સોમવાર, 5 જૂન, 2017

યુજીસી દ્વારા દેશની યુનિવર્સિટીઓ માટેના નવા ચાર રેગ્યુલેશન્સ તૈયાર કરાયા...

આ રેગ્યુલેશન્સ અંતર્ગત હવે યુનિ.ઓ એક્રિડેશન અને રેન્કિંગના આધારે જુદી જુદી ત્રણ કેટેગરીમાં વહેંચાશે.આ ઉપરાંત ચોથા અને એમફીલ-પીએચડી ડિગ્રી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે હવેથી થર્ડ કેટેગરીમાં આવતી યુનિ.ઓમાં પીએચડી પ્રવેશ માટે નેટ-સ્લેટ ફરજીયાત બનાવાશે.

યુજીસી દ્વારા તાજેતરમાં પબ્લિક નોટીસ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે કે દેશની તમામ યુનિવર્સિટીઓમાં એમફીલ -પીએચડી સહિતના પ્રવેશ,શૈક્ષણિક ગુણવત્તા,શૈક્ષણિક વહિવટ તથા ગ્રાન્ટ સહિતની નાણાકીય બાબતોથી માંડી ઓટોનોમી અને ડિમ્ડ યુનિ.સ્ટેટસ તથા ફોરેન કોલોબ્રેશન સહિતના મુદ્દે નવા નિયમો તેમજ નવી જોગવાઈઓ તૈયાર કરાઈ છે.

જુદા જુદા પાંચ રેગ્યુલેશન્સ તૈયાર કરવામા આવ્યા છે : -

  • એક રેગ્યુલેશન છે યુજીસી(કેટેગરાઈઝેશન ઓફ યુનિવર્સિટીઝ ફોર ગ્રાન્ટડ ઓફ ગ્રેડેડ ઓટોનમી રેગ્યુલેશન્સ ૨૦૧૭)
  • બીજો રેગ્યુલેશન છે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (પ્રમોશન એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ ઓફ એકેડમિક કોલોબ્રેશન બીટવીન ઈન્ડિયન એન્ડ ફોરેન એજ્યુકેશનલ ઈન્સિટયુશન્સ) રેગ્યુલેશન ૨૦૧૭,
  • ત્રીજો રેગ્યુલેશન છે યુજીસી (ઈન્સ્ટિટયુટ્સ ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીઝ) રેગ્યુલેશન્સ ૨૦૧૭,
  • ચોથો રેગ્યુલેશન છે ગાઈડલાઈન ફોર ગ્રાન્ટ ઓફ ગ્રેડેડ ઓટોનોમી ટુ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઝ
  • પાંચમો રેગ્યુલેશન છે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (મિનિમમ સ્ટાન્ડર્ડ એન્ડ પ્રોસીઝર ફોર એવોર્ડસ ઓફ એમફીલ એન્ડ પીએચડી ડિગ્રી રેગ્યુલેશન્સ ૨૦૧૭.

પાંચ એમફીલ-પીએચડી ડિગ્રી રેગ્યુલેશન્સ પ્રમાણે થર્ડ કેટેગરીમાં આવતી દરેક યુનિ.અને કોલેજ માટે હવેથી પીએચડી પ્રવેશ નેટ-સ્લેટના આધારે જ અપાશે.અત્યાર સુધી દરેક યુનિ.પ્રવેશ પરીક્ષાના આધારે પ્રવેશ આપતી હતી ત્યારે પીએચડીની ગુણવત્તા જાળવવા માટે થર્ડ કેટગીરીની યુનિ.એ નેટ-સ્લેટ પાસ વિદ્યાર્થીને જ પીએચડીમાં પ્રવેશ આપવાનો રહેશે.
વેસ્ટર્ન રેલવેમાં, ટ્રાવેલ ટિકિટ એક્ઝામિનર (ટીટીઇ)  તરીકે મહિલાઓને મહત્વની ભૂમિકા...


રેલવેતંત્ર ટીટીઇમાં નવી ભરતી કરી રહી છે તેમાં મહિલાઓની પસંદગી ઉતારવામાં આવી રહી છે જેથી મહિલા ટીટીઇ-મુસાફરો વચ્ચે સારો સંવાદ જળવાઇ રહે. અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી પ્રિમિયમ શતાબ્દી એક્સપ્રેસમાં ટીટીઇ તરીકે મહિલાઓ ફરજ સોંપાઇ છે.

હાલમાં વેસ્ટર્ન રેલવેએ સાત મહિલાઓની ટીટીઇ તરીકે ભરતી કરી છે જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી પ્રિમિયમ ટ્રેનમાં મહિલા ટીટીઇ તરીકે મુસાફરોની ટિકિટ ચેક કરશે. પ્રતિદીન ચાર કોચમાં બે મહિલાઓ ટીટીઇ તરીકે ફરજ બજાવી રહી છે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતી અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે.

શતાબ્દી એક્સપ્રેસમાં લાંબુ અંતર હોવાથી પ્રથમ તબક્કામાં ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મહિલા ટીટીઇને ફરજ પર મુકાશે જેમાં બે મહિલા ટીટીઇને પ્રતિદીન ચાર કોચની જવાબદારી સોંપાશે.
ભારતીય સેનાએમાં હવે મહિલાઓને સરહદ પર લડવાની ભૂમિકા સોંપવામાં આવશે...



