Monday, 11 March 2019


ભારતીય ક્રિકેટ ટીમને આર્મી કેપપહેરવાની પરવાનગી આપી હતી: ICC


 

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલે(આઈસીસી) સોમવારે કહ્યું કે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ત્રીજા વન ડે મેચમાં દેશના સૈન્ય દળો પ્રત્યે કૃતજ્ઞતા દાખવા માટે સૈનિક જેવી ટોપી(મિલિટરી કેપ) પહેરવાની પરવાનગી આપવામાં આવી હતી. 

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝની ત્રીજી મેચ 8મી માર્ચે રાંચીમાં રમાઈ હતી. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના સમ્માનમાં આર્મી કેપ પહેરી હતી અને પોતાની મેચ ફીસ પણ રાષ્ટ્રીય સંરક્ષણ ભંડોળમાં ડોનેટ કરી હતી.