ત્રણ દ્વીપોના નામ બદલાશે, રોસ
આઈલેન્ડનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ કરાશે
વડાપ્રધાન નરેન્દ્રમોદી પહેલી વખત 2004ના સુનામીમાં જીવ ગુમાવનાર લોકોને
શ્રદ્ધાંજલિ આપવા માટે આંદામાન-નિકોબાર પહોંચ્યા હતા. મોદી આજે કેન્દ્ર શાસિત
સ્થિત દ્વીપોનાં નામ બદલવાની જાહેરાત કરી શકે છે.
અંગ્રેજોનાં
નામ પર રખાયેલા દ્વીપોનાં નામ બદલશે મોદી સરકાર
રોસ આઈલેન્ડ, નીલ આઈલેન્ડ, અને
હૈવલોક આઈલેન્ડ દ્વીપોનું નામ બદલશે. આ દ્વીપોને ક્રમશઃ નેતાજી સુભાષચંદ્ર બોઝ
આઈલેન્ડ , શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ નામ આપવામાં
આવશે.
30 ડિસેમ્બર, 1943નાં રોજ નેતાજી
બોઝે બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનીયો દ્વારા કબ્જો કર્યા બાદ પહેલી વખત ત્રિરંગો
લહેરાવ્યો હતો. ત્યારે નેતાજીએ આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહનું નામ બદલીને
શહીદ અને સ્વરાજ દ્વીપ કરવા અગેનું સૂચન કર્યુ હતુ. તેમની યાદમાં મોદી સરકાર
પોસ્ટે સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો