આજથી
જૂના મેગ્નેટિક સ્ટ્રિપ વાળા ક્રેડિટ/ડેબિટ કાર્ડ કામ નહિ લાગે, EMV ચિપ હવે ફરજિયાત
ગત સપ્ટેમ્બરમાં રિઝર્વ બેન્કે જાહેર કરેલ
સુચના મુજબ 31 ડિસેમ્બરની મધરાત સુધીમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બદલાઈ રહ્યા છે.
મોટાભાગની બેન્કો દ્વારા અત્યાર સુધી વપરાશમાં લેવાતાં કાર્ડમાં બ્લેક કલરની
મેગ્નેટિક સ્ટ્રિપના ડિકોડિંગ વડે ટ્રાન્જેક્શન થતા હતા. હવે એ કાર્ડ રદ કરી
દેવામાં આવ્યા છે અને તેના સ્થાને મોબાઈલના સિમકાર્ડ જેવી EMV ચિપ ફરજિયાત થઈ રહી છે. SBI સહિત દરેક બેન્કોએ
પોતાના કસ્ટમરને નવા કાર્ડ ઈસ્યુ કરી દીધા છે, પરંતુ હજુ પણ
અડધો-અડધ કાર્ડ એક્ટિવેટ થયા નથી આથી 1 જાન્યુઆરીથી ઓનલાઈન
ટ્રાન્જેક્શનમાં ખાસ્સો ઘટાડો થવાની શક્યતા જોવાઈ રહી છે.
શા માટે કાર્ડ બદલવા પડ્યા?
અત્યાર સુધી વપરાતાં કાર્ડમાં પાછળની બાજુએ કાળા રંગની
મેગ્નેટિક સ્ટ્રિપ હતી, જેમાં ગ્રાહકના એકાઉન્ટની વિગતો સમાયેલી હતી. આ ભાગ મશીનમાં ઘસવાથી
કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા તેને ડિકોડ કરીને ટ્રાન્જેક્શન થઈ શકતા હતા.
પરંતુ આ કાર્ડની મર્યાદા એ હતી કે સ્વાઈપ મશીન વગર પણ મેગ્નેટિક સ્ટ્રિપ ડિકોડ કરવી બહુ આસાન હતી. આથી ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં છેતરપીંડીનું પ્રમાણ ખાસ્સું ઊંચું બન્યું હતું. આથી રિઝર્વ બેન્ક દ્વારા EVM ચિપ ફરજિયાત બનાવવામાં આવી.

શું છે EMV ચિપ?
EMV કાર્ડને
ચિપ કાર્ડ અથવા IC કાર્ડ પણ કહેવામાં આવે છે. આ કાર્ડમાં
ડાબી બાજુ મોબાઈલના સિમકાર્ડ જેવી ચીપ હોય છે, જેમાં એકાઉન્ટ
સંબંધિત માહિતી એન્ક્રિપ્ટેડ કરેલ હોય છે.
મેગ્નેટિક સ્ટ્રિપ
પરની માહિતી ડિકોડિંગથી જાણી શકાય છે, પરંતુ EMV
ચિપ પરની માહિતી એન્ક્રિપ્ટેડ (સાંકેતિક) હોવાથી ડિકોડ કર્યા પછી પણ
તેને ઉકેલવા માટે ખાસ પ્રકારનું (બેન્કિંગનું) પ્રોગ્રામિંગ હોવું જોઈએ. આથી
મેગ્નેટિક સ્ટ્રિપની સરખામણીએ EMV ચિપ વધુ ભરોસાપાત્ર ગણાય
છે.
સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે.
સુરક્ષા અંગે ત્રણ મોટી ક્રેડિટ કાર્ડ કંપની યુરો-પે, માસ્ટરકાર્ડ અને વિઝા દ્વારા સ્વિકૃત હોવાથી આ કાર્ડ EMV તરીકે ઓળખાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો