શનિવાર, 15 સપ્ટેમ્બર, 2018

વડાપ્રધાન મોદીએ અભિયાન શરૂ કર્યું

 

- દેશભરમાં ગાંધી જયંતિ સુધી 15 દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવાશે

- મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ થકી જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, અમિતાભ બચ્ચન અને રતન તાતા સહિતના અગ્રણીઓ સાથે પણ સંવાદ કર્યો
દેશભરના અગ્રણીઓ લોકોને સ્વચ્છ ભારતમાં જોડાવવા અપીલ કરે એવું પણ વડાપ્રધાનનું સૂચન
, દેશમાં અનેક સ્થળોએ મંત્રીઓએ ઝાડુ લગાવ્યું
- ગંગાની સફાઈના પ્રયાસ માટે યોગી આદિત્યનાથના વખાણ કર્યા, દેશના ૧૯ રાજ્યે ખુલ્લામાં હાજતમાંથી મુક્તિ મેળવ્યાનો દાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પહાડગંજની બાબાસાહેબ આંબેડકર સ્કૂલમાંથી 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની શરુઆત કરી હતી. આ અભિયાન ગાંધી જયંતિ સુધી ચલાવવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે વીડિયો કોન્ફરન્સિંગ થકી આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ, શ્રી શ્રી રવિશંકર, મા અમૃતાનંદમયી, અમિતાભ બચ્ચન, રતન તાતા સહિત અને અગ્રણીઓ અને મંત્રીઓ સાથે વાત કરીને સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવા લોકોને અપીલ કરવાનું સૂચન કર્યું હતું. 


દેશમાં આજે 'એન્જિનિયર્સ ડે'ની ઉજવણી



ભારતમાં સર મોક્ષગુંદમ્ વિશ્વેસ્વરૈયાના જન્મદિવસ તા.૧૫ સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર્સ ડે ઉજવાય 

છે.  સર એમ.વી.થી ઓળખાતા.

એન્જિનિયર્સ ડેની વિશ્વમાં જુદા જુદા દિવસે ઉજવણી થાય છે, જેમ કે ઈટાલીમાં ૧૫ જૂન તો નેપાલાં 

શ્રાવણ ત્રીજ, પાકિસ્તાનમાં ૧૦ જાન્યુઆરી તો અમેરિકામાં ફેબુ્રઆરીમાં તો યુ.કે.માં માર્ચમાં અને 

રશિયામાં ૨૨ ડિસેમ્બરે અને ભારતમાં આવતીકાલે ૧૫ સપ્ટેમ્બરે ઉજવાશે

એન્જિનિયર દિવસે ગૂગલે ડૂડલ બનાવી ભારત રત્ન વિશ્વસરૈયાને યાદ કર્યા

 
આજે વિશ્વસરૈયાનો 158મો જન્મ દિવસ છે. ગૂગલે વિશ્વસરૈયાનું ડૂડલ બનાવીને યાદ કર્યા. સર મોક્ષગુંડમ વિશ્વસરૈયા આધુનિક ભારતના સૌથી મોટા એન્જિનિયર હતા. 

વર્ષ 1880માં કર્ણાટકમાં કોલારમાં જન્મેલા વિશ્વસરૈયાનું ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન છે. 1985માં તેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. 
આપણા દેશમાં તેમના જન્મદિવસને એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વસરૈયાએ પ્રાથમિક શિક્ષણમાં મૈસૂર મેળવ્યુ હતું. ઉચ્ચ અભ્યાસ તેમણે બેંગ્લોરની સેન્ટ્રલ કોલેજ માં કર્યો હતો. તેમને ભારતના વિકાસના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. 
તેમણે ઘણા મહત્વના કાર્યો કર્યા છે. જેમ કે નદીઓ પર બંધ, બ્રિજ અને પીવાના પાણીની યોજનાઓ બનાવી હતી. કૃષ્ણા સાગર બંધ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે.