુનાઈટેડ નેશન્સનું પણ પીઠબળ છે. આ સંધિમાં અમેરિકા, બ્રિટન, ચીન અને રશિયા જેવી મહાસત્તાઓ પણ સામેલ થઈ છે. ભારતના પણ ત્રણ સંગઠન આ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ સંસ્થાને ઉત્તર કોરિયા અને ઇઝરાયેલ જેવા દેશોએ પણ આવકારી છે.


કોલમ્બિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સાન્ટોઝને ૨૦૧૬માં રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ સાથે શાંતિ કરાર કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ ઘટનાના એક વર્ષ પછી આ સંસ્થા અસ્તિત્વમાં આવી હતી. આઈસીએએન ખૂબ ટૂંકા ગાળામાં યુદ્ધ વિરુદ્ધ સફળતાપૂર્વક જનમત ઊભો કરી શકી છે.


એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતીય મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો


હિના સિધ્ધુ અને જીતુ રાઈ


- હિના સિધ્ધુ અને જીતુ રાઈને વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ

- ભારતની મહિલા ટીમને સિલ્વર મેડલ વાકો સિટી

વર્ષ ૨૦૨૦માં જ્યાં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, તે જાપાનની વાકો સિટીમાં ચાલી રહેલી એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતીય ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ જીતુ રાઈ અને હિના સિદ્ધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મહિલા ટીમે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે ભારતે એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ત્રીજા દિવસે કુલ છ મેડલ જીત્યા હતા. ભારતના જીતુ રાઈ, શહઝાર રિઝવી અને ઓમકાર સિંઘની બનેલી ટીમે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના જીતુ રાઈએ કુલ મળીને  ૨૧૯.૬ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના ઝેંગયાંગ હે એ ૨૪૧.૮ના સ્કોર સાથે ગોલ્ડ અને તેના સાથી વેઈ યાંગે ૨૪૧.૧ પોઈન્ટ્સની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતની એકમાત્ર શૂટર હિના સિદ્ધુ ફાઈનલમાં પ્રવેશી શકી હતી અને તેણે  ૨૧૭.૨ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. જાપાનની યુકારી કોનીશીએ ૨૪૫.૩ના સ્કોર સાથે એશિયન રેકોર્ડ નોંધાવતા ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મોંગોલિયાની સિનિયર શૂટર ઓટ્રીયાડ ગ્યુન્ડેગ્માએ ૨૪૧.૬ પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.


સિદ્ધુની સાથે મળીને ભારતની પરમાનંથમ અને સરાઓની ટીમે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતની ૧૦ મીટર એર રાઈફલ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જેમાં ગગન નારંગ, દીપક કુમાર અને રવિ કુમારે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.


મેહુલી ઘોષ અને તુષાર માણે ઓલિમ્પિક ગેમ્સ માટે પ્રથમ ભારતીય શૂટર


મેહુલી ઘોષ અને તુષાર મણિ ઓલિમ્પિક ગેમ્સમાં સ્થાન મેળવવા માટે પ્રથમ ભારતીય શૂટર્સ બની ગયા છે. 

જાપાનમાં 10 મી એશિયન સ્પર્ધામાં ભારતને ત્રણ ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા.