Friday, 20 July 2018


20 જુલાઇની મહત્વપુર્ણ ઘટનાઓ
·      રામ નાથ કોવિંદ 2017માં ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.
  • અલ્લાઉદ્દીન ખિલજીએ પોતે 1296 માં દિલ્હીનું સુલતાન જાહેર કર્યું.
  • માનવે 1969માં, ચંદ્રની સપાટી પર પ્રથમ મુક્યુ હતું. અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે આ ઇતિહાસ બનાવ્યો હતો.
  • ભારતની પ્રથમ મહિલા ન્યાયાધીશ અન્ના ચાંડિનું 1966માં અવસાન થયું.


સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ 1963માં મુકાયો હતો


- જાણો આખો ઈતિહાસ..કયારે કોણ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યુ

સંસદમાં હાલમાં મોદી સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.જોકે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પરંપરા આજની નહી વર્ષો જુની છે.
સૌથી પહેલા 1963માં જવાહરલાલ નહેરુ સરકાર સામે સમાજવાદી નેતા આચાર્ચ કૃપલાણી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.જે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત બન્યુ હતુ.જોકે આ પ્રસ્તાવ 347 મતોથી ફગાવી દેવાયો હતો અને નહેરુ સરકારને તેની કોઈ અસર થઈ ન હતી.
ભારતમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો રેકોર્ડ  ઈંદિરા ગાંધીના નામે છે.જેમની સરકાર સામે 1966થી 1975 સુધીમાં 12 વખત અને 1981 તેમજ 82માં ત્રણ વખત એમ કુલ 15 વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો.
અવિશ્વાસના પ્રસ્તાવથી સરકાર ઉથલી પડી હોય તેવા કિસ્સા ત્રણ વખત જ બન્યા છે.જેમાં 1990માં વીપી સિહં સરકાર, 1997માં દેવગૌડા સરકાર અને 1999માં અટલ બિહારી વાજપાઈની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવના કારણે પડી ગઈ હતી.
2003માં અવિશ્વાસનો પ્રસ્તાવ  કોંગ્રેસ દ્વારા અટલ બિહારી વાજપાઈની સરકાર સામે રજુ થયો હતો.જોકે સરકારના પક્ષમાં 325 અને વિરોધમાં 212 મત પડતા આ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો.
3 કિસ્સા એવા પણ બન્યા હતા જેમાં તત્કાલીન વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ.જેમાં જુલાઈ 1979માં મોરારજીભાઈ દેસાઈ, ઓગષ્ટ 1979માં ચૌધરી ચરણસિંહ અને 1996માં અટલ બિહારી વાજપાઈએ મતદાન પહેલા રાજીનામુ ધરી દીધુ હતુ.
2008માં અમેરિકા સાથે ન્યુક્લીયર ડીલ પર લેફ્ટ પાર્ટીઓએ યુપીએ સરકારનુ સમર્થન પાછુ ખેંચ્યુ હતુ.એ પછી સરકારે 2008 જુલાઈમાં જાતે જ વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો.જેમાં યુપીએ સરકારની જીત થઈ હતી.
ભારતીય મૂળની પૂજા જોશીની નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક

NASA's Johnson Space Center named six new Mission Control flight directors in July 2018. Pictured L-R) are Marcos Flores, Allison Bolinger, Adi Boulos, Rebecca Wingfield, Pooja Jesrani, and Paul Konyha. Photo: NASA/Robert Markowitz / Robert Markowitz / NASA - Johnson Space Center

- સ્પેસ મિશન વખતે ડિરેક્ટરે કન્ટ્રોલ મથકમાં રહીને સ્થિતિ સંભાળવાની હોય છે

- પૂજા જોશી જેસરાનીનો જન્મ ઈંગ્લેન્ડમાં, શિક્ષણ અમેરિકામાં થયું છે નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા પૂજા પ્રથમ એશિયાઈ વ્યક્તિ

ગુજરાતી મૂળની પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે નાસાએ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક કરી હતી, જેમાં પૂજાનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોઈ ફ્લાઈટ અવકાશમાં મોકલવામાં આવે ત્યારે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ મહત્ત્વનો બની જતો હોય છે.

ડિરેક્ટરે નાસાના હ્યુસ્ટન સ્થિત કન્ટ્રોલ મથકમાં રહીને અવકાશમાં રહેલી ફ્લાઈટ અને ગ્રાઉન્ડમાં રહેલા મિશન સાથે સંકળાયેલા ઓપરેશન સંભાળવાના હોય. એટલે કે આખી ફ્લાઈટની જવાબદારી ફ્લાઈટ ડિરેક્ટર પર જ હોય છે. નાસાએ ૧૯૫૮માં ક્રિસ્ટોફર ક્રાફ્ટની પ્રથમ ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૯૭ ફ્લાઈટ ડિરેક્ટર એપોઈન્ટ થયા છે.

પૂજા જોશી જેસરાની મૂળિયા ગુજરાતમાં છે, પરંતુ તેનો ગુજરાત સાથે કોઈ પ્રત્યક્ષ સબંધ નથી. પૂજાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે અને એ દસ વર્ષની હતી ત્યારે પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. પૂજાના પિતા અતુલ જોશી મુંબઈમાં ડોક્ટર હતા.

પૂજા ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૦૭માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતુ. પૂજાએ અમેરિકામાં એટર્ની પુરવ જેસરાની સાથે લગ્ન કર્યા છે અને તેમને અઢી વર્ષની એક દીકરી પણ છે.
પૂજા છેલ્લા ૧૧ વર્ષથી નાસાના હ્યુસ્ટન સ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં જ કામ કરે છે. હવે નાસાએ તેમની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે. નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા તેઓ પ્રથમ ભારતીય ઉપરાંત પ્રથમ એશિયન છે. હાલ નાસા પાસે ૨૬ ફ્લાઈટ ડિરેક્ટર છે, તેમની સાથે જોડાઈને આ નવા છ ડિરેક્ટર પણ કામ કરશે. નાસાએ થોડા સમય પહેલા નવા ફ્લાઈટ ડિરેક્ટર માટે અરજીઓ મંગાવી હતી. નાસાને દુનિયાભરમાંથી કુલ ૫૫૩ એપ્લિકેશન મળી હતી, જેમાંથી શ્રેષ્ઠ ૬ વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે.

અવકાશ પ્રવાસ વખતે તુરંત અને સચોટ નિર્ણય લેવાનો હોય છે. બીજી તરફ પૃથ્વી પર અનેક સ્થળે ફેલાયેલા એન્જિનિયરો, સંશોધકો, ફ્લાઈટ કન્ટ્રોલરો વગેરે સાથે સંકલન પણ કરવાનું હોય છે. એ બધુ જ ગણતરીની સેકન્ડોમાં કરી નિર્ણય લઈ શકે એ ફ્લાઈટ ડિરેક્ટરની સૌથી મોટી જવાબદારી છે.
કેમ કે નિર્ણય લેવામા મોડું થાય કે ખોટો નિર્ણય લેવાઈ જાય તો અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓના જીવ પર જોખમ આવી શકે છે. ભૂતકાળમાં અનેક સ્પેસ એક્સિડેન્ટ થયા પછી હવે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ વધારે ક્રિટિકલ (કટોકટીભર્યો) બન્યો છે.

પૂજા ઉપરાંત એલિસ બૉલિંગર, એડી બોલસ, જોસ માર્કોસ, પોલ કોન્યા અને રિબેકા વિંગફિલ્ડની પસંદગી ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.

જોકે ડિરેક્ટરની ખુરશી પર બેસાડતા પહેલા તેમની આકરી તાલીમ આપવામાં આવશે. ફ્લાઈટ કન્ટ્રોલ, ફ્લાઈટ વખતે માનસિક સ્થિરતા, રિસ્ક મેનેજમેન્ટ.. સહિતના વિવિધ પાસાંઓની તેમને ટ્રેનિંગ અપાશે. નાસા આગામી સમયમાં સમાનવ અવકાશયાત્રાનું આયોજન કરી રહ્યું છે.


શક્ય છે આ છ પૈકી કોઈને એ સમાનવ સ્પેસ ફ્લાઈટ સંચાલન કરવાની તક પણ મળે.


RBIએ દેખાડી 100 રૂપિયાની નવી નોટગુજરાતનું ગૌરવ ઝળકયું

Image result for 100 rs new note

ભારતીય રિઝર્વ બેંક તરફથી ખુબ જ જલ્દી 100 રૂપિયાની નવી જોન જાહેર કરવામાં આવશે. મહાત્મા ગાંધી સીરીઝની આ નવી નોટો પર હાલનાં ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. કેન્દ્રિય બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસારઆ નવી નોટની પાછળના ભાગે ગુજરાતના પાટણ જિલ્લાની રાણકીની વાવનું ચિત્ર હશે. રાણકીની વાવ’ એક સ્ટેપવેલ છેનોટના આ ચિત્રને લઇ ભારતના વારસાને દેખાડવામા આવશે.

આ નોટનો કલર જાંબલી એટલે કે આછો જાંબલી હશે. આ નોટની સાઇજ 66 mm × 142 mm હશે. કેન્દ્રિય બેંકએ કહ્યું કે આ નવી નોટ સાથે જ પહેલાથી પ્રચલિત 100 રૂપિયાની નોટ પણ ચલણમાં રહેશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે આ નવી નોટની ઇશ્યું થયા બાદ તેની સપ્લાઇ તેજીથી વધારવામાં આવશે. જાણો 100 રૂપિયાની નવી નોટની શુ હશે ખાસિયતો

100
ની નોટ પર ગુજરાતની રાણકી વાવની તસવીરજાણો તેનું ધાર્મિક મહત્વ

ફ્રંટમાં શું હશે.

1. અંકોમાં 100 નીચે તરફ લખેલ છે.

2. દેવનાગરી લિપિમાં 100 વચ્ચે ગાંધીજીના ચિત્રની ડાબી બાજૂ હશે.

3. મધ્યમાં ગાંધીજીની તસવીર હશે.

4. માઇક્રો લેટર્સમાં RBI,ભારત, INDIa અને 100 લખેલ હશે.

5. મહાત્મા ગાંધીની તસવીરની ડાબી બાજુ પ્રોમિસ ક્લોઝ હશે અને તેની નીચે ગવર્નરનાં સાઇન હશે
ડાબી બાજૂ જ અશોક સ્તંભ હશે.


Thursday, 19 July 2018


19જુલાઇની મહત્વપુર્ણ ઘટનાઓ

Related image

§  પ્રથમ મેટ્રો રેલ 1900 માં, ફ્રાન્સની રાજધાની પૅરિસમાં ચાલતી હતી. વિશ્વની પ્રથમ મેટ્રો સેવા લંડનમાં શરૂ કરવામાં આવી હતી.
§  પ્રથમ ફિલ્મ પ્લેનમાં 1961માં બતાવવામાં આવી હતી.
§  1963માં જૉય વૉકર એરક્રાફ્ટ દ્વારા અવકાશમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
§  ભારત સરકારે 1969 માં દેશના 14 મુખ્ય બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો.
§  એપોલો II અવકાશયાત્રી નીલ આર્મ સ્ટ્રોંગ અને એડવિન એલ્ડ્રિન 1969 માં યાટમાંથી નીકળી ગયા હતા અને ચંદ્રની ભ્રમણકક્ષામાં ચાલ્યા ગયા હતા.
§  1976માંનેપાલમાં સાગરમાથા પાર્ક બનાવવામાં આવ્યું હતું.
§  2005માં વડા પ્રધાન મનમોહન સિંહે યુએસ કોંગ્રેસને સંબોધ્યા હતા.

જ્ન્મદિવસ

·         રિવોલ્વરનો શોધ કરનાર સેમ્યુઅલ કોલ્ટે 1814 માં જન્મ્યો હતો.
·         સ્વતંત્રતા સંગ્રામના પૂર્વગામી મંગલ પાંડેનો જન્મ 1827 માં થયો હતો.

ભારતીય એથ્લીટ નીરજ ચોપરાને ફ્રાન્સની જેવલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ

Image result for neeraj chopra

- સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટ : નીરજે ૮૫.૧૭ મીટર દૂર જેવલીન થ્રો કર્યો


ભારતીય એથ્લીટ નીરજ ચોપરાએ ફ્રાન્સમાં યોજાયેલી સોટ્ટેવિલે એથ્લેટિક્સ મીટની મેન્સ જેવલીન થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. 

નીરજ ચોપરાએ જેવલીનને ૮૫.૧૭ મીટર દૂર થ્રો કરીને તમામ સ્પર્ધકોને પાછળ રાખી દીધા હતા અને ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. નોંધપાત્ર છેકે,ચોપરાએ ૨૦૧૬માં અંડર-૨૦ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ૮૬.૪૭ મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 


વર્લ્ડ નંબર વન કોહલીનો રેન્કિંગમાં રેકોર્ડ : ૯૧૧ પોઈન્ટ્સ મેળવ્યા

Image result for kohli

- ૧૯૯૧ બાદ રેન્કિંગમાં સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારો બેટ્સમેન

- ભારત શ્રેણી હાર્યું પણ કોહલીનું પર્ફોમન્સ નોંધપાત્ર રહ્યું

ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતને ત્રીજી અને આખરી વનડેમાં ૮ વિકેટથી મળેલી હારને કારણે પ્રવાસી ટીમે ૨-૧થી શ્રેણી પણ ગુમાવી હતી. જોકે ભારતીય કેપ્ટન કોહલીએ શ્રેણીમાં જબરજસ્ત દેખાવ કરતાં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ટોચના બેટ્સમેન તરીકેનું પોતાનું સ્થાન મજબુત કરી લીધું હતુ. કોહલીને તેના પર્ફોમન્સ બદલ ૯૧૧ રેન્કિંગ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે, જે ૧૯૯૧ બાદ કોઈ બેટ્સમેનને આપવામાં આવેલા હાઈએસ્ટ રેન્કિંગ પોઈન્ટસ છે.

છેલ્લે ઓસ્ટ્રેલિયાના ડિન જોન્સને માર્ચ, ૧૯૯૧માં વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ૯૧૮ પોઈન્ટ્સ આપવામાં આવ્યા હતા. જે પછી આટલી ઉંચાઈએ પહોંચનારો કોહલી સૌપ્રથમ બેટ્સમેન છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વન ડેના ટોપ-ટેન બોલર્સમાં સ્થાન મળ્યું છે. યાદવે સિરિઝમાં નવ વિકેટ મેળવી હતી, જેમાં ટ્રેન્ટ બ્રિજમાં તેની ૨૫ રનમાં છ વિકેટનો રેકોર્ડ પણ સામેલ છે. ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન છે.


ભારત સામેની વન ડે શ્રેણીમાં સતત બે મેચોમાં સદી ફટકારનારો રૃટ વર્લ્ડ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. રૃટે બીજી વન ડેમાં અણનમ ૧૧૩ અને ત્રીજી વન ડેમાં અણનમ ૧૦૦ રન કર્યા હતા.


કાશ્મીરના ઇતિહાસકાર તરીકે જાણીતા કલ્હણે ૧૨મી સદીમાં અમરનાથ ગુફાનો સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો હતો

Image result for kalhana rajatarangini

- બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર શિવાય બીજે કયાંય મળતું નથી.

જે લાખો ભકતો અમરનાથની ગુફાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે તેનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૨ મી સદીમાં થઇ ગયેલા કાશ્મીરના વિખ્યાત ઇતિહાસકાર કલ્હણે પણ કર્યો હતો. ઇસ ૧૧૪૮ થી ૧૧૫૦ દરમિયાન સર્જન થયેલા આ રાજતરંગિણી નામના ગ્રંથમાં જમ્મુ અને કાશ્મીરના આરંભથી લઇને અનેક રાજકિય ઉથલપાથલનો ઇતહાસ મળે છે. 

Image result for amarnath gufa

કાશ્મીરી ઇતિહાસકાર કલ્હણે નોધ્યું છે કે બરફનું શિવલિંગ દુનિયામાં કાશ્મીર શિવાય બીજે કયાંય મળતું નથી. એક એક પાણીની બુંદ જમા થાય છે જે શિવલિંગનો આકાર લે છે.

હિંદુઓ આની શિવપ્રતિમા તરીકે પૂજા કરે છે. ઇતિહાસકારની નોંધમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કાશ્મીર ઘાટી પહેલા સૌથી મોટું ઝરણું વહેતું હતું. અહીં કશ્યપ ઋષિ જે બહ્નમાના પુત્ર ઋષિ મરિચીના પુત્ર હતા તેમનો નિવાસ હતો. કાશ્મીરના બારાહમુલા શબ્દ વરાહમૂલ પરથી ઉતરી આવ્યો છે. શ્રીનગરની સ્થાપના મૌય સમ્રાટ અશોક દ્વારા થઇ હતી. અહીંયાથી બૌધધર્મ મધ્ય એશિયા, તિબ્બત અને ચીન સહિતના આસપાસના અનેક વિસ્તારોમાં ફેલાયો હતો.

અબુલ ફઝલના આઇને અકબરીમાં અમરનાથ સ્થળનો ઉલ્લેખ


અકબરના ઇતિહાસકાર અબુલ ફઝલે આઇને અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે અમરનાથ એક પવિત્ર તીર્થસ્થળ છે. ગુફામાં બરફની બુંદો બને છે. તે થોડા થોડા થઇને ૧૫ દિવસ સુધી સતત વધતું રહે છે. તે બે ગજથી પણ વધારે ઉંચું વધે છે. ચંદ્રમાં ઘટવાની સાથે તેનો આકાર પણ નાનો થતો જાય છે. ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ૧૪ મી શતાબ્દિના મધ્યમાં વિદેશી આક્રમણના કારણે હિંદુઓએ કાશ્મીર છોડવાની ફરજ પડતા ૩૦૦ વર્ષ સુધી અમરનાથ યાત્રામાં વિધ્ન આવતા રહયા હતા.વેંકૈયા નાયડુએ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે ૧૦ ભાષા બોલીને માહિતી આપી


- ૨૨ ભાષામાં એક સાથે અનુવાદ કરવાની નવી સુવિધા

- રાજ્યસભાના સભ્યો હવે ડોગરી, કાશ્મીરી, કોંકણી, સાંથવી અને સિંધી ભાષામાં પણ વક્તવ્ય આપી શકશે

રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ આજે ચોમાસુ સત્રના પ્રથમ દિવસે દસ ભાષામાં સંબોધન કરીને વિક્રમ સર્જ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યસભામાં હવે એક સાથે ૨૨ ભારતીય ભાષામાં અનુવાદની સુવિધા ઉપલબ્ધ થશે.

રાજ્યસભામાં આજ સુધી ૧૭ ભાષામાં ભાષાંતર થતું હતું હવે ૨૨ ભાષામાં થશે. હવે રાજ્યસભાના સભ્યો ડોંગરી, કાશ્મીરી, કોંકણી, સાંથલી અને સિંધી ભાષામાં પણ બોલી શકશે.

આ જાહેરાત કરતી વેળાએ વેંકૈયા બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, નેપાળી, ઓરિયા, પંજાબી, તમિલ અને તેલુગુ ભાષાના કેટલાક શબ્દો બોલી ભાષાંતર કરી બતાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વક્તાની ઝડપને કારણે થોડા સમય માટે આ સુવિધામાં થોડી ગરબડ રહેશે. દરમિયાન સુબ્રમણ્યમ સ્વામીએ રાજ્યસભામાં સંસ્કૃત ભાષાને પણ દાખલ કરવા સૂચન કર્યું હતું.


Wednesday, 18 July 2018

ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે ૧૦૮ પુસ્તકોનું પ્રદર્શન-       -  ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી

ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચી.મં. ગ્રંથાલય આયોજિત ૧૭થી ૨૧ જુલાઇ સુધી ચાલનારા પુસ્તક પ્રદર્શનમાં ઉમાશંકર જોશીની  ૨૧મી જુલાઇએ ૧૦૮મી જન્મજયંતિ નિમિત્તે તેમનાં ૧૦૮ પુસ્તકો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. ઉમાશંકર જોશીનું કાવ્ય 'ભોમિયા વિના મારે ભમવા' તા ડુંગરા, જંગલની કુંજકંજ  જોવી હતી'.   કાવ્યમાં ખૂબ સારી રીતે પ્રકૃતિ તેમજ તેમના અનુભવોનું વર્ણન કાવ્યમાં કરવામાં આવ્યું છે. 


આ પુસ્તક પ્રદર્શનમાં ઉમાશંકર જોશીએ પોતે લખેલા ૬૫ જેટલાં પુસ્તકો તેમજ ઉમાશંકર જોશી ઉપર લખાયેલાં ૫૪ જેટલાં તેમજ તેમના અવસાન પછી સંપાદન થયેલા ૧૧ જેટલાં પુસ્તકો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા.  તેમણે ભાષાભવનના અધ્યક્ષ તરીકે અને  ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવા આપી હતી. ઉમાશંકર જોશીની  કવિતામાં 'વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી'નો અભિગમ સ્પષ્ટ જોવા મળે છે.


GSTV પરથી BBC NEWSના પ્રથમ ગુજરાતી બુલેટિનનો પ્રારંભ


- દેશ-વિદેશના રસપ્રદ સમાચાર આ બુલેટિનમાં આવરી લેવાશે

- સોમવારથી શુક્રવાર GSTV પર રાત્રે ૮ થી આ બુલેટિન રજૂ કરવામાં આવશે


પ્રિન્ટ મીડિયામાં 'ગુજરાત સમાચાર', ઇલેક્ટ્રોનિક મીડિયામાં 'બીબીસી' એમ બંને મહારથી હાથ મિલાવે ત્યારે સમાચારનું સ્તર સર્વોચ્ચ શિખર પહોંચી જતું હોય છે. હવે બીબીસી ન્યૂઝ ગુજરાતીનું ન્યૂઝ બુલેટિન સોમવારથી શુક્રવાર એમ સપ્તાહમાં પાંચ દિવસ જીએસટીવી પર રાત્રે ૮ થી ૮ઃ૩૦ દરમિયાન રજૂ થશે. ગુજરાતી ભાષામાં રજૂ થનારા આ બુલેટિનમાં દેશ-દુનિયાના સમાચાર, રસપ્રદ સ્ટોરી, રાજકીય સમસ્યાનો તલસ્પર્શી અભ્યાસ રજૂ કરવામાં આવશે.


નેલ્સન મંડેલાદક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા. 

તેઓ દેશના પ્રથમ નિગ્રો વડા હતા અને પ્રથમ સંપૂર્ણ પ્રતિનિધિ લોકશાહી ચૂંટણીમાં ચૂંટાયા હતા . તેમની સરકારે સંસ્થાગત જાતિવાદનો સામનો કરીને રંગભેદના મુદ્દાને નાબૂદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વંશીય સમાધાનને ઉત્તેજન આપવું . 

વૈચારિક રીતે એક આફ્રિકન રાષ્ટ્રવાદી અને સમાજવાદી , તેમણે 1991 થી 1997 સુધી આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી) પક્ષના પ્રમુખ તરીકે સેવા આપી હતી.


18 જુલાઇ નો ઇતિહાસ

Related image

§  ટેલિવિઝનનું પ્રથમ રંગીન પ્રસારણ મદ્રાસથી કરવામાં આવ્યું હતું.

§  બોમ્બે યુનિવર્સિટીની સ્થાપના 1857 માં કરવામાં આવી હતી.

§  ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ 2002 માં  દેશના 12 મો અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

§  ભારતીય મૂળના સલમાન રશ્દીએ 2008 માં પ્રમોશન પ્રવાસ દરમિયાન 57 મિનિટમાં એક હજાર પુસ્તકોના હસ્તાક્ષરનો રેકોર્ડ બનાવ્યો હતો.

§  પ્રખ્યાત હિન્દી અભિનેતા રાજેશ ખન્ના 18 જુલાઈ 2012 ના રોજ મૃત્યુ પામ્યા હતા.

§  મુબારક બેગમ, હિન્દી ફિલ્મોના પ્રખ્યાત પ્લેબેક ગાયક, 18 જુલાઇ, 2016 ના રોજ મૃત્યુ પામ્યા હતા.

§  પ્રખ્યાત ભારતીય કવિ, વાર્તા લેખક, નવલકથાકાર અને સહ-અભિનેતા અજિત શંકર ચૌધરી 2017 માં અવસાન પામ્યા હતા.