ભારતીય સેનાએ એક મહત્ત્વનું પગલું ભરતા મહિલાઓને સરહદ પર લડવાની ભૂમિકા સોંપવાના દ્વારા ખોલી નાંખ્યા છે. વિશ્વના અનેક દેશો કોમ્બેટ ઓપરેશન માટે મહિલાઓને મંજૂરી આપી ચૂક્યા છે અને હવે ભારતે પણ આ નિર્ણય કર્યો છે. 

સેના વડા બિપીન રાવતે જણાવ્યું હતું કે, વિશ્વમાં ખૂબ ઓછા દેશ છે જ્યાં મહિલાઓ પુરુષો સાથે ખભેખભો મિલાવીને લડે છે. અત્યાર સુધી ફક્ત પુરુષોને જ લડાઈનું કામ સોંપવામાં આવતું હતું. મહિલાઓને આ ભૂમિકા માટે તૈયાર કરવા સૌથી પહેલાં મિલિટરી પોલીસમાં ભરતી કરાશે.


હાલ અમેરિકા, બ્રિટન, જર્મની, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, નોર્વે, સ્વિડન, ડેનમાર્ક, ફિનલેન્ડ અને ઇઝરાયેલ જેવા દેશોમાં મહિલાઓને કોમ્બેટ ઓપરેશનની જવાબદારી સોંપાય છે. 
ખાદી, ગાંધી ટોપી અને તિરંગાને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાંથી મુક્તિ...


રૃદ્રાક્ષ, પંચામૃત, પાદુકા, દીવેટો, ચંદન ટીકા, અનબ્રાન્ડેડ મધ, તુલસી કંઠી માળા, પંચગવ્ય, પવિત્ર ધાગા અને વિભૂતિ જેવી પૂજાની સામગ્રીને પણ જીએસટીમાંથી બાકાત રાખી છે. 
સિલ્ક અને શણના ઉત્પાદનોને પણ જીએસટીમાંથી બાકાત રખાયું છે.

ઘરેણાં, સિક્કા અને મોતી પર આવતા મહિનાથી ત્રણ ટકા જીએસટી લાગશે.
લોબાન, મિશરી, પતાસા અને બુરુ પર પાંચ ટકા જીએસટી લાગશે.
રૂ.એક હજારથી ઓછા મૂલ્યના પડદા, ટોઇલેટ લિનન, કિચન લિનન, ટોવેલ, નેપકિન, મચ્છરદાની અને લાઇફ જેકેટ સહિતના કાપડ પર પાંચ ટકા જીએસટી લાગશે.
કોટન અને નેચરલ ફેબ્રિક પર પાંચ ટકા જીએસટી લાગશે. મેનમેડ ફાઈબર પર પણ ૧૮ ટકા જીએસટી લાગુ કરાયો છે.
રૂ. એક હજારથી ઓછી કિંમતના પુરુષોના મેન મેડ કપડાં પર પણ પાંચ ટકા અને રૃ. એક હજારથી વધુ મૂલ્યના કપડાં પર ૧૨ ટકા જીએસટી લાગશે.


નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના બધા જ ઉત્પાદનોને પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકા જીએસટીના ખાનામાં સમાવી લેવાયા છે.
ભારતના સૌથી વજનદાર સંદેશાવ્યવહાર સેટેલાઇટ જીએસએટી-૧૯...



ભારતના સૌથી વજનદાર સંદેશાવ્યવહાર સેટેલાઇટ જીએસએટી-૧૯નું જીએસએલવી એમકે-૩ દ્વારા શ્રી હરિકોટાથી ૨૫ કલાકનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જીએસએલવી એમકે-૩ રોકેટ આજે સાંજે ૫.૨૮ કલાકે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરાશે.

રોકેટ માટેનું ૨૫ કલાક ૩૦ મિનિટનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. જીએસએટી-૧૯ ૩૧૩૬ કિલોગ્રામ વજનનો છે.

એ.એસ. કિરણકુમારે જણાવ્યુ હતું કે આપણી ધરતી પરથી આપણો જ કોમ્યુનિકેશન સેટેલાઇટ છોડવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ઈસરોને ભારે સંદેશાવ્યાવહર સેટેલાઇટ છોડવા માટે વિદેશના લોન્ચરની મદદ લેવી પડતી હતી.


જીએસએલવી એમકે-૩ ૪૦૦૦ કિલોગ્રામ વજન લઇને અવકાશમાં જઇ શકે છે. નીચી ભ્રમણકક્ષામાં ૧૦૦૦૦ કિલો વજન લઇ જઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં ઈસરોએ જીએસએલવી એમકે-૩ના સફળ પરીક્ષણો કર્યા હતા. આ રોકેટ ત્રણ તબક્કાનું છે અને સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન ધરાવે છે.
World environment day – 5th June…



World environment day is also known as the Environment Day, Eco Day or short form WED.

First held in 1974, it has been a flagship campaign for raising awareness on emerging environmental issues from marine pollution and global warming, to sustainable consumption and wildlife crime.