રવિવાર, 29 એપ્રિલ, 2018

એડૉપ્ટ એ હેરિટેજ સ્કીમ હેઠળ લાલ કિલ્લાને ડાલમિયા ગ્રૂપે દત્તક લીધુ


- ડાલમિયા ગ્રૂપ લાલ કિલ્લા પર વર્ષે લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચ કરશે

સરકારની એડૉપ્ટ એ હેરિટેજ સ્કીમ અનુસાર લાલ કિલ્લાને ડાલમિયા ગ્રૂપે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ પર દત્તક લીધુ છે. ડાલમિયા ગ્રૂપ લાલ કિલ્લા પર તમામ વર્ષે લગભગ 5 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જેમાં લાલ કિલ્લા પર સુવિધાઓને વધારવા અને તેની સુંદરતા પર કામ કરવામાં આવશે. એડોપ્ટ એ હેરિટેજ સ્કીમ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગત વર્ષે પર્યટન દિવસના અવસરે શરૂ કરી હતી. એડૉપ્ટ એ હેરિટેજ સ્કીમ અનુસાર સરકાર ખાનગી કંપનીઓને દત્તક લેવા અને તેની સાર-સંભાળ માટે આમંત્રિત કરે છે.
હવે આ અનુસાર પાંચ વર્ષ સુધી લાલ કિલ્લાની સાર-સંભાળની જવાબદારી ડાલમિયા ગ્રૂપને મળી છે. ભારત સરકારે ડાલમિયા ગ્રૂપને લાલ કિલ્લા અને કડપા જિલ્લાના ગંડીકોટા કિલ્લાને લઈને MOU સાઈન કર્યા છે. આ MOU અનુસાર હવે ડાલમિયા ગ્રૂપ લાલ કિલ્લામાં સુવિધાઓ વધારવાનું કામ કરશે. જેમાં શુદ્ધ પીવાનું પાણી, સાફ સફાઈ, સર્વિલાંસ સિસ્ટમ, પર્યટકો માટે આરામદાયક ખુરશીઓ અને તેમને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવાનું કામ સામેલ છે. આ સિવાય દિવ્યાંગો માટે સુવિધાઓ વધારવાનું કામ પણ હશે.

ડાલમિયા ગ્રૂપનું કહેવુ છે કે તેમના દ્વારા લાલ કિલ્લા પર CCTV કેમેરા લગાવવામાં આવશે. આ સાથે જ પર્યટકોની સંખ્યા વધારવા પર પણ જોર આપવામાં આવશે. આની માટે આ લાઈટ અને સાઉન્ડ શોને નિયમિતરીતે આયોજિત કરવામાં આવશે. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. કંપનીનું કહેવુ છે કે તે લાલ કિલ્લાને રાતમાં જોવા લાયક પણ બનાવશે. જેની માટે અહીં લાઈટોનું આયોજન કરવામાં આવશે અને તે હિસાબથી આની સજાવટ કરવામાં આવશે.