ગુરુવાર, 4 ઑક્ટોબર, 2018
1946માં ખેંચવામાં
આવેલી ગાંધીજીની તસવીર ચલણી નોટો પર છે
ગાંધીજીની તસવીર વગરની ચલણી નોટોની કલ્પના કરવી આપણા માટે મુશ્કેલ છે. સર્વ સ્વીકૃત રાષ્ટ્રીય નેતા હોવાના કારણે ગાંધીજીની તસવીર દરેક ચલણી નોટો પર જોવા મળતી હોય છે.
નોટો પર જોવા મળતી ગાંધીજીની તસવીર પાછળનુ રસપ્રદ રહસ્ય પણ જાણવા જેવુ છે. આ તસવીર 1946માં લેવામાં આવી હતી ત્યારે ગાંધીજી લોર્ડ ફ્રેડરિક પેથિક લોરેન્સ સાથે વિક્ટરી હાઉસમાં ગયા હતા. તે વખતે પગથિયા ઉતરતી વખતે ગાંધીજીની તસવીર લેવામાં આવી હતી.
દેશમાં ચલણી નોટ પર ગાંધીજીની તસવીર
સૌથી પહેલા 1969માં છપાઈ હતી. તે વખતે તેમનુ જન્મ શતાબ્દી વર્ષ હતુ. 1987માં 500ની ચલણી નોટ
બહાર પાડવામાં આવી હતી.તેના પર વોટરમાર્ક સ્વરૂપે ગાંધીજીનો ફોટોગ્રાફ હતો.
રિઝર્વ બેન્કનુ કહેવુ છે કે 1996માં મહાત્મા
ગાંધીના ફોટોગ્રાફવાળી ચલણી નોટો છાપવામાં આવી હતી.
રંજન ગોગોઈ બન્યા દેશના 46મા ચીફ જસ્ટિસ, 13 મહિનાનો હશે
કાર્યકાળ
ચીફ જસ્ટીસ
રંજન ગોગોઈ દેશના 46મા ચીફ જસ્ટિસ બન્યા છે. તેમને આજે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવી હતી. તેમનો કાર્યકાળ 13 મહિનાનો
રહેશે.
ગત સપ્તાહે તેમને ચીફ જસ્ટીસ બનાવવા
સામેની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ગોગોઈ આસામના રહેવાસી
છે. તેમણે નેશનલ સિટિઝન રજિસ્ટર માટેની સુનાવણી કરનાર સ્પેશ્યલ બેંચની અધ્યક્ષતા
પણ કરેલી છે.
જાહેરાતો થકી રાજકીય નેતાઓના ગુણગાન
ગાવાની સામે જસ્ટિસ ગોગોઈ ચુકાદો આપી ચુક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટના એ ચાર જજોમાં
સામેલ છે. જેમણે 12 જાન્યુઆરીના દિવસે અચાનક જ પત્રકાર
પરિષદ કરીને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.
શરુઆતમાં જસ્ટિસ ગોગોઈએ વકિલાત કરી
હતી. એ પછી 2001માં ગૌહાટી હાઈકોર્ટમાં જેમની જજ તરીકે નિમણૂંક થઈ હતી. 2011માં તેઓ પંજાબ
અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. 2012માં તેમની
સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ કરાઈ હતી.
પુતિન આજે ભારતની મુલાકાતે, એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમનો સોદો થવાની શક્યતા
પુતિનની આગેવાનીમાં
ભારત અને રશિયાની આ ૧૯મી દ્વિપક્ષીય બેઠક હશે.આ પ્રકારના કાર્યક્રમમાં બંને દેશના
વડા ભારતના મહેમાન બને છે. આ બેઠકમાં ભારત અને રશિયા ૨૦૨૫ સુધી ૫૦ અબજ ડૉલરનો
દ્વિપક્ષીય વેપાર કરવાની દિશામાં પણ આગળ વધશે.
વિદેશ નીતિના
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, રશિયા ભારતનું
પરંપરાગત મિત્ર છે, જેના કારણે પુતિન
સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો સફળતાપૂર્વક પાર પડશે. એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ
સિસ્ટમનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું હશે. વિદેશ નીતિ મુદ્દે પુતિનના સલાહકાર
યૂરી ઉશાકોવે મોસ્કોમાં કહ્યું હતું કે, ભારત સાથેની ડિફેન્સ
ડીલનું મૂલ્ય પાંચ અબજ ડૉલર જેટલું થવા જાય છે. આમ, રશિયાએ પુતિનની મુલાકાત પહેલાં જ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ભારતને
આપવાનો સંકેત આપી દીધો હતો.
નોંધનીય છે કે, આ પહેલાં જૂન ૨૦૧૭માં મોસ્કો બેઠક વખતે મોદી અને પુતિને દ્વિપક્ષીય
વાટાઘાટો કરી હતી.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